તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Scindia Got A Call From Delhi As Soon As She Saw Mahakal; Canceled In Between The Trip And Left For Delhi

મહારાજને મહાકાલના આશીર્વાદ:મહાકાલના દર્શન કરતા જ સિંધિયાને દિલ્હીથી આવ્યો ફોન; પ્રવાસ વચ્ચે જ રદ કરીને દિલ્હી રવાના

ભોપાલ/ઉજ્જૈન25 દિવસ પહેલા
  • સિંધિયાને ભાજપ હાઈકમાન્ડનો ફોન આવતા દિલ્હીની તેડું
  • સિંધિયાને મોદી કેબિનેટમાં સ્થાન મળવાનું લગભગ નક્કી

રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને મોદી કેબિનેટમાં સ્થાન મળવાનું લગભગ નક્કી થઇ ગયું છે. સિંધિયાએ મંગળવારે સવારે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા હતા. તેઓ જેવા જ મંદિરની બહાર નીકળ્યા, ભાજપ હાઇકમાન્ડનો ફોન આવતા તેમણે દિલ્હીનું તેડું મળ્યું છે. ત્યાર બાદ સિંધિયાએ આગળના બધા જ કાર્યક્ર્મ રદ કર્યા હતા. હવે તેઓ ઇન્દોરથી જ દિલ્હીની મુલાકાતે જશે.

સિંધિયાએ ઉજ્જૈનમાં કહ્યું- મને મહાકાલ મંદિરમાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. મારી એક જ ઇચ્છા છે કે ભગવાન કોરોનાના યુદ્ધમાં માનવજાતને આશીર્વાદ આપે. જો કે દિલ્હી બોલાવવાના પ્રશ્નને ટાળ્યો હતો. તેમના એક સમર્થક નેતાએ કહ્યું કે સિંધિયાએ મંગળવારના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.

મંત્રાલય વિશે આશંકા
BJPના સૂત્રોએ જણાવ્યુ કે સિંધિયાનું કેન્દ્રમાં પણ બની રહેવું નક્કી છે, પરંતુ તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે કે પછી સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય મંત્રી તરીકે કોઈ મંત્રાલય આપવામાં આવશે, તે બાબતે હજી આશંકા છે. રતલામમાં પણ સિંધિયાને આ બાબતે સવાલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે હું પ્રવાસ પર છું અને લોકોના સુખ-દુખ વહેંચી રહ્યો છું. હું ભાજપનો એક સામાન્ય કાર્યકર છું અને તે જ અંદાજમાં કામ કરી રહ્યો છું.

એક મહીનામાં ત્રીજી વખત MPના પ્રવાસે
અટકળો વચ્ચે સિંધિયા MPમાં સતત સક્રિય છે. છેલ્લા એક મહીનાની અંદર તેઓ ત્રીજી વખત MPના પ્રવાસે પહોંચ્યા હતા. BJPમાં સામેલ થયા બાદ પ્રથમ વખત તેઓ આગર-માલવાના ક્ષેત્રોમાં BJPના સમર્થકોને મળી રહ્યા છે. નીચમ અને મંદસોરમાં પણ તેમણે ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બંને હજયાઓ પર તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે.

છેલ્લા એક મહીનાની અંદર સિંધિયાએ ત્રીજી વખત MPની મુલાકાત લીધી હતી.
છેલ્લા એક મહીનાની અંદર સિંધિયાએ ત્રીજી વખત MPની મુલાકાત લીધી હતી.

રેલવે મંત્રાલય મળવાની આશા
સિંધિયા સમર્થક એક સિનિયર નેતાએ જણાવ્યુ હતુ કે સિંધિયાને રેલવેની કમાન મળી શકે છે. જો કે તેમને શહેરી વિકાસ કે માનવ સંસાધન જેવુ મહત્વનું મંત્રાલય પણ મળવાની ચર્ચા છે. તેમણે ભાજપમાં સામેલ થયાને 15 મહિના થઈ ગયા છે. હવે ભાજપ તેમને આપેલા વચન પૂરા કરવા જઇ રહ્યું છે. તેના સંકેત દિલ્હીથી લઈને મધ્યપ્રદેશ સુધી છે. જો કોરોના ન આવ્યો હોત તો સિંધિયા 2020માં જ મોદી કેબિનેટમાં મંત્રી બની ચૂક્યા હોત.