નૂપુર શર્મા વિરૂદ્ધ દાખલ તમામ FIR દિલ્હી ટ્રાંસફર:SCએ કહ્યું- તમામ મામલાની તપાસ દિલ્હી પોલીસ કરશે, ત્યાં સુધી ધરપકડ પર રોક

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
નૂપુર શર્માએ જીવનું જોખમ હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. - Divya Bhaskar
નૂપુર શર્માએ જીવનું જોખમ હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

પયંગબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપ્યા બાદ મુશ્કેલીમાં આવેલી ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસિટસ જેબી પારડીવાલાની સ્પેશિયલ બેંચે નૂપુર વિરૂદ્ધ તમામ કેસ દિલ્હી ટ્રાંસફર કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે હવે દિલ્હી પોલીસ જ આ તમામ કેસની તપાસ કરશે. અને જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી નૂપુરની ધરપકડ પર પણ રોક લગાડી દેવામાં આવી છે.

નૂપુર શર્માએ જીવ જોખમમાં હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી. જેમાં અનેક રાજ્યમાં તેના વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી FIRને ક્લબ અને ટ્રાંસફર કરવાની માગ કરી હતી. આ અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.

19 જુલાઈએ ધરપકડ પર રોક લગાડવામાં આવી હતી
આ પહેલાં 19 જુલાઈએ થયેલી સુનાવણીમાં કોર્ટે 10 ઓગસ્ટ સુધી તેમની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. કોર્ટે 8 રાજ્યો અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. કોર્ટે રાજ્યોને નિર્દેશ આપ્યા હતા કે નૂપુર શર્મા વિરૂદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે.

1લી જુલાઈએ કોર્ટે કહ્યું- માત્ર તમે જ જવાબાદર
આ પહેલાં 1 જુલાઈએ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શર્માને કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી. કોર્ટે પયંગબર પર તેમની ટિપ્પણી પછી ભડકેલી હિંસાને લઈને 'એકલા તમે જ જવાબદાર' ગણાવ્યા હતા. કોર્ટે ત્યારે કહ્યું હતું કે નૂપુરે ટેલિવિઝનમાં ધર્મ વિશેષ વિરૂદ્ધ ઉશ્કેરીજનક ટિપ્પણી કરી હતી.

તેમને લોકોની ભાવનાને ભડકાવી છે અને દેશભરમાં હાલ જે કંઈ થઈ રહ્યું છે, તેના જવાબદાર નૂપુર જ છે. તેમને દેશની સુરક્ષા માટે ખતરો ઊભો કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે પોતાા નિવેદન પર માફી પણ તેમને શરતો સાથે જ માગી, તે પણ ત્યારે જ્યારે લોકોનો ગુસ્સો ભડકી ગયો હતો. આ તેમની જિદ અને અભિમાનનું ઉદાહરણ પુરું પાડે છે.

કોર્ટે કહ્યું કે તેનાથી શું ફરક પડે છે કે તેઓ એક પાર્ટીના પ્રવક્તા છે. તે એવું વિચારે છે કે તેમની પાસે સત્તાનું સમર્થન છે અને તેઓ કાયદા વિરૂદ્ધ જઈને કંઈ પણ બોલી શકે છે.

ભાજપે નૂપુર શર્મા વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી
27 મેનાં રોજ એક ટીવી ડિબેટમાં નૂપુર શર્માએ પયંગબર વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી કરી, જે બાદ દેશભરમાં તેમના નિવેદનનો વિરોધ શરૂ થઈ ગયો. તો કેટલાંક ઈસ્લામિક દેશોએ પણ આપત્તિ વ્યક્ત કરી. આ તરફ ભાજપે નૂપુરના નિવેદનને પાર્ટીને કોઈ જ લાગતું વળગતું ન હોવાનું જણાવી તેમને પાર્ટીમાંથી હાંકી મૂક્યા હતા.

વાંચોઃ સુપ્રીમનો આદેશ- ટીવી પર માફી માગે નૂપુર:કહ્યું- દેશમાં જે થઈ રહ્યું છે એના માટે તમે જ જવાબદાર છો, શરતો સાથે માફી માગવી એ તમારું અભિમાન

અન્ય સમાચારો પણ છે...