• Gujarati News
  • National
  • Scindia Ordered For Smoking On Plane, Probe Into Incident Of Pegging On Public Road In Uttarakhand

બોબી કટારિયાનો VIDEO VIRAL:પ્લેનમાં સ્મોકિંગનો વીડિયો વાયરલ થયા બાદ સિંધિયાએ તપાસના આદેશ આપ્યા, ઉત્તરાખંડમાં જાહેર રસ્તા પર પેગ પણ બનાવ્યો હતો

રેવાડી2 મહિનો પહેલા

વિવાદોમાં ઘેરાયેલો બોબી કટારિયા ફરી એકવખત ચર્ચામાં છે. આ વખતે તેમના બે વીડિયો વાયરલ થયા છે. જેમાંથી એકમાં તે પ્લેનમાં સીટ પર બેસીને સ્મોકિંગ કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા વીડિયોમાં રસ્તા વચ્ચે ખુરશી મૂકીને પેગ ભરતો દેખાય છે. જેમાંથી શરાબ પીતો વીડિયો દેહરાદૂનનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડના DGP અશોક કુમારે દેહરાદૂન SSPને તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. પ્લેનમાં સ્મોકિંગ કરવાના મામલે યુનિયન સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ તપાસના આદેશ આપ્યા છે. તે પણ સ્પષ્ટ નથી થતું કે બંને વીડિયો ક્યારે-ક્યારે શૂટ કરવામાં આવ્યા છે.

ઉમેશ કુમારના નામના એક યૂઝરે બોબી કટારિયાનો વીડિયો ટ્વિટ કરતા ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ કાર્યવાહીની માગ કરી છે.
ઉમેશ કુમારના નામના એક યૂઝરે બોબી કટારિયાનો વીડિયો ટ્વિટ કરતા ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ કાર્યવાહીની માગ કરી છે.

પહેલી વખત પોલીસ સાથે માથાકૂટ કરીને આવ્યો હતો ચર્ચામાં
બોબી કટારિયા હરિયાણાના ગુરુગ્રામમાં રહેવાસી છે. સંપન્ન પરિવારમાંથી આવતા બોબી કટારિયાએ 5 વર્ષ પહેલાં 2017માં તે સમયે એકાએક ચર્ચામાં આવ્યો જ્યારે ગુરુગ્રામ અને ફરીદાબાદમાં બોબીએ પોલીસ વિરૂદ્ધ કેમ્પેન શરૂ કરી દીધું હતું. તે વિવાદિત વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવા લાગ્યો. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને સીધી જ પોલીસને ધમકી અને ગાળો આપતો હતો. ઘણાં સમય સુધી આ કેમ્પેન ચાલ્યું. જે બાદ બોબી કટારિયા વિરૂદ્ધ ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કેસ પણ દાખલ થયા અને તેને જેલ પણ જવું પડ્યું હતું.

મિલિયનમાં ફોલોઅર્સ
બોબી કટારિયાને 5 વર્ષ પહેલાં સુધી લોકો માત્ર બોડી બિલ્ડર તરીકે ઓળખતા હતા, પરંતુ પોલીસ વિરૂદ્ધ કેમ્પેનિંગ શરૂ કર્યા પછી તે ચર્ચામાં આવી ગયો અને પછી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તેમજ અન્ય સોશિયલ સાઈટ પર છવાઈ ગયા. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર બોબી કટારિયાના ફોલોઅર્સ મિલિયનમાં છે. છેલ્લાં કેટલાંક સમયથી બોબી કટારિયા પ્રોડક્ટની બ્રાન્ડિંગ પણ કરી રહ્યાં છે. એટલું જ નહીં હરિયાણવી અને બોલિવૂડના કેટલાંક કલાકારોની સાથે રીલ બનાવીને પણ બોબીએ પોતાની સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...