તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • See Farmers March On Tiki Border In Photos Farmers Left For Delhi By Breaking Barricades From Sindhu Border 

તસવીરોમાં ટ્રેક્ટર પરેડ:બેરિકેડ્સ તોડીને હજારોની સંખ્યામાં દિલ્હી પહોંચ્યા ખેડૂતો, ઘણી જગ્યાએ પોલીસ સાથે ઝપાઝપી થઈ; કાળજું કંપાવી દે એવી ઠંડીમાં રાત પસાર કરી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવા કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોએ આજે ટ્રેક્ટર રેલી કાઢી છે. ગાઝીપુર બોર્ડર, ટીકરી બોર્ડર અને સિંધુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી જવા રવાના થઈ ગયા છે. ઘણા ખેડૂતો ટ્રેક્ટરો સાથે આગળ વધી રહ્યા છે તો ઘણા ખેડૂતો પગપાળા માર્ચ કરી રહ્યા છે. મંગળવારે સવારે સિંધુ બોર્ડર પર ખેડૂતો બેરિકેડ્સ તોડીને દિલ્હી રવાના થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે ઘણી જગ્યાએથી બેરિકેડ્સ હટાવી દીધાં છે. આ પહેલાં સોમવારે રાતે ત્રણેય બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો પહોંચી ગયા હતા. કાળજું કંપાવી દે એવી ઠંડીમાં ખેડૂતોએ આખી રાત ટ્રેક્ટરમાં કાઢી હતી.

ખેડૂતોએ લાલા કિલ્લા નજીક ગોઠવવામાં આવેલા બેરીકેડ્સને ખસેડ્યા હતા. આ દરમિયાન ખેડૂત અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

72માં પ્રજાસત્તાક દિવસે ખેડૂતોએ કિશાન ગણતંત્ર પરેડમાં ભાગ લઈ ઉગ્ર દેખાવો કર્યા હતા.

ખેડૂતોએ કિસાન ગણતંત્ર પરેડ દરમિયાન નાગલોઈની પાસે બેરીકેડ્સ તોડવાની કોશિશ કરી હતી.

અક્ષરધામની પાસે બેરિકેડ્સ પાર કરતા દેખાવકારો. આ દરમિયાન ઘણા નિહંગ પણ તલવારની સાથે ફરતા દેખાયા હતા.

દિલ્હીમાં દાખલ થયા પછી દેખાવમાં સામેલ એક દેખાવકારે તે જગ્યાએ ખાલસા પંથ અને ખેડૂત સંગઠનનો ઝંડો લગાવ્યો, જ્યાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે.

દિલ્હી આઈટીઓની પાસે એક ખેડૂતનું મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ ટ્રેક્ટર પલટી ખાઈ જવાથી ખેડૂતનું મોત થયું છે.

દિલ્હીના નાંગલોઈની પાસે ખેડૂતોને રોકવા માટે જે બેરિકેડ લગાવવામાં આવી હતી, તેને પણ તોડવામાં આવી છે.

ખેડૂતોનો કાફલો હવે દિલ્હી પહોંચી પહોંચી ગયો છે. તેઓ પોતાના ટ્રેક્ટરની સાથે લાલ કિલ્લા ભવન પહોંચી ગયા છે.

ગાજીપુર બોર્ડરની પાસે ખેડૂતોએ બેરિકેડ તોડવાની કોશિશ કરી. તે પછી પોલીસે ટીયર ગેસના ગોળા નાંખ્યા. જોકે ખેડૂતો ન રોકાયા.

દિલ્હીના અક્ષરધામની પાસે બેરિકેડ તોડીને અંદર જવાની કોશિશ કરતા દેખાવકારોમાં સામેલ ખેડૂત.

ગાજીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂત ઈન્દ્રપ્રસ્થ પાર્કથી ઈન્ડિયા ગેટ જવાના રસ્તે થઈને આગળ વધી રહ્યાં છે. ટ્રેક્ટરનો કાફલો 20 કિમી લાંબો છે.

તસ્વીર ટીકરી બોર્ડરથી આગળ નાગલોઈની છે. હજારોની સંખ્યામાં અહીંથી ખેડૂત દિલ્હી માટે નીકળી રહ્યાં છે. વચ્ચે પોલીસ રોકવાની કોશિશ કરી રહી છે.

દિલ્હીના સ્વરૂપ નગરમાં લોકોએ ખેડૂત પર ફૂલ વરસાવીને તેમનું સ્વાગત કર્યું. આ જગ્યા સિંધુ બોર્ડરથી લગભગ 14 કિલોમીટર આગળ છે.

નોઈડાના પાંડવનગરમાં ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. કેટલીક ગાડીઓ પણ તોડી છે. તે પછી પોલીસે ટિયર ગેસના ગોળા છોડ્યા.

ગાજીપુર બોર્ડરથી થોડે દૂર પાંડવનગરની પાસે પોલીસે લગાવેલી બેરીકેડ્સ તોડવાની કોશિશ કરતા ખેડૂત.

તસ્વીર મંગળવાર સવારની સિંધુ બોર્ડરની છે. ખેડૂતોએ કન્ટેનર અને બેરિકેડ્સને પોતાના ટ્રેક્ટરની સાથે બાંધીને હટાવ્યા.

તસ્વીર ટીકરી બોર્ડરની છે. ભારે સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. હાલ પોલીસે બેરિકેડ્સ ખોલ્યા છે.

ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા માટે ખેડૂતોનો જથ્થો ટીકરી બોર્ડરથી ચાલીને માર્ચ કરીને જઈ રહ્યો છે.

તસ્વીર સિંધુ બોર્ડરની છે. મંગળવારે સવારે જ્યારે ખેડૂતો બેરિકેડ હટાવવા લાગ્યા તો પોલીસે પોતે પણ ક્રેનથી બેરિકેડ્સ હટાવવાનું શરૂ કર્યું.

ખેડૂત આંદોલનના ચર્ચિત ગાયક કંવર ગ્રેવલ સિંધુ બોર્ડરથી ખેડૂતોના જથ્થાની સાથે છે, તેઓ લોકોને સંયમ જાળવવાની અપીલ કરી રહ્યાં છે.

સોમવાર સાંજથી ખેડૂત ટ્રેક્ટર પરેડ માટે પંજાબ, હરિયાણા સહિત દેશના અલગ-અલગ હિસ્સામાંથી દિલ્હી આવવા લાગ્યા હતા.

જોરદાર ઠંડીની વચ્ચે આંદોલનમાં સામેલ ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરને જ બેડ બનાવી લીધો હતો અને ત્યાં જ રાત પસાર કરી હતી.

ટ્રેક્ટર પરેડ પહેલા એક ખેડૂત ટ્રેક્ટરમાં લાગેલા અરિસ્સામાં પોતાનો ચહેરો જોઈને તૈયાર થઈ રહ્યો છે.

ટ્રેક્ટર પરેડને લઈને સમગ્ર રાત ખેડૂતોએ રસ્તા પર પસાર કરી. સખ્ત ઠંડીથી બચવા માટે તેમણે તાપણી કરી હતી.

તસ્વીર ગાજીપુર બોર્ડરની છે. દિલ્હી રવાના થતા પહેલા ખેડૂતોએ મોડી રાતે પોતાના માટે ભોજન તૈયાર કરી રહ્યાં છે.

ખેડૂતોને રોકવા માટે પોલીસે માર્ગ અનેક બેરીકેડ્સને મૂક્યા હતા, છતાં ખેડૂતો અટક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...