ઉત્તરપ્રદેશનાં મથુરામાં એક વિદ્યાર્થીએ ટીચર પર હુમલો કર્યો હતો. મારામારીની આ ઘટના મથુરાનાં વૃંદાવન થાના ક્ષેત્રનાં વિદ્યાપીઠ ઈંટર કોલેજની છે. ગૌધૂલિપુરમનાં રહેવાસી પંકજ સિંહ વૃંદાવન ઈંટર કોલેજમાં 2004થી સહાયક ટીચર તરીકે ગણિત ભણાવે છે. પંકજ દસમાં ધોરણમાં ભણાવતા હતા, એ સમયે ક્લાસમાં ધણાં બધા વિદ્યાર્થીઓ હતા એમાંથી એકને ઉભો કરી ગણિતની ચોપડી માંગી હતી એની પાસે ચોપડી અને નોટબૂક કશું જ નોહતું. આ વાત પર ટીચર પંકજ સિંહનો પારો ચઢતા એણે વિદ્યાર્થીને ઠપકો આપ્યો અને વિદ્યાર્થીને ક્લાસની બહાર જવાનું કહ્યું હતું. પણ વિદ્યાર્થી બહાર જતા-જતા પંકજ (શિક્ષક)ને કઈં બોલવા લાગે છે. આ વાતે પંકજ વિદ્યાર્થીની પીઠ પર મુક્કો મારે છે. અને ત્યારે વિદ્યાર્થીએ જવાબી હુમલો કર્યો હતો. પંકજનો કોલર પકડી, ટેબલ પર પાડી એનાં પર મુક્કાવાળી કરવા લાગે છે. બંન્નેને ઝગડતા જોઈ ત્યાં રહેલા વિદ્યાર્થીઓ, હુમલાખોર વિદ્યાર્થીને પકડી છૂટો પાડે છે. ઘટના વિશે ટીચરે આચાર્યને જાણ કરે ત્યાં સુધી વિદ્યાર્થી ત્યાંથી નાસી છૂટે છે. વૃંદાવન થાનાનાં પોલીસ ઈંસ્પેક્ટર સૂરજપાલ શર્માએ આ વિશે જણાવ્યું કે,વિદ્યાર્થીએ ટીચર પર હુમલો કર્યો એનો વીડિયો સામે આવ્યો છે. અને ટીચરની ફરિયાદ પર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.