કાર્યવાહી:જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક જવાન શહીદ, સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના કુલગામના પરિવનમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયો છે અને અન્ય ત્રણ જવાન સહિત કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના એક આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો છે. આતંકવાદીઓ સામે ઓપરેશન ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોનના પોલીસ વડા વિજય કુમારે કહ્યું કે અથડામણ સમયે જમ્મુ-કાશ્મીર પોલીસના સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ રોહિત છિબ શહીદ થયા છે. આ અથડામણ સમયે બે નાગરિકોને પણ ઈજા પહોંચી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિવાનમાં બેથી ત્રણ આતંકવાદી છૂપાયાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. તે સમયે આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી કરી હતી.