• Gujarati News
 • National
 • Schools Closed In 4 Districts Of Haryana Near Delhi; Asked The Private government Office To Get The Employees To Work From Home

પોલ્યૂશનથી લોકડાઉન:દિલ્હીથી નજીક હરિયાણાના 4 જિલ્લામાં સ્કૂલ બંધ; ખાનગી-સરકારી ઓફિસને કહ્યું- કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાવો

ચંડીગઢ/સોનીપત/ઝઝ્ઝર20 દિવસ પહેલા
 • કૉપી લિંક

દિલ્હી-NCRમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક બની છે ત્યારે હરિયાણા સરકારે પ્રદેશના ચાર જિલ્લા જેવા કે ગુરુગ્રામ, સોનીપત, ફરીદાબાદ અને ઝઝ્ઝરમાં સ્કૂલ બંધ કરી દીધી છે. આ ચારેય જિલ્લા NCRમાં આવે છે. સાથે જ તમામ સરકારી અને ખાનગી કાર્યલયોના કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ કરવાનું કહેવામાં આવ્યું છે.

હરિયાણા સરકારે પ્રદૂષણના વધતા સ્તરને કારણે આ નિર્ણય લીધો છે. દિલ્હી સરકાર પહેલાંથી જ આ અંગે નિર્ણય લઈ ચુકી છે. હરિયાણા સરકારે તાત્કાલિક પ્રભાવથી નવા નિર્દેશ લાગુ કરી દીધા છે. આ નિર્દેશ 17 નવેમ્બર સુધી લાગુ રહેશે. જિલ્લા પ્રશાસને પોતાના અધિકાર ક્ષેત્રમાં તેનો વ્યાપક પ્રચાર સુનિશ્ચિત કરશે.

વાંચોઃ SCએ પ્રદૂષણ અંગે ટકોર કરતાં દિલ્હીમાં એક સપ્તાહ સ્કૂલ બંધ રહેશે, કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે, અમદાવાદમાં પણ AQI ચિંતાજનક સ્તરે

હરિયાણા સરકારે લીધા આ મહત્વપૂર્ણ નિર્ણયો

 • તમામ સરકારી અને બિન સરકારી સ્કૂલમાં ફિઝિકલ અભ્યાસ 17 નવેમ્બર સુધી બંધ રહેશે.
 • પ્રદૂષણ ઘટાડવા માટે રસ્તાઓ પર વાહનોની સંખ્યા 30 ટકા સુધી ઓછી કરાશે.
 • રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે ખાનગી-સરકારી કાર્યાલયોમાં વર્ક ફ્રોમ હોમને મહત્વ આપવામાં આવશે.
 • તમામ પ્રકારના નિર્મણાત્મક અને વિકાસાત્મક પ્રવૃતિઓને સંપૂર્ણપણે બંધ રહેશે.
 • તમામ સ્ટોન ક્રશર અને હોટ મિક્સ પ્લાન્ટ સંપૂર્ણ રીતે બંધ રહેશે.
 • કોઈ પણ મ્યુન્સિપલને કચરો સળગાવવાની મંજૂરી નહીં.
 • કોઈ પણ પ્રકારના અવશેષને સળગાવવા પર પ્રતિબંધ
 • મેન્યુઅલ રોડ સાફ કરવા પર પણ પ્રતિબંધ. ડસ્ટ પોલ્યૂશન રોકવા માટે રસ્તા પર પાણીનો છંટકાવ સુનિશ્ચિત કરાશે.
 • તમામ જિલ્લાધિકારી આ નિયમોનું પાલન કરશે અને વ્યાપક તપાસ સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત નિરીક્ષણ દળ બનાવશે.
દિલ્હીના લોધી ગાર્ડનમાં પ્રદૂષણમાં કસરત કરતા લોકો
દિલ્હીના લોધી ગાર્ડનમાં પ્રદૂષણમાં કસરત કરતા લોકો

દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે દિલ્હી
દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે એ તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર છે.

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકરો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી હતી.

અમદાવાદમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિતાજનક લેવલ પર
બીજી બાજુ ગુજરાતમાં અમદાવાદમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ચિંતાજનક સ્તર સુધી વધી રહ્યો છે. અમદાવાદમાં ખાસ કરીને વટવા કે જે ઔદ્યોગિક વિસ્તાર છે ત્યા AQI 194 જેટલો છે જ્યારે મણીનગર સહિતના વિસ્તારોમાં પણ આ લેવલ 170-171 પર છે.

PM2.5 સ્તરમાં વધારો થવાને કારણે ફેફસાંને નુકસાન
CPCB અનુસાર, દિલ્હીની હવામાં ફેફસાને નુકસાન પહોંચાડતા PM2.5 (ખૂબ જ ઝીણા ધૂળના કણો)નો સ્તર મધ્યરાત્રિની આસપાસ 300ના આંકને પાર થઈ ગયો હતો. સાંજે 4 વાગ્યે એ 381 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. હવા સુરક્ષિત રહે એ માટે PM2.5નો સ્તર 60 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવો જોઈએ. હાલમાં એ સલામત મર્યાદા કરતાં લગભગ 6 ગણો વધુ છે. PM2.5 એટલું જોખમી છે કે એ ફેફસાંનું કેન્સર અને શ્વસનસંબંધી ગંભીર રોગોનું કારણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...