તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાણા ખેડૂત આંદોલન:કરનાલના બસતાડા ટોલ પ્લાઝા પર લાઠીચાર્જ અને ઝપાઝપી બાદ 130 ખેડૂતો સામે કેસ નોંધાયો, નુહમાં યોજાશે મહાપંચાયત

કરનાલ22 દિવસ પહેલા
પોલીસના લાઠીચાર્જમાં ઘાયલ થયેલ એક ખેડૂત.
  • પોલીસે મુખ્યમંત્રી ખટ્ટરનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર શનિવારે લાઠીચાર્જ કર્યો હતો
  • હરિયાણા પોલીસ 130 ખેડૂતોની વિરુદ્ધ કેસ નોંધ્યા છે

શનિવારે હરિયાણાના કરનાલમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ સામેના વિરોધે વેગ પકડ્યો છે. પોલીસે 130 ખેડૂતો સામે રસ્તો બ્લોક કરવા અને પથ્થરમારો કરવા બદલ કેસ નોંધ્યો હતો.આના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાએ રવિવારે રસ્તાઓ બંધ કરવા માટે કહ્યું છે. નુહમાં મહાપંચાયત પણ બોલાવવામાં આવી છે.

શનિવારે, કરનાલના બસતાડા ટોલ પ્લાઝા પર પોલીસે કરેલા લાઠીચાર્જમાં અનેક ખેડૂતો ઘાયલ થયા હતા અને અહીં લાગવાયેલું પ્લેટફોર્મ દૂર કરવામાં આવ્યું હતું. રવિવારે સવાર થતાં જ ખેડૂતોએ ફરીથી કબજો મેળવ્યોહતો. અહીં ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. વાહનોની અવરજવર પર કોઈ અવરોધ નથી. ત્રણ કૃષિ બીલોના વિરોધમાં ખેડૂતોને તમામ ટોલ મફત કરાવ્યા છે. ખેડૂતોએ કરનાલના બસતારા ટોલ પ્લાઝા પર ભેગા થયા છે.

કિસાન મોર્ચાએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ(SDM) આયુષ સિન્હાને હટાવવાની પણ માંગ કરી છે. આયુષ સિન્હાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે એમ કહેતા દેખાઈ રહ્યાં છે કે બેરિકેડની આગળ કોઈ ખેડૂત આવે તો તેનું માથું ભાંગી નાંખજો.

હું સ્પષ્ટ આદેશ આપું છું, તેનું માથું ફાડી નાખો. કોઈ શંકા નથી, કોઈ ડાઇરેકશનની જરૂર નથી. આ બ્લોકને કોઈપણ સંજોગોમાં તોડવા દેવામાં આવશે નહીં. પાછળ વધુ સુરક્ષા જવાનો તહેનાત છે. તમને અહીં તહેનાત કરાયા છે. હેલ્મેટ પહેરી લો. એક પણ વ્યક્તિએ અહીંથી ન જવો જોઈએ અને જો તે જતો પણ રહે તો તેનું માથું ફૂટેલું હોવું જોઈએ.

વરુણ ગાંધીએ કહ્યું- આશા રાખુ છું કે વીડિયો એડિટેડ હશે
આ વીડિયો ઉત્તરપ્રદેશના પીલભીતના ભાજપ સાંસદ વરુણ ગાંધીએ શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે આશા રાખુ છું કે આ વીડિયો એડિટ કરેલો હશે અને અધિકારીએ આવી વાત કીધી હશે નહિ. જો તેમણે આવું કહ્યું હોય તો લોકશાહી ધરાવતા ભારતમાં તેને સ્વીકારવામાં આવશે નહિ.

હરિયાણા પોલીસ 130 ખેડૂતોની વિરુદ્ધ કેસ નોંધ્યા
કરનાલમાં શનિવારે બીજેપી નેતાઓને રોકવાની કોશિશ કરી રહેલા ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યા પછી સમગ્ર રાજ્યમાં થયેલા દેખાવોને લઈને હવે કેસ નોંધવવાના શરૂ થયા છે. બાસતાડા ટોલ પ્લાઝા પર લાઠીચાર્જ અને 17 ખેડૂતોની ધરપકડ પછી હરિયાણાના ઘણા ભાગમાં ખેડૂતોએ હાઈવે બંધ કરી દીધા અને ઘણા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ દેખાવો કર્યા. શનિવારે સાંજે ખેડૂતોની ધરપકડ પછી મામલો ઠંડો પડી ગયો. જોકે હવે આ મામલામાં હરિયાણા પોલીસે લગભગ 130 ખેડૂતોની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

લાઠીચાર્જના પગલે રાજકારણ ગરમાયું
હરિયાણાના કરનાલમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જના પગલે રાજકારણ ગરમાયું છે. વિપક્ષે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા સરકારને ઘેરી લીધી છે. મામલાની ગંભીરતા જોતા ભાજપ પ્રદેશઅધ્યક્ષ ઓપી ધનખડે સમગ્ર મુદ્દા પર સીએમ મનોહર લાલ સાથે વાત કરી છે. કોંગ્રેસ અને ઈનેલો તેને મુદ્દો બનાવવામાં લાગી ગયા છે.

એડીજીપી કાયદો અને વ્યવસ્થા નવદીપ વિર્કે સમગ્ર ઘટનાક્રમ માટે ખેડૂતોને જવાબદરા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોના હુમલામાં 10 પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. ખેડૂતોના હુમલામાં જીવ બચાવવા માટે પોલીસે આત્મરક્ષા માટે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. કોંગ્રેસ અને ઈનેલો નેતાઓએ ખેડૂતો પર થયેલા લાઠીચાર્જની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

SDMનો આયુષ સિન્હાનો વીડિયો વાઈરલ
ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ દરમિયાન SDM(સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) કરનાલ અયુષ સિન્હાનો સખ્તી દર્શાવવાનો આદેશ આપતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં એસડીએમ ડ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે પોલીસ કર્મચારીઓને કહી રહ્યાં છે કે હું ડયુટી મેજિસ્ટ્રેટ છું. આ નાકુ કોઈ પણ સ્થિતિમાં પાર ન થાય, જે પણ આગળ નીકળવાની કોશિશ કરે તેને મારજો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. જોકે વીડિયો ઘટનાસ્થળ બસતાડા ટોલ પ્લાઝાનો નથી, જોકે તે કલંદરી ગેટ ડેરા કાર સેવાની પાસેના નાકાનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

વીડિયોમાં શું બોલી રહ્યાં છે એસડીએમ
એસડીએમઃ અહીંથી કોઈ આગળ ન જવું જોઈએ. સ્પષ્ટ કરી રહ્યો છું કે જે આગળ જાય તેનું માથુ ફોડી નાંખો. હું ડ્યુટી મેજિસ્ટ્રેટ છું. લખીને આપ છું. સીધી જ લાકડી મારજો, કોઈ ડાઉટ. મારશોને...?
પોલીસવાળાનો જવાબઃ જી સર
એસડીએમઃ કોઈ ડાઉટ નથી. કોઈ ડાયરેક્શનની જરૂરિયા નથી. ક્લીયર છે. આ નાકુ કોઈ પણ સ્થિતિમાં અમે પાર થવા દઈશું નહિ. અમારી પાસે પુરતા પ્રમાણમાં 100ની ફોર્સ છે. કોઈ ઈશ્યું નથી. સારું. હેલમેટ પહેરીલો. હું આખી રાત સુતો નથી. બે દિવસથી ડ્યુટી કરી રહ્યો છું. અહીંથી એક માણસ ન જવો જોઈએ. જો જાય તો તેનું માથુ ફુટેલુ હોવું જોઈએ.

આ છે સમગ્ર મામલો
કરનાર પોલીસે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર શનિવારે જોરદાર લાઠીચાર્જ કર્યો. આ દરમિયાન લગભગ 10 ખેડૂતોને ઈજા થઈ છે. આ દરમિયાન કરનાલ એસડીએમ આયુષ સિન્હાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પોલીસ કર્મચારીઓને દેખાવ કરનારનું માથું ફોડી નાખવાની અપીલ કરી રહ્યાં છે.

હરિયાણા પોલીસ 130 ખેડૂતોની વિરુદ્ધ કેસ નોંધ્યા કરનાલમાં શનિવારે બીજેપી નેતાઓને રોકવાની કોશિશ કરી રહેલા ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યા પછી સમગ્ર રાજ્યમાં થયેલા દેખાવોને લઈને હવે કેસ નોંધવવાના શરૂ થયા છે. બાસતાડા ટોલ પ્લાઝા પર લાઠીચાર્જ અને 17 ખેડૂતોની ધરપકડ પછી હરિયાણાના ઘણા ભાગમાં ખેડૂતોએ હાઈવે બંધ કરી દીધા અને ઘણા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ દેખાવો કર્યા. શનિવારે સાંજે ખેડૂતોની ધરપકડ પછી મામલો ઠંડો પડી ગયો. જોકે હવે આ મામલામાં હરિયાણા પોલીસે લગભગ 130 ખેડૂતોની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...