તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Scorpion Owner Dies In Antilia Case: Mansukh's Post Mortem Report Will Come Today, These 5 Points Prove The Theory Of Suicide Wrong

એન્ટિલિયા કેસમાં સ્કોર્પિયોના માલિકનું મોત:પોસ્ટમોર્ટમમાં મૃત્યુના કારણનો ખુલાસો કરાયો નહીં, વિસરા તપાસ માટે મોકલવામાં આવ્યો,આત્મહત્યાની થિયરીને ખોટી સાબિત કરે છે આ 5 પોઇન્ટ્સ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આત્મહત્યાનો દાવો કર્યો, પણ મોઢા પર 5 રૂમાલ બાંધવામાં આવ્યા હતા
  • શુક્રવારે કલાવા ક્રિકથી મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો છે

રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર મળેલી સ્કોર્પિયોના માલિક હિરેનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ શનિવારે પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. જોકે, પોસ્ટમોર્ટમમાં મૃત્યુના કારણ અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. વિસરા પ્રિસર્વ કરી આગળની તપાસ માટે તે મોકલવામાં આવ્યો છે.

આ અગાઉ પ્રાથમિક તપાસમાં પોલીસને લાગે છે કે મનસુખે આત્મહત્યા કરી હતી. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે વિધાનસભામાં આપેલું નિવેદન પણ આ તરફ જ ઈશારો કરતું હતુ. જે સ્થિતિમાં મનસુખની લાશ મળી છે એ કંઈક અલગ જ કહાની દર્શાવતી હોય એમ લાગે છે.

આત્મહત્યાની થિયરીને ખોટી સાબિત કરે છે આ 5 પોઇન્ટ્સ
1. મનસુખના ચહેરા પર રૂમાલો બાંધેલા હતા

મનસુખના મોત પછી તેની લાશ કીચડમાંથી બહાર કાઢવામાં આવી હતી; એનો એક વીડિયો સામે આવ્યો છે. એમાં જોવા મળે છે કે તેના આખા શરીર પર કીચડ લાગેલો છે અને ચહેરા પર પાંચ રૂમાલ બાંધેલા છે. તેમના પડોશીઓનું કહેવું છે કે કોઈ આત્મહત્યા કરે તો ચહેરા પર પાંચ રૂમાલ કેમ બાંધ્યા હશે.

2. મનસુખના મોટા ભાઈએ આને હત્યા ગણાવી
મનસુખના મોટા ભાઈ વિનોદ હિરેને આ ઘટનાને હત્યા ગણાવીને ઉચ્ચ સ્તરની તપાસની માગણી કરી છે. વિનોદે જણાવ્યું હતું કે તેની અને મનસુખની વચ્ચે કોઈ વાત છુપાયેલી નહોતી. તે મોટા ભાઈ સાથે દરેક વાત શેર કરતો હતો. અધિકારી જ્યારે પણ મનસુખને તપાસ માટે બોલાવતા હતા ત્યારે મનસુખ જતો હતો અને તપાસમાં સહયોગ પણ કરતો હતો. વિનોદે કહ્યું હતું કે જો મનસુખ માનસિક તણાવમાં હોત તો મને ચોક્કસ ખબર પડત. વિનોદના જણાવ્યા પ્રમાણે, મનસુખની થાણેના ત્રણ પેટ્રોલ પંપ પર સ્પેર પાર્ટ્સની દુકાન હતી. તેમના ત્રણ દીકરા છે. તે આર્થિક રીત સધ્ધર હતો, તો પછી સુસાઈડ કેમ કરે?

3. ઘરેથી ગયા પછી થોડા જ કલાકોમાં ફોન બંધ આવતો હતો
મનસુખની પત્ની વિમલાએ કહ્યું હતું કે ગુરુવારે રાત્રે 8 વાગે કાંદિવલી ક્રાઈમ બ્રાન્ચથી કોઈ તાવડે નામના અધિકારીનો ફોન આવ્યો હતો. ત્યાર પછી મનસુખે કહ્યું હતું કે તે થોડીવારમાં જ જઈને આવે છે. વિમલાએ રાત્રે 10 વાગે ફોન કર્યો તો તેમનો ફોન બંધ આવતો હતો અને જ્યારે તેઓ રાત્રે 1 વાગ્યા સુધી પાછા ના આવ્યા ત્યારે વિમલાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

4. મનસુખને તરતા આવડતું હતું
મનસુખના ભાઈ વિનોદે જણાવ્યું હતું કે મનસુખને સારી રીતે તરતા આવડતું હતું અને તે સોસાયટીના બાળકોને પણ તરતા શીખવતો હતો. જે વ્યક્તિ બીજાને પાણીથી બચતા શીખવતો હોય તે જાતે પાણીમાં કૂદીને કેવી રીતે જીવ આપી શકે છે. પડોશીઓનું કહેવું છે કે, મનસુખ કલાકો સુધી પાણીમાં તરી શકતો હતો, તેથી તેનું ડૂબીને મોત ના થઈ શકે.

5. પોલીસે આ મામલે આપ્યું નિવેદન
એન્ટિલિયા બહાર મળેલી કાર મામલે પહેલાં તપાસ અધિકારી રહેલા મુંબઈ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન વઝેએ કહ્યું હતું કે મનસુખે એક ફરિયાદમાં કહ્યું હતું કે અમુક અધિકારીઓ અને પત્રકારો તેને પરેશાન કરી રહ્યા છે. સચિન તે જ વ્યક્તિ છે જેના વિશે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ગંભીર આરોપ લગાવ્યા હતા. ફડણવીસના જણાવ્યા પ્રમાણે, સચિન અને મનસુખ એકબીજાને ઓળખતા હતા. સચિને પણ માન્યું છે કે તે મનસુખથી પરિચિત હતા.