તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Sea Level Is Rising By 3 Cm Every Year, Causing The Sundarbans To Shrink Rapidly, Shrinking By 12% In The Last Four Decades.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:સમુદ્રનું સ્તર દર વર્ષે 3 સેમી વધી રહ્યું છે, તેનાથી સુંદરવન ઝડપથી સંકોચાઈ રહ્યું છે, સુંદરવન ગત ચાર દાયકામાં 12 ટકા સુધી સંકોચાઈ ગયું

કોલકાતા3 દિવસ પહેલાલેખક: સોમા નંદી
  • કૉપી લિંક
  • જે સુંદરી વૃક્ષને લીધે નામ રખાયું તેની સંખ્યા જ 70 વર્ષમાં 76% ઘટી ગઈ

યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર 102 ટાપુઓના સમૂહ સુંદરવનના તટ દુનિયામાં સૌથી ઝડપથી સંકોચાઈ રહ્યા છે. નાસાની લેન્ડસેટ સેટેલાઈટ ઈમેજથી જાણ થાય છે કે સુંદરવનમાં ગત બે દાયકામાં સમુદ્રનું સ્તર દર વર્ષે સરેરાશ 3 સેન્ટિમીટર(1.2 ઈંચ) વધ્યું છે. તેના લીધે ચાર દાયકામાં આ ક્ષેત્રનું લગભગ 12 ટકા તટ સંકોચાઈ ગયું છે. જ્યારે ગત ત્રણ દાયકાથી સુંદરવનનું તાપમાન પણ 0.5 ડિગ્રી સેલ્સિયસ દર દાયકાએ વધી રહ્યું છે. તેની ઝડપ વૈશ્વિક સરેરાશ 0.06 ડિગ્રીથી આશરે 8 ગણી વધુ છે. જેણે દેશની સાથે સાથે દુનિયાભરની ચિંતા વધારી છે.

ખરેખર મેન્ગ્રૂવ જંગલો, બંગાલ ટાઈગર અને ઈરાવડી ડૉલ્ફિન સહિત તેની જૈવ વિવિધતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ સુંદરવન પર ખતરાથી પર્યાવરણવિદ સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગત 5 વર્ષથી તેના સંરક્ષણ પર કામ કરી રહેલા એનજીઓ ‘પુરોનો કોલતાર ગોલ્પો’ના વડા અને પર્યાવરણવિદ જયંત સેને જણાવ્યું કે સુંદરવનનું સૌથી મજબૂત સુરક્ષા કવચ મેન્ગ્રૂવના જંગલ હતા પણ હવે તે નબળા થઈ ગયા છે. પ.બંગાળમાં ક્લાઈમેટ ચેન્જ પર 2012માં આવેલા એક્શન પ્લાનમાં જણાવાયુ હતું કે સંરક્ષિત ક્ષેત્ર હોવા છતાં 1989 બાદથી આ ક્ષેત્રનું પાંચ ટકા જંગલ ક્ષેત્ર ઓછું થઈ ગયું છે.

મેન્ગ્રૂવના જંગલોમાં વાવાઝોડાની કેટેગરી 5થી 3 સુધી ઘટાડવાની ક્ષમતા
મેન્ગ્રૂવના જંગલોને તોફાનની તીવ્રતા ઘટાડવાની ક્ષમતા માટે પણ ઓળખાય છે. 2013માં ફ્લોરિડા યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણ થઈ કે મેન્ગ્રૂવ વાવાઝોડાની કેટેગરી 5થી 3 સુધી ઘટાડવામાં સક્ષમ છે. મેન્ગ્રૂવના જંગલની મુખ્ય પ્રજાતિ સુંદરી વૃક્ષોને કારણે આ ક્ષેત્રનું નામ સુંદરવન રખાયું છે પણ 70 વર્ષમાં તેમની સંખ્યા 76 ટકા સુધી ઘટી હતી. આ જ કારણ છે કે ઈન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઓફ નેચરે આ પ્રજાતિને ખતરા હેઠળ ગણાવતા રેડ લિસ્ટમાં રાખી છે.

23 વર્ષમાં 4 સુપર સાઈક્લોન, 3 વર્ષમાં ફેની, બુલબુલ, એમ્ફાન પણ
કલકત્તા યુનિવર્સિટીમાં એન્વાયરોમેન્ટલ સાયન્સના પ્રોફેસર અનિરુદ્ધ મુખોપાધ્યાય કહે છે કે સમુદ્રની તળેટી અને તાપમાન વધવાને લીધે બંગાળની ખાડી દુનિયામાં સૌથી વધુ તોફાન સહન કરનારું ક્ષેત્ર છે. 23 વર્ષમાં સુંદરવનમાં 13 સુપર સાઈક્લોન આવ્યા હતા. 2019 બાદ એક વર્ષમાં ત્રણ ફેની, બુલબુલ અને અમ્ફાન જેવા ત્રણ ભીષણ વાવાઝોડાનો સામનો કરવો પડ્યો પણ મેન્ગ્રૂવ કવરને કારણે જ કોલકાતા વાવાઝોડાથી બચતું રહ્યું છે. જોકે અમ્ફાને બતાવી દીધુ કે સિટી ઓફ જોયના નામે પ્રસિદ્ધ કોલકાતા વાવાઝોડા સામે કેટલું નબળું છે. આટલુ જ નહીં મેન્ગ્રૂવથી જમીનનું ધોવાણ પણ ઓછું થાય છે. આ જ કારણ છે કે વન વિભાગે સુંદરવન વિસ્તારમાં મેન્ગ્રૂવના પાંચ કરોડ છોડ રોપ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો