તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Security Forces Killed 3 Militants In Pulwama, Including Army Commander Abu Hurairah

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર:પુલવામામાં સુરક્ષાદળોએ 3 આતંકીને ઠાર કર્યા, તેમાં લશ્કર કમાન્ડર અબુ હુરૈરા પણ સામેલ

શ્રીનગર18 દિવસ પહેલા
  • સૌથી પહેલા 2 જુલાઈએ પુલવામામાં જ સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 5 આતંકીને ઠાર કર્યા હતા
  • એ પછી રાજૌરીમાં 8 જુલાઈએ 2 પાકિસ્તાની આતંકીને ઠાર કરવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બુધવારે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર કર્યા છે. તેમાં પાકિસ્તાની લશ્કર કમાન્ડર એઝાઝ ઉર્ફે અબુ હુરૈરા પણ સામેલ છે, બાકીના બે સ્થાનિક આતંકી છે. ઘટનાસ્થળેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. શબોને પણ કબજામાં લેવામાં આવ્યા છે. એમ કહેવાઈ રહ્યું છે કે માહિતીના આધાર પર વિસ્તારમાં સર્ચ-ઓપરેશન શરૂ થયું. આ દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં ત્રણ શંકાસ્પદોને ઠાર કરવામાં આવ્યા.

જમ્મુ-કાશ્મીરમાં 13 દિવસમાં ઠાર કરવામાં આવ્યા 16 આતંકી

  • સૌથી પહેલા 2 જુલાઈએ પુલવામામાં જ સુરક્ષાદળો એન્કાઉન્ટરમાં 5 આતંકીને ઠાર કર્યા હતા.
  • એ પછી રાજૌરીમાં 8 જુલાઈએ 2 પાકિસ્તાની આતંકીને ઠાર કરવામાં આવ્યા. આ ઓપરેશનમાં એક જુનિયર કમિશન ઓફિસર સહિત બે સૈનિક શહીદ થયા હતા.
  • 10 જુલાઈએ અનંતનાગમાં સુરક્ષાદળોએ 3 આતંકીને ઠાર કર્યા હતા. તેમાંથી બે થોડા દિવસો પહેલાં જ લશ્કરમાં સામેલ થયા હતા.
  • પછીથી 12 જુલાઈએ રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં દાદલના જંગલમાં સુરક્ષાદળોએ 3 આતંકીને ઠાર કર્યા હતા.
  • આજે એટલે કે 14 જુલાઈએ પુલવામામાં 3 આતંકીને ઠાર કરવામાં આવ્યા છે.

અરનિયા સેક્ટરના આકાશમાં શંકાસ્પદ ચીજ જોવા મળી
જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં મંગળવારે રાતે આકાશમાં લાલ લાઈટવાળો એક ઓબ્જેક્ટ જોવા મળ્યો. બોર્ડર સિક્યોરિટી ફોર્સે એની પર ફાયરિંગ કર્યું તો તે પાકિસ્તાન પરત જતું રહ્યું. આ ડ્રોન હતું કે બીજું કઈ એ અંગે હાલ પુષ્ટિ થઈ શકી નથી. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં LOC પર સીઝફાયરના સમાચાર મળ્યા છે. એને જોતાં જવાનોને બોર્ડર પર અલર્ટ કરી દેવામાં આવ્યા છે.

જમ્મુમાં સતત 3 દિવસ ડ્રોન દેખાયું
26 જૂનઃ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર 26 જૂને રાતે ડ્રોન અટેક કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વિસ્ફોટથી એરફોર્સ સ્ટેશનના છતને નુકસાન પહોંચ્યું હતું અને બે જવાનો ઘાયલ થયા હતા.
27 જૂનઃ રાતે જમ્મુના કાલુચક મિલિટરી બેસ પર ડ્રોન જોવા મળ્યું હતું. સુરક્ષાદળોએ તેની પર ફાયરિંગ કરી, જોકે એ અંધારામાં ગાયબ થઈ ગયું હતું.
28 જૂનઃ જમ્મુના સંજવાન મિલિટરી સ્ટેશનની પાસે 28 જૂને મોડી રાતે શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કુંજવાની અને કાલુચક વિસ્તારમાં પણ ડ્રોન જોવા મળ્યું હતું.

ડ્રોન અટેકની પાછળ પાકિસ્તાન
NSG(નેશનલ સિક્યોરિટી ગાર્ડ)ની સ્પેશિયલ બોમ્બ સ્ક્વોડ ટીમ એરફોર્સ સ્ટેશન બ્લાસ્ટની તપાસ કરી રહી છે. અત્યારસુધીની તપાસમાં RDX અને TNT વિસ્ફોટક પદાર્થનો વપરાશ થયો હોવાની વાત બહાર આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે ડ્રોન બોર્ડરની બીજી તરફ પાકિસ્તાનમાંથી કન્ટ્રોલ કરાઈ રહ્યું હતું. જોકે એજન્સી લોકલ હેન્ડલર સામેલ હોવાની વાત પર ફોક્સ રાખીને તપાસ કરી રહી છે.