જમ્મુ-કાશ્મીરમાં જૈશ આતંકવાદી કામરાન ઠાર:સુરક્ષા દળોએ કુલગામ-શોપિયનમાં આતંકવાદીઓને ઘેર્યા, એન્કાઉન્ટર હજુ પણ ચાલુ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને ઠાર માર્યો છે. આતંકીની ઓળખ કામરાન ભાઈ ઉર્ફે હનીસના રૂપમાં થઈ છે, જે કુલગામ-શોપિયા વિસ્તારમાં એક્ટિવ હતો અને ઘણી આતંકી ઘટનાઓમાં સંડોવાયેલો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર શોપિયાના કાપરેન વિસ્તારમાં આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. હજુ પણ ઘણા છુપાયા હોવાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

ભારતીય સેનાએ કુપવાડામાં ટેરર ​​ફંડિંગ મોડ્યુલનો પર્દાફાશ કર્યો, 6ની ધરપકડ

ધરપકડ કરાયેલા તમામ આતંકવાદીઓ કુપવાડામાં ટેરર ફંડિંગ અને રિક્રુટમેન્ટ મોડ્યુલમાં સામેલ હતા.
ધરપકડ કરાયેલા તમામ આતંકવાદીઓ કુપવાડામાં ટેરર ફંડિંગ અને રિક્રુટમેન્ટ મોડ્યુલમાં સામેલ હતા.

આ પહેલા સુરક્ષા બળોએ ગુરુવારે કુપવાડામાં એક ટેરર ફંડિંગ અને રિક્રૂટમેન્ટ મોડ્યુલનો ભાંડફોડ કર્યો છે. ઘટનામાં 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. કુપવાડા પોલીસ અને સેનાની 21 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) અને 47RRની સાથે બુધવારે આ ઓપરેશન શરૂ કર્યું હતું. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી 5 પિસ્તોલ, 10 મેગેઝીન, 49 પિસ્તોલ, દારૂગોળો, 2 ગ્રેનેડ અને એક આઈઈડી મળી આવ્યો છે.

1 નવેમ્બર: પુલવામામાં 3, અનંતનાગમાં 1 આતંકી ઠાર મરાયો
આ પહેલા 1 નવેમ્બરે સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાં પુલવામામાં 3 અને અનંતનાગમાં 1નું એન્કાઉન્ટર થયું હતું. પુલવામામાં લશ્કરના કમાન્ડ મુખ્તાર ભટને સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો.

આ વર્ષે અત્યાર સુધી 181 આતંકી માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓને રોકવા પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ ઘાટીમાં સતત ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ વર્ષે(નવેમ્બરના પહેલા સપ્તાહ સુધી) કુલ 181 આતંકી માર્યા ગયા. જેમાં 51થી વધુ વિદેશી અને 126 સ્થાનિક આતંકી હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર ઘાટીમાં કુલ 134 એક્ટિવ આતંકી છે. જેમાં 83 વિદેશી અને 51 લોકલ આતંકી છે.

અન્ય સમાચારો પણ છે...