• Gujarati News
  • National
  • Scientists Are Working Hard To Study The Possibility Of A Catastrophe On Earth 7 Times In A Month And A Half.

શું દોઢ મહિનામાં થશે ધરતીનો વિનાશ?:ધરતી પર 7 વખત આકાશી આફત આવવાની શક્યતા, વૈજ્ઞાનિકોનું ચાલી રહ્યું છે સંશોધન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગના એસ્ટ્રોઈડ્સ 140 મીટર (459 ફુટ)થી વધુ વિશાળ કદ ધરાવે છે

આવનારા દોઢ મહિનામાં ધરતીની નજીકથી સાત મોટા એસ્ટ્રોઈડ્સ પસાર થવાના છે. તેમાંથી કેટલાક તો પિરામીડથી પણ મોટા છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ધરતીની નજીકથી પસાર થનારા આ એસ્ટેરોઈડ્સ વિજ્ઞાનિકોનું કામ વધારી રહ્યા છે. વૈજ્ઞાનિકો સતત આ એસ્ટ્રોઈડના આવવાના માર્ગ, ગતિ અને નુકસાનની આશંકાની ગણતરી કરી રહ્યા છે. તેનાથી ઘરતીને કોઈ નુકસાન તો નથી ને તે જાણવાના પણ સતત પ્રયત્નો થઈ રહ્યા છે.

તે સાત એસ્ટ્રોઈડ્સમાંથી મોટા ભાગના એસ્ટ્રોઈડ્સ 140 મીટર (459 ફુટ)થી વધુ વિશાળકાય છે. આ એસ્ટ્રોઈડને પોટેંશિયલી હઝાર્ડસ ઓબ્જેક્ટ્સ (PHO)ના લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાંથી સૌથી મોટો એસ્ટેરોઈડ 380 મીટર (1246 ફુટ)નો છે. 2 એસ્ટ્રોઈડ ઓક્ટોબરમાં પસાર થઈ રહ્યા છે. જ્યારે 5 એસ્ટ્રોઈડ નવેમ્બર મહિનામાં ધરતીની નજીકથી પસાર થશે. ચાલો જાણીએ કે ક્યા દિવસે ક્યો એસ્ટ્રોઈડ પસાર થશે... અને તેનાથી શું જોખમ છે.

ફાઈલ ફુટેજ
ફાઈલ ફુટેજ

1. 20 ઓક્ટોબર: 2021 SM3 એસ્ટ્રોઈડ
આ એસ્ટ્રોઈડ 20 ઓક્ટોબર 2021એ ધરતીની નજીકથી પસાર થશે. તેનો આકાર 328 ફુટથી લઈને 754 ફુટ સુધીનો હોઈ શકે છે. આ એસ્ટ્રોઈડની ધરતી સાથે અથડાવવાની શક્યતા ઓછી છે, પરંતુ તે ધરતીથી આશરે 32 લાખ કિલોમીટર દુરથી નીકળશે. અંતરિક્ષની દુનિયામાં લાખો કિલોમીટરનું અંતર બહુ વધુ નથી હોતી. એક ડિગ્રીના ફેરફારથી પણ મોટી તબાહી આવી શકે છે.

2. 25 ઓક્ટોબર: 2017 SJ20
આ એસ્ટ્રોઈડ 25 ઓક્ટોબર 2021એ પૃથ્વીની નજીકથી પસાર થશે. આ 295 ફુટથી લઈને 656 ફુટ ફુટના આકારનો હોઈ શકે છે. આ ધરતીથી આશરે 71 લાખ કિલોમીટર દુરથી પસાર થશે. તેનાથી પણ ધરતીને કોઈ જોખમ નથી.

ફાઈલ ફુટેજ
ફાઈલ ફુટેજ

3. 2 નવેમ્બર: 2017 TS3
આ એસ્ટ્રોઈડ 321 ફુટથી લઈને 721 ફુટ લાંબો હોઈ શકે છે. આ ધરતીથી આશરે 53 કિલોમીટર દુરથી પસાર થશે. પરંતુ આનો આકાર ખૂબ જ મોટો છે. જો આના માર્ગમાં થોડો પણ ફેરફાર થશે તો પૃથ્વી માટે જોખમી સાબિત થઈ શકે છે. આ એક રાજ્ય પૂરુ કરી શકે છે. અથવા તો સમુદ્રમાં મોટી ત્સુનામી લાવી શકે છે.

4. 13 નવેમ્બર: 2004 UE
આ એસ્ટ્રોઈડ 557 ફુટથી લઈને 1246 ફુટ લાંબો હોઈ શકે છે. આ પૃથ્વીથી આશરે 42 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે. તે પણ પોટેંશિયલી હઝાર્ડસ ઓબ્જેક્ટ્સ (PHO)ના લીસ્ટમાં સામેલ એસ્ટ્રેરોયડ છે, એટલે કે જો પૃથ્વી પર આવ્યો તો તબાહી મચાવી શકે છે.

ફાઈલ ફુટેજ
ફાઈલ ફુટેજ

5. 20 નવેમ્બર: 2016 JG12
આ એસ્ટ્રોઈડ 20 નવેમ્બરે ધરતીથી આશરે 55 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે. તેનો આકાર 623 ફુટનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેની સ્પિડ ખૂબ જ ઝડપી છે પરંતુ વૈજ્ઞાનિતોએ આ વાતનો ખુલાસો નથી કર્યો.

6. 21 નવેમ્બર: 1982 HR
નવેમ્બરનો મહિનો અંતરીક્ષના જોખમો વચ્ચે પસાર થશે. 21 નવેમ્બરે ધરતીની નજીકથી 984 ફુટ લાંબો એસ્ટ્રોઈડ પસાર થશે. આને 3361 ઓરફિયસ (3361 Orpheus)પણ બોલાવામાં આવે છે. આ ધરતીથી આશરે 57 લાખ કિલોમીટર દુરથી પસાર થશે.

7. 29 નવેમ્બર: 1994 WR12
આ એસ્ટ્રોઈડનો આકાર 301 ફુટથી લઈને 688 ફુટ વચ્ચે હોઈ શકે છે. આ પૃથ્વીથી આશરે 61 લાખ કિલોમીટર દુરથી નીકળશે પરંતુ આને પણ ખતરનાક એસ્ટ્રોઈડની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે. કેમકે તેની સ્પિડ ખૂબ જ ઝડપી છે.

અન્ય સમાચારો પણ છે...