તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Second Dose Administered By Nurses From Punjab And Puducherry; Modi's Appeal: If You Qualify, Get Vaccinated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:દિલ્હી AIIMSમાં 10 એપ્રિલથી ફ્કત ઈમર્જન્સી સર્જરી થશે; કેરળના CM પોઝિટિવ, દિલ્હીમાં 24 કલાકમાં 7437 કેસ, એક વર્ષમાં સૌથી વધારે કેસ

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • મહારાષ્ટ્રમાં વેક્સિનના ડોઝ ખૂટી પડ્યા, હવે ફક્ત એક-બે દિવસ ચાલે એટલા છે
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 1 લાખ 26 હજારથી વધુ લોકો પોઝિટિવ મળ્યા
  • UPના 5 જિલ્લામાં આજથી નાઈટ કર્ફ્યૂ, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં 30 ટીમો મોકલી
  • દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 1.26 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાના વધી રહેલા દર્દીની સંખ્યાને ધ્યાનમાં રાખી AIIMS દિલ્હીએ 10 એપ્રિલ એટલે કે શનિવારથી વિવિધ ઓપરેશન થિએટરોમાં ફક્ત ઈમર્જન્સી સર્જરી જ કરવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનો કોરોના રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં આ જાણકારી શેર કરીને તેમને મળેલા તમામ લોકોને આઈસોલેશનમાં રહેવાની અપિલ કરી છે.

દિલ્હીમાં 24 કલાકમાં 7437 કેસ સામે આવ્યા છે. 42 લોકોના મોત થયા છે. દિલ્હીમાં એક્ટિવ કેસ 23181 થયા છે. અહીં અત્યાર સુધી કુલ કેસ 6 લાખ 98 હજાર નોંધાયા છે.

UPના 5 જિલ્લામાં આજથી નાઈટ કર્ફ્યૂ
ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. તેને પગલે રાજ્ય સરકારે રાજધાની લખનઉ સહિત 5 જિલ્લામાં આજથી રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ જિલ્લામાં લખનઉ ઉપરાંત પ્રયાગરાજ, વારાણસી, કાનપુર અને નોઈડાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આ જિલ્લામાં નિરીક્ષણ કરવા માટે જશે.

આ ઉપરાંત બરેલી, ગોરખપુર, મેરઠ, ગૌતમ બુદ્ધનગર, ઝાંસી, ગાઝીયાબાદ, આગ્રા, સહારનપુર અને મુરાદાબાદમાં પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક દિવસમાં આ જીલ્લામાં પણ અનેક પ્રકારના નિયંત્રણો લાગૂ કરવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ બગડતા કેન્દ્રએ 30 સ્પેશિયલ ટીમ મોકલી
મહારાષ્ટ્રમાં કોરોના મહામારીનું સંક્રમણ ઝડપભેર નવી સપાટી પર પહોંચી રહ્યું છે. અહીં બગડી રહેલી સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે 30 જેટલી નિષ્ણાતોની મેડિકલ ટીમો વિવિધ જિલ્લામાં મોકલી છે. આ ટીમો રાજ્યમાં કોવિડ સાથે સંકળાયેલા અધિકારીઓને કોરોના અંકૂશમાં લેવા માટે રણનીતિ તૈયાર કરવામાં મદદ કરશે. દરમિયાન રાજયમાં વેક્સિનના ડોઝ ખતમ થઈ જવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે વેક્સિનના ડોઝ એકથી બે દિવસ ચાલે એટલા જ છે.

દેશભરમાં કોરોનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બુધવારે દેશમાં રેકોર્ડ 1 લાખ 26 હજાર 265 લોકો પોઝિટિવ મળ્યા હતા. ગયા વર્ષે મહામારી શરૂ થઇ ત્યાર બાદ આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ 6 એપ્રિલના રોજ એક જ દિવસમાં 1.15 લાખ લોકોને કોરોના પોઝિટિવ મળ્યા હતા.

આ ઉપરાંત બુધવારે 684 દર્દીનાં મોત નીપજ્યાં હતાં અને 59 હજાર 129 લોકો સાજા થયા હતા. આ સાથે હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 1.29 લાખને પાર થઈ ગઈ છે, તેમાંથી 1.18 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.66 લાખ દર્દી મૃત્યુ પામ્યા છે. 9 લાખ 5 હજાર દર્દી સારવાર લઈ રહ્યા છે.

MPમાં શનિવારે લોકડાઉન
મધ્યપ્રદેશમાં દરેક નાના અને મોટા શહેરોમાં શનિવારે લોકડાઉન લાગુ રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુરુવારે આ અંગે જાહેરાત કરી હતી. શુક્રવારે સાંજે 6 થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સતત 60 કલાક લોકડાઉન રહેશે. CM શિવરાજે જણાવ્યુ હતું કે લોકડાઉન અંગેની મારી ક્યારેય ઈચ્છા ન હતી.

ઈન્દોરમાં દવાની દુકાન પર રેમડેસિવિર ઇન્જેકશન લેવા માટે લાંબી લાઇન લાગી છે.
ઈન્દોરમાં દવાની દુકાન પર રેમડેસિવિર ઇન્જેકશન લેવા માટે લાંબી લાઇન લાગી છે.

માત્ર કોરોનાને વેક્સિનેશનથી અટકાવી શકાય છે
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ના સચિવ અને દેશના સૌથી મોટા વૈજ્ઞાનિક પ્રો. આશુતોષ શર્માએ કહ્યું હતું કે કોરોનાના આ તબક્કાની ઝડપ પહેલાં કરતાં ઘણી વધારે છે. આનો અર્થ એ છે કે આ તબક્કામાં લોકોમાં સંક્રમણ ખૂબ જ વધુ ઝડપથી ફેલાય છે. આને રોકવા માટે ફક્ત મોટા પાયે વેક્સિનેશન જ અસરકારક રહેશે. દેશની મોટા ભાગની વસતિમાં વેક્સિનેશન પછી સંક્રમણની અસર ઓછી થવા લાગશે.

વડાપ્રધાને વેક્સિનનો બીજો ડોઝ મુકાવ્યો
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. એઇમ્સ નવી દિલ્હીમાં વહેલી સવારે તેમણે કોવેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. પહેલો ડોઝ 1 માર્ચે મુકાયો હતો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી વખતે તેમણે અન્ય લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી. તેમણે લખ્યું, 'વેક્સિનેશન એ કેટલીક રીતોમાંનું એક છે, જેના દ્વારા કોરોનાને પરાજિત કરી શકાય છે, તેથી જો તમે વેક્સિન લેવા માટેની પાત્રતા પૂર્ણ કરો છો, તો તરત જ વેક્સિન મુકાવો.

કોરોનાં અપડેટ્સ

  • ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગુરુવારથી નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે રાત્રે 10થી સવારે 8 વાગ્યા સુધી કોઈપણ જરૂરી કામ સિવાય બહાર નીકળી શકાશે નહીં. IIT રુડકીના 60 વિદ્યાર્થી-સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પછી સંસ્થાએ 5 હોસ્ટેલ સીલ કરી દીધી છે.
  • મુંબઇમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે એક નવું સંકટ સામે આવ્યું છે. અહીં વેક્સિન લગભગ પૂરી થઈ ગઈ છે. મેયર કિશોરી પેડનેકરે કહ્યું- મુંબઈમાં વેક્સિનનો સ્ટોક લગભગ સમાપ્ત થવાની આરે છે.
  • અમે તમામ સરકારી હોસ્પિટલોને વેક્સિનના બધા ડોઝ આપી દીધા છે. અમારી પાસે હવે માત્ર એક લાખ કોવેક્સિન બાકી રહી છે. અમે આ અંગે આરોગ્યમંત્રી રાજેશ ટોપે જીને પણ જાણ કરી છે.
  • કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું હતું કે જે રાજ્યો વેક્સિનની ઊણપ વિશે વાત કરી રહ્યાં છે અને તેઓ 18થી 20 વર્ષની વયના લોકોને વેક્સિન અપાવવાની માગ કરી રહ્યાં છે તેઓ રાજકીય રીતે લોકોને ડરાવી રહ્યાં છે. હવે આ વેક્સિન ફક્ત તેમને જ આપવામાં આવશે જેમને તેની સૌથી વધુ જરૂર છે.
  • ઉત્તરપ્રદેશમાં કોરોના બેકાબૂ બની રહી છે. લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ના કુલપતિ સહિત 38 ડોકટરો અને 3 આરોગ્ય કાર્યકરો કોરોનાથી સંક્રમિત થયા છે. તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. KGMUના પ્રવક્તા ડો.સુધીર કુમારે જણાવ્યું હતું કે વાઇસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ ડો.બીપીન પુરીને બીજી વાર સંક્રમણ લાગ્યું છે. તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. તેમને તાવની ફરિયાદ છે.
  • પંજાબ સરકારે 30 એપ્રિલ સુધી રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. લોકો કોઈપણ જરૂરી કામ કર્યા વગર રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી ઘર બહાર નીકળી શકશે નહીં. સરકાર દ્વારા કોઈપણ પ્રકારના કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું કે નિયમોના ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
  • મધ્યપ્રદેશ સરકારે છત્તીસગઢ માટેબસ સેવા 15 એપ્રિલ સુધી બંધ કરી દીધી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી એઇમ્સે 8 એપ્રિલથી કાયમી ધોરણે ઓપીડી બંધ કરી દીધી છે. એટલે કે, દર્દીઓ હવે સીધા ચેકઅપ માટે પહોંચી શકશે નહીં.
  • ઉત્તરાખંડની દહેરાદૂનની દૂન સ્કૂલમાં 7 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે.
ફોટો મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો છે. અહીં કોરોનાથી મરનાર લોકોના અંતિમ સંસ્કાર માટે જગ્યા ખૂટી પડી છે. જેને ધ્યાનમાં રાખતા એક સાથે અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
ફોટો મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો છે. અહીં કોરોનાથી મરનાર લોકોના અંતિમ સંસ્કાર માટે જગ્યા ખૂટી પડી છે. જેને ધ્યાનમાં રાખતા એક સાથે અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
બુધવારે અહીં 59,907 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 30,296 દર્દીઓ સાજા થયા અને 322 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 31.73 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ લોકોમાંથી 26.13 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 56,652 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 5.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. દિલ્હી
બુધવારે 5,506 નવા કેસ આવ્યા હતા. 3,363 દર્દીઓ સાજા થયા અને 20 લોકોનાં મોત થયા હતા. અહીં અત્યાર સુધીમાં 6.90 લાખ લોકોને સંક્રમણની અસર થઈ છે, 6.59 લાખ લોકો સાજા થયા છે અને 11,133 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 19,455 લોકોની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ
બુધવારે અહીં 4,043 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,126 લોકો સાજા થયા, જ્યારે 13 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.18 લાખ લોકો સંક્રમણ ની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.87 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,086 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, 26,059 લોકો સારવાર લઈ રહ્યા છે.

4. ગુજરાત
અહીં બુધવારે કોરોનાના 3,575 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,217 દર્દીઓ સાજા થયા, જ્યારે 22 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.28 લાખ લોકોને સંક્રમણથી અસર થઈ છે. આમાંથી 5.55 લાખ સાજા થયા છે, જ્યારે 4,620 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને હાલમાં 18,684 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. પંજાબ
બુધવારે અહીં 2,997 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,959 સાજા થયા, જ્યારે 63 મૃત્યુ પામ્યા રાજ્યમાં અત્યાર સુધીમાં 2.60 લાખ લોકો આ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.26 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,278લોકોના મોત થયા છે. હાલમાં 25,855 લોકો સારવાર લઈ રહ્યા છે.

6. રાજસ્થાન
અહીં બુધવારે, 2,801 પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી હતી. 851 દર્દીઓ સાજા થયા અને 12 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 3.46 લાખ દર્દીઓ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3.46 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 2,866 પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં 18,146 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો