મધ્યપ્રદેશના શાઝાપુરમાં (ઉજ્જૈન પાસેનું એક ગામ) પ્રેમમાં પાગલ એક માતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાંખી. પુત્રની હત્યા પણ તેના બર્થડેના દિવસે જ કરી. તેને પોતાના પ્રેમીની સાથે મળીને તકિયાથી મોઢું દબાવીને તેની હત્યા કરી હતી. પુત્રનો વાંક માત્ર એટલો જ હતો કે જ્યારે તે પોતાના પ્રેમીની સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી, ત્યારે જ તે ઘરે આવ્યો હતો. તેને પોતાની આબરુ જશે તેવા ડરથી આ હત્યા કરી.
અકોદિયા ટીઆઈ લક્ષ્મણ સિંહે દેવડાએ જણાવ્યું કે 3 મેનાં રોજ જાટપુરામાં 12 વર્ષના વરુણનો મૃતદેહ તેના ઘરમાંથી મળ્યો હતો. પોલીસે અજ્ઞાત આરોપી વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો. પાડોશીની પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે ઉજ્જૈનનો રહેવાસી સંજય બપોરના સમયે તેમના ઘરે આવ્યો હતો. તે અવારનવાર તેમના ઘરે આવતો જતો હતો. આ વાતની જાણ થતા જ પોલીસે પ્રેમી સંજય ઉર્ફે સુદર્શન બામનિયાની અટકાયત કરી હતી.
પૂછપરછમાં તેને જણાવ્યું કે બાળકની મમ્મી મમતા સાથે તેને અફેયર હતું. 3 મેનાં રોજ બપોરે લગભગ 2.30 વાગ્યે તે તેને મળવા આવ્યો હતો. અમે બંને ઘરમાં એકલા હતા. આ દરમિયાન તેનો 12 વર્ષ પુત્ર વરુણ અચાનક જ ઘરે આવી ગયો. તેને અમને બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા. પુત્રને જોઈને મમતા ગભરાઈ ગઈ. બદનામીના ડરથી તેને પુત્રને ઠેકાણે પાડવાની વાત કરી. જે બાદ અમે બંનેએ તકિયાથી મોઢું દબાવીને તેની હત્યા કરી નાંખી. પોલીસે માતા અને પ્રેમી બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.
પ્રેમીને લઈને ખેતરમાં જતી રહી
વરુણના પિતા ફળ વેચે છે. આ કારણે વરુણ અને તેની મોટી બહેન અંજલી મોટા ભાગે પિતાની સાથે જ રહેતા હતા. ઘટનાવાળા દિવસે ભાઈ-બહેન પિતાની સાથે ઠેલા પર જ હતા. વરુણનો જન્મદિવસ હોવાથી તે તૈયારી કરવા બપોરના સમયે ઓચિંતા જ ઘરે આવી ગયો હતો. સાંજે પિતા ઘરે આવ્યા બાદ કેક કાપવાનો પ્લાન હતો. જો કે ત્યાં તેને માતાની કરતૂત જોઈ લીધી. માતાએ પણ પોતાના લાડકાને મોતને ઘાટ ઉતારી દીધો અને પ્રેમીને ભગાડીને પોતે ખેતરમાં જતી રહી. સાંજે જ્યારે બહેન અંજલી ઘરે પહોંચી તો ઘરનો દરવાજો અટકેલો જ હતો. ગેટ ખોલ્યાં બાદ તે અંદર ગઈ તો ભાઈ મૃત હાલતમાં પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.