• Gujarati News
  • National
  • Security Breach| Ferozepur SSP Accused Of Abusing Power To Help Farmer Protesters, Reveals After Receiving Report From Union Home Ministry

PM મોદીની સુરક્ષામાં ચૂકનો રિપોર્ટ:ફિરોઝપુર SSP સામે સત્તાનો દુરુપયોગ કરી ખેડૂત પ્રદર્શનકારીને સહાય કરવાનો આરોપ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ મળ્યા પછી ઘટસ્ફોટ

19 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે પંજાબ સરકારે ગૃહ મંત્રાલયને સંપૂર્ણ રિપોર્ટ મોકલ્યો છે, જેને કારણે વધુ એક જાણકારી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પંજાબ સરકારે જણાવ્યું છે કે બઠિંડા SSPએ ફિરોઝપુર SSP સામે આક્ષેપ લાગાવ્યા છે કે તેણે પોતાના અધિકારીઓનો દુરુપયોગ કર્યો છે. એટલું જ નહીં, તેણે અધિકાર ક્ષેત્રમાં પ્રદર્શનકારીઓને PM મોદીના રૂટમાં જવાની અનુમતિ પણ આપી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ખેડૂતોનો વિરોધ અચાનક થયો. આ કેસમાં FIR નોંધવામાં આવી છે અને ચૂકની તપાસ માટે પેનલની રચના પણ કરાઈ છે. પંજાબ સરકારના રિપોર્ટમાં ઘટનાક્રમ અંગે પણ જણાવાયું છે.

સુરક્ષામાં ચૂક કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો હતો
5 જાન્યુઆરીએ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે એક રિપોર્ટ માગ્યો હતો, જેથી ગુરુવારે પંજાબ સરકારે પોતાનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે, જેમાં પંજાબના મુખ્ય સચિવે PM મોદીની સુરક્ષામાં ચૂકનાં કારણો અને તથ્યો સહિત આખો રિપોર્ટ બનાવી મોકલ્યો છે.

સમગ્ર પંજાબમાં PM મોદીના પ્રવાસનો વિરોધ હતો
ફિરોઝપુરમાં PM સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા સિનિયર ઓફિસરો સાથે વાચચીત કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર પંજાબમાં PM મોદીના પ્રવાસનો વિરોધ કરાઈ રહ્યો હતો, જેથી વિવિધ સ્થળે વિરોધપ્રદર્શનોને ધ્યાનમાં રાખી વધારે સુરક્ષા-વ્યવસ્થાની તૈયારી હાથ ધરાઈ હતી.

CM ચન્નીએ સુરક્ષામાં ચૂકને નકારી કાઢી હતી
પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને નકારી કાઢી છે. તેમણે કહ્યું હતું કે મને ઘણું દુઃખ છે કે PM મોદીને આજે ફિરોઝપુર જિલ્લાના પ્રવાસ દરમિયાન પરત ફરવું પડ્યું છે. અમે દેશના PMનું સન્માન કરીએ છીએ. જો વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચૂક થઈ હોય તો એની તપાસ કરીશું.

CM ચન્નીએ વધુમાં જણાવ્યું હતું કે અમારા દેશમાં લોકશાહી વ્યવસ્થા છે. મારે પણ PMને મળવું હતું, પરંતુ કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવતાં હું તેમને મળવા નહોતો ગયો, તેથી જ મેં નાણામંત્રી મનપ્રીત બદલ અને ડેપ્યુટી CM સુખજિંદર સિંહ રંધાવાને વડાપ્રધાનનું સ્વાગત કરવાની જવાબદારી સોંપી હતી.

પંજાબમાં PM મોદી સાથે શું થયું હતું?
PM નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધન કરવા જવાના હતા. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો. વરસાદી વાતાવરણ હોવાના લીધે હેલિકોપ્ટરમાં જવાના બદલે PM મોદીનો કાફલો જમીન માર્ગે જઈ રહ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે બઠિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પ્યારેઆના ગામ પાસે ફ્લાય ઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. આમ, સુરક્ષામાં મોટી ચૂક થતાં PM મોદી પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખી દિલ્હી પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...