જમ્મુના કઠુઆ જિલ્લાના હીરાનગરથી રવિવારે કડક સુરક્ષા વચ્ચે ભારત જોડો યાત્રા ફરી શરૂ થઈ. શનિવારે વિરામ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં સવારે 7 કલાકે હીરાનગરથી યાત્રાનો પ્રારંભ થયો હતો. શનિવારે નરવાલમાં થયેલા વિસ્ફોટ બાદ તપાસ એજન્સીઓએ સુરક્ષા એલર્ટ જાહેર કરી દીધું છે. જેના કારણે જમ્મુ-પઠાણકોટ હાઈવેને સીલ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ એલજી મનોજ સિન્હાએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
J&K પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વિકાર રસૂલ વાની, કાર્યકારી અધ્યક્ષ રમણ ભલ્લા અને હજારો કાર્યકરો સાથે તિરંગો લઈને રાહુલ ગાંધીએ સવારે 8 વાગ્યે લોંદી ચેક પોઈન્ટ પાર કર્યો. આ યાત્રા સાંબા જિલ્લાના તપયાલ-ગગવાલમાં પ્રવેશી છે. યાત્રા દરમિયાન રસ્તાની બંને બાજુ રાહ જોઈ રહેલા કાર્યકરો અને સમર્થકો દ્વારા રાહુલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે યાત્રા 25 કિલોમીટર ચાલશે
આજે યાત્રા 25 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ ચક નાનક પહોંચશે, અહીં જ રાત્રી કોરાણ કરશે. સોમવારે સાંબાના વિજયપુરથી યાત્રા ફરીથી શરું થઈને જમ્મુ જવા રવાના થશે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે રાહુલ ગાંધીની સલામતી માટે પુરતા પ્રમાણમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
LG મનોજ સિંહાએ બેઠક બોલાવી
એલજી મનોજ સિંહાએ શનિવારે થયેલા લરવાલ બ્લાસ્ટ મામલે વિશેષ બેઠક હોલાવી હતી. તેમાં SSP સહીતનાં ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે. આ બેઠકમાં એલજી બ્લાસ્ટ બાબતની જાણકારી મેળવશે. આ તરફ NIAની એખ ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે.
નરવાલમાં 2 બ્લાસ્ટ થયા હતા
નરવાલમાં શનિવાર્ બે બ્લાસ્ટ થયા હતા.જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. પોલીસને શંકા છે કે આ બ્લાસ્ટમાં આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
30મી જાન્યુઆરીએ શ્રીનગરમાં આ યાત્રા પુર્ણ થશે
7 સપ્ટેમ્બર 2022ના રોજ તમિલનાડુનાં કન્યાકુમારીથી શરુ થયેલી ભારત જોડો યાત્રા 19 જાન્યુઆરી 2023ના રોજ જમ્મુ- કાશ્મીર પહોંચી છે. આ યાત્રા 30 જાન્યુઆરીના રોજ શ્રીનગરમાં સમાપ્ત થશે. રાહુલ ગાંધી શ્રીનગરમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પર તિરંગો લહેરાવવાની સાથે આ યાત્રા પુર્ણ થશે.
અન્ય સમાચાર પણ વાંચો...
જમ્મુના નરવાલમાં 2 કારમાં બોમ્બ-બ્લાસ્ટ:20 મીનિટમાં બે વિસ્ફોટ થયા
જમ્મુના નરવાલમાં શનિવારે ઉપરાછાપરી બે બ્લાસ્ટ થયા હતા. જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટ મામલે પોલીસ તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ મામલે NIAની ટીમ પણ તપાસ કરશે. આ બ્લાસ્ટ જમ્મુમાં ભારત જોડો યાત્રાની એન્ટ્રીના બે દિવસ બાદ જ કરવામાં આવ્યા છે. જો કે, બ્લાસ્ટ થયો તે સ્થળ યાત્રા સ્થળથી 58 કિમી દુર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.