શિક્ષણ:15 જુલાઈ પછી શાળાઓ ખૂલી શકે, 1 દિવસમાં 50% વિદ્યાર્થી આવી શકશે 

નવી દિલ્હી2 વર્ષ પહેલાલેખક: અમિત કુમાર નિરંજન
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કેન્દ્ર સરકાર જલદી જ ગાઈડલાઈન્સ જારી કરશે

કોરોના સંકટને કારણે માર્ચ મહિનાથી બંધ સ્કૂલો 15 જુલાઈથી શરૂ થઈ શકે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય સ્કૂલોમાં અભ્યાસ માટે ગાઈડલાઈન્સ તૈયાર કરી રહ્યું છે જે ટૂંકમાં જ જાહેર કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ એક દિવસમાં 33 ટકા કે 50 ટકા બાળકોને જ સ્કૂલે આવવાની મંજૂરી મળશે. ઉપલબ્ધ સંસાધનોના આધારે રાજ્ય સરકાર અને સ્કૂલ મેનેજમેન્ટ નક્કી કરશે કે કેટલાં બાળકોને બોલાવવા છે. 
33 ટકાની ફોર્મ્યૂલા લાગુ કરનારી સ્કૂલોમાં સપ્તાહમાં બે દિવસ જ સ્કૂલે જઈ શકશે
વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે હાથ ધોવાની સુવિધા, ટોઈલેટ, પીવાના પાણીના નળ વગેરેની સંખ્યા વધારવી પડી શકે છે. 50 ટકા વિદ્યાર્થીઓની ફોર્મ્યૂલા લાગુ કરનારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સપ્તાહમાં ત્રણ અને 33 ટકાની ફોર્મ્યૂલા લાગુ કરનારી સ્કૂલોમાં સપ્તાહમાં બે દિવસ જ સ્કૂલે જઈ શકશે. બાકી દિવસોમાં ઓનલાઈન અભ્યાસ કરવાનું રહેશે. ચેપની સ્થિતિના આધારે જ જૂનના અંતિમ સપ્તાહમાં ગાઈડલાઈન્સનું રિવ્યૂ કરાશે. 

અન્ય સમાચારો પણ છે...