જમ્મુ કાશ્મીરના હૈદરપોરામાં એન્કાઉન્ટર:સુરક્ષાદળોએ આતંકીઓના મદદગાર સિમેન્ટ વ્યવસાયી સહિત 3 આતંકીઓને ઠાર કર્યા

શ્રીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ કાશ્મીરના હૈદરપોરા વિસ્તારમાં સોમવારે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા (ફાઈલ) - Divya Bhaskar
જમ્મુ કાશ્મીરના હૈદરપોરા વિસ્તારમાં સોમવારે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા (ફાઈલ)

જમ્મુ કાશ્મીરના હૈદરપોરા વિસ્તારમાં સોમવારે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ સમીર અને આમીર તરીકે થઈ છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં વધુ એક શખ્સને ઠાર કર્યો છે જેનું નામ અલ્તાફ છે. અલ્તાફ સિમેન્ટનો વ્યવસાયી છે અને તે આતંકીઓને આશરો આપતો હતો.

સાડા ત્રણ કલાક ચાલ્યું એન્કાઉન્ટર
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોમવારે સાંજે લગભગ 7 વાગ્યે સુરક્ષાદળોને માહિતી મળી હતી કે હૈદરપોરાના એક મકાનમાં ત્રણ આતંકીઓ છુપાયેલાં છે. સુચના પર કાર્યવાહી કરતા પોલીસે સેનાને સાથે લઈને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન જ્યારે હૈદરપોરા વિસ્તારમાં તપાસ થઈ રહી હતી ત્યારે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.

સુરક્ષાદળ તરફથી આતંકીઓને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું પરંતુ આતંકીઓ ન માન્યા અને ફાયરિંગ યથાવત રાખ્યું. જે બાદ સિક્યોરિટી ફોર્સે જવાબી કાર્યવાહી શરૂ કરી. લગભગ સાડા ત્રણ કલાક ચાલેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓ ઠાર થયા. માર્યા ગયેલા આતંકીઓના શબને કબજે કરવામાં આવ્યા.

ત્રણેય આતંકીઓની ઓળખ થઈ
IGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે અથડામણ સ્થળથી 3 મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા. ત્રાલના રહેવાસી સમીર તાંત્રે, બીજો બનિહાલનો આમિર અને ત્રીજો શખ્સ અલ્તાફ હતો. અલ્તાફ આતંકીઓનો મદદગાર હતો. એન્કાઉન્ટર દરમિયાન અલ્તાફ ઘાયલ થઈ ગયો હતો, જો કે બાદમાં તેને પણ જીવ છોડ્યો હતો. અલ્તાફ હૈદરપોરાનો જ રહેવાસી છે. તે સિમેન્ટનો વેપારી હતો. બે અન્ય આતંકી અલ્તાફના જ મકાનના ટોપ ફ્લોરમાં છુપાયેલો હતો. અલ્તાફે તે આશરો આપ્યો હતો.

શ્રીનગરના જામલાતામાં પોલીસ ટીમ પર ફાયરિંગ
આ પહેલાં રવિવારે ઓલ્ડ શ્રીનગરમાં જામલાતા એરિયામાં એક સંદિગ્ધની શોધમાં પોલીસ ટીમે એક ઘરમાં રેડ કરી હતી. આ દરમિયાન પોલીસ ટીમ પર ઘરની અંદરથી ફાયરિંગ કરી દીધી. ફાયરિંગમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...