દિલ્હીમાં સ્કૂલો ફરી ખુલશે:આવતીકાલથી 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાયુ પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ દિલ્હીમાં સ્કૂલો બંધ કરવામાં આવી હતી જે હવે ફરી શરુ કરવામાં આવી છે - Divya Bhaskar
વાયુ પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ દિલ્હીમાં સ્કૂલો બંધ કરવામાં આવી હતી જે હવે ફરી શરુ કરવામાં આવી છે

દિલ્હી-NCRમાં કમીશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ શનિવાર એટલે કે 18 ડિસેમ્બરથી 6 થી 12માં ધોરણ સુધીની સ્કૂલો ખોલવાની મંજૂરી આપી છે. કાલથી દરેક કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ શરુ કરવામાં આવશે. તે સાથે જ 5માં ધોરણ સુધીની સ્કૂલ 27 ડિસેમ્બરથી ખોલવાની પરવાનગી આપી છે. CAQMની મંજૂરી બાદ દિલ્હી સરકારે પણ આદેશ જાહેર કર્યો છે.

દિલ્હીમાં પ્રદૂષણને કારણે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણમાં તો રાહત થઈ છે પરંતુ ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. સરકારને સ્કૂલો ફરીથી ખોલવા અંગે ઘણી અરજીઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ આયોગે AOIમાં યોગ્ય સુધારો થવાને કારણે ફરીથી સ્કૂલો ખોલવાની મંજરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...