તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Scindia Rane Left For Delhi, Chirag's Uncle Bought A Kurta In Patna; JDU Wants 4 Ministers From Its Own Quota

મોદી કેબિનેટ માટે દિલ્હી દોડ:સિંધિયા-રાણે-સોનોવાલ દિલ્હી રવાના, 4 મંત્રીપદ માગી રહેલા JDUએ પણ આરસીપી સિંહને BJP હાઇકમાન્ડ સાથે વાત કરવા મોકલ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકાર બુધવારે કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે
  • મોદી કેબિનેટમાં હાલમાં 28 મંત્રીપદ ખાલી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે, એટલે કે બુધવારે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. એના એક દિવસ પહેલાં જ હલચલ તીવ્ર બની ગઈ છે અને આમાં જ મંત્રી બનનારાનાં સંભવિત નામ સ્પષ્ટ થતાં જાય છે, જેમ કે મધ્યપ્રદેશથી ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને અચાનક દિલ્હીથી તેડું મળ્યું છે. તો આ તરફ મહારાષ્ટ્રથી નારાયણ રાણે અને ઉત્તરપ્રદેશના કોશાંબીથી સાંસદ વિનોદ સોનકર પણ સાંજે દિલ્હી પહોંચી રહ્યા છે. આસામથી સર્વાનંદ સોનોવાલ પણ દિલ્હી પહોંચી ગયા છે.

LJPને બે ભાગમાં વિભાજિત કરનાર ચિરાગ પાસવાનના કાકા પશુપતિનાથ પારસ પટનામાં કુર્તાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન NDAમાં સામેલ JDUએ માગ કરી છે કે તેને કેબિનેટમાં પોતાના 4 મંત્રી જોઈએ.

મોદી કેબિનેટમાં 28 મંત્રીપદ ખાલી, કાલે 22 મંત્રી શપથ લઈ શકે છે
7 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. જાણકારી મુજબ, મોદી 2.0નું પ્રથમ વિસ્તરણ બુધવારે સવારે 11 વાગે થશે. કેબિનેટમાં હાલમાં 28 મંત્રીપદ ખાલી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે 17-22 સાંસદોને મંત્રીપદના શપથ અપાવવામાં આવી શકે છે. સૂત્રો મુજબ, મોદીએ 2 દિવસ સુધી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના સંગઠન મંત્રી બીએલ સંતોષ સાથે કેબિનેટ વિસ્તરણ બાબતે બેઠક કરી હતી.

કેબિનેટ વિસ્તરણ માટે JDUની ફોર્મ્યુલા
બિહારમાં ભાજપના 17 સાંસદ છે અને કેન્દ્રમાં અહીંના 5 મંત્રી છે. JDUના 16 સાંસદ છે અને કેન્દ્રમાં તેના કોઈ મંત્રી નથી એવામાં JDUએ 4 મંત્રીપદ માગ્યા છે. પાર્ટીનું કહેવું છે કે તેને 2 મંત્રી અને 2 રાજ્યમંત્રી જોઈએ.

થાવરચંદના જવાથી વધુ 3 નેતાનો રસ્તો ખૂલ્યો
થાવરચંદ ગેહલોતને સોશિયલ જસ્ટિસ મિનિસ્ટરપદ પરથી દૂર કરીને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પહેલાં જ ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા માટે કેબિનેટમાં મધ્યપ્રદેશ કોટાની સીટ થઈ ગઈ છે, સાથે જ વધુ 3 નેતાનો મંત્રી બનવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. થાવરચંદના જવાથી ખાલી થયેલી રાજ્યસભાની સીટ માટે કૈલાસ વિજયવર્ગીય, દિનેશ ત્રિવેદી અને જિતિન પ્રસાદની દાવેદારી બની રહી છે. તેમાંથી કોઈ રાજ્યસભા પહોંચે છે તો તેમને પણ મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

મહાકાલ પહોંચ્યા સિંધિયા, દર્શન બાદ તરત જ દિલ્હી બોલાવાયા

સિંધિયાએ મંગળવારે સવારે ઉજ્જૈનમાં મહાકાલનાં દર્શન કર્યા હતા. તેઓ જેવા જ મંદિરમાથી દર્શન કરીને બહાર નીકળ્યા કે તરત જ તેમને ભાજપ હાઇકમાન્ડનો ફોન આવ્યો હતો. ત્યાર બાદ સિંધિયાએ આગળના બધા જ કાર્યક્રમ રદ કરી નાખ્યા હતા. તેઓ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. સિંધિયાએ ઉજ્જૈનમાં કહ્યું- મને મહાકાલ મંદિરમાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. મારે એ જ પ્રાર્થના છે કે કોરોના સામેની આ લડાઈમાં ભગવાન સૌને આશીર્વાદ આપે.

કુર્તા ખરીદતા પશુપતિ પારસે કહ્યું હતું- રાજને રાજ રહેવા દો

LJPના પશુપતિ પારસે પટનામાં કુર્તાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. તેમનું નામ પણ મોદી કેબિનેટમાં સંભવિતોમાં છે. જોકે જ્યારે તેમને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો કે શું આપ શપથ ગ્રહણ કરવાના છો? શું તમને કેબિનેટમાં સામેલ કરવા ફોન આવ્યો હતો? આ સવાલ પર તેમણે કહ્યું હતું કે- રાજને રાજ જ રહેવા દો.

અન્ય સમાચારો પણ છે...