મધ્યપ્રદેશ:કૂતરાને દોરડાથી બાંધી લાકડાના ફટકાં માર્યા, નિર્દયી યુવક મારતો રહ્યો અને લોકો તમાશો જોતાં રહ્યા

15 દિવસ પહેલા

મધ્યપ્રદેશના દેવાસની એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક સફાઇકર્મીએ કૂતરાને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઊતારી દીધું હતું. જેનો વીડિયો ત્યાં હાજર લોકોએ બનાવી લીધો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવકે કૂતરાને દોરડાંથી બાંધીને પકડી રાખ્યું અને બીજો યુવક લાકડી લઈને તૂટી પડ્યો હતો. નિસહાય કૂતરું બચવા માટે બૂમાબૂમ કરી રહ્યું છે અને અંતે અસહ્ય કૂતરું મોતને ભેટે છે. મહત્ત્વનું છે કે, આ ઘટના સામે આવતાં સફાઇકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે અને તેની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...