• Gujarati News
  • National
  • Scindia's Tongue Licked, Appeals To Press Paw Button Instead Of Lotus In Support Of Imrati

મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી:સિંધિયાની જીભ લપસી, ઇમરતીના સમર્થનમાં કમળની જગ્યાએ પંજાનું બટન દબાવવા અપીલ કરી

એક વર્ષ પહેલા
  • ડબરામાં સભા કરી રહ્યા હતા જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂલ સુધારીને કહ્યું- પંજાવાળા બટનને બોરીયા બિસ્તર બાંધીને રવાના કરીશું

મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીને લઇને નેતાઓના ભાષણો ચાલુ છે. એવામાં ઉતાવળમાં કેટલાક નેતાઓની જીભ પણ લપસી રહી છે. શનિવારે એક જાહેર સભામાં કોંગ્રેસથી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાની જીભ લપસી હતી. તેમણે ડબરાના ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીના સમર્થનમાં કમળને બદલે કોંગ્રેસનું પંજાનું બટન દબાવીને મત આપવા અપીલ કરી હતી.

સિંધિયા શનિવારે ડબરામાં ભાજપના ઉમેદવાર ઇમરતી દેવીના સમર્થનમાં આયોજીત સભામાં ભાષણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો તેમના પર વિશ્વાસ છે તો હાથ ઉંચો કરો મને વિશ્વાસ અપાવો. આપણી ડબરાની જાનદાર અને શાનદાર જનતા અમને વિશ્વાસ અપાવે કે 3 તારીખના રોજ ઇમરતી દેવીને વિજય અપાવશો. તે જ સમયે તેમની જીભ લપસી ગઈ અને તેમના મોઢામાંથી નીકળી ગયુ- 'એક મુઠ્ઠી બાંધીને વિશ્વાસ અપાવો કે 3 તારીખે હાથના પંજાવાળું બટન દબાવશો.'

રવિવારે ચૂંટણી પ્રચાર પૂરો થયાના એક દિવસ પહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને સિંધિયાએ ઇમરતી દેવીના સમર્થનમાં અનેક સભાઓને સંબોધન કર્યું હતું.
રવિવારે ચૂંટણી પ્રચાર પૂરો થયાના એક દિવસ પહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને સિંધિયાએ ઇમરતી દેવીના સમર્થનમાં અનેક સભાઓને સંબોધન કર્યું હતું.

ભુલ થતાં જ બોલ્યા- કમળનું બટન દબાવશો
પાછળથી સિંધિયાએ ભૂલ સુધારી ત્યારે તેને ખબર પડી કે તેણે ખોટું બોલ્યા છે. તેમણે કહ્યું કે તે કમળના ફૂલવાળું બટન દબાવશો. પંજાવાળા બટનના બોરીયા બિસ્તર બાંધીને અમે અહીયાથી રવાના કરીશું.

સિંધિયાએ બાદમાં કહ્યું કે પંજા વાળા બટનના બોરિયા-બિસ્તર બાંધીને અને અહીથી રવાના કરીશું.
સિંધિયાએ બાદમાં કહ્યું કે પંજા વાળા બટનના બોરિયા-બિસ્તર બાંધીને અને અહીથી રવાના કરીશું.

કોંગ્રેસનું ટ્વિટ

અન્ય સમાચારો પણ છે...