• Gujarati News
  • National
  • Section 144 Implemented In Noida And Ghaziabad In View Of Increasing Cases Of Corona

કોરોનાનું હોટસ્પોટ બન્યું દિલ્હી:રવિવારે દેશમાં 3157 કેસ નોંધાયા, તેમાંથી અડધા માત્ર દિલ્હીના, અહીં પોઝિટિવિટી રેટ 5% નજીક

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોઇડા અને ગાઝિયાબાદમાં કલમ 144 લાગુ કરાઈ

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સતત પાંચમાં દિવસે કોરોનાના કેસ 3 હજારથી વધારે નોંધાયા છે. રવિવારે દેશમાં કોરોનાના 3157 કેસ નોંધાયા છે અને 26 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસ 19500 થઈ ગયા છે. એક દિવસમાં એક્ટિવ કેસ 400 વધ્યા છે.

સોમવારે દેશમાં પોઝિટિવિટી રેટ વધીને 1.07%થઈ ગયો છે. વિકલી પોઝિટિવીરેટ વધીને 0.70 થઈ ગયો છે. ગઈ કાલે 2723 લોકો સાજા થયા હતા.

દિલ્‍લીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, જેના પર સ્થાનીક વહીવટીતંત્ર ગંભીર થયુ છે અને કડક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. કોરોના કેસમાં વધારો અને આગામી તહેવારોની સિઝનને જોતા ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અને સાર્વજનિક સ્થાનો પર માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક કોરોના દરમિયાન 270 નવા કેસ સામે આવ્યા છે. ગૌતમબુદ્ધ નગરમાં 117, ગાઝિયાબાદમાં 55, લખનઉમાં 26 અને આગ્રામાં 15 કેસ સામે આવ્યા છે. તેના જ કારણે ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. નોઈડામાં 31 મે સુધી અને ગાઝિયાબાદમાં 10 જૂન સુધી આ કલમ લાગુ રહેશે. જોકે આ દરમિયાન સ્કૂલ પહેલાની જેમ જ ચાલુ રહેશે પણ તેમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

દિલ્હીમાં ફરી કોરોનાનો કહેર
દિલ્હી-NCRમાં કોરોના ફરી કહેર મચાવતો જોવા મળી રહ્યો છે. દિલ્હીમં રવિવારે કોવિડ-19ના 1485 નવા કેસો સામે આવ્યા છે અને મોત એક પણ નોંધાયુ નથી, જ્યારે સંક્રમણ દર 4.89% નોંધાયો છે. શહેરના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર નવા કેસોથી રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના કેસોની સંખ્યા 18,84,560 પહોંચી ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 26,175 પર છે. શનિવારે શહેરમાં કોવિડ-19ના 1520 કેસ સામે આવ્યા હતા અને એક દર્દીનું મોત નિપજ્યું હતુ.

ગૌતમબુદ્ધનગર પોલીસ કમિશનરે એક નિવેદનમાં કહ્યું- ઉચ્ચ અધિકારીઓની અનુમતિ વગર કોઈને પણ વિરોધ પ્રદર્શન કે ભૂખ હળતાળ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. સાર્વજનિક સ્થાનો પર પૂજા અને નમાઝ અદા કરવાની અનુમતિ પણ નહીં હોય.

તે સાથે જ પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓની પરવાનગી વગર કોઈ પણ દુકાનદાર લાઉડસ્પીકર કે અન્ય કોઈ મોટા અવાજના ઉપકરણનો ઉપયોગ નહીં કરી શકે.

અન્ય સમાચારો પણ છે...