• Home
  • National
  • Court orders to start lawyers' offices located in the premises as per Odd Even rule

સુપ્રીમ કોર્ટ / પરિસરમાં સ્થિત વકીલોની ઓફિસોને ઓડ-ઈવન નિયમ અનુસાર શરૂ કરવા કોર્ટનો આદેશ

Court orders to start lawyers' offices located in the premises as per Odd-Even rule
X
Court orders to start lawyers' offices located in the premises as per Odd-Even rule

  • આ માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશનને સંયુક્ત રીતે ગાઈડલાઈન તૈયાર કરેઃ કોર્ટ
  • સુપ્રીમ કોર્ટ માર્ચ 25થી અત્યાર સુધી અરજન્ટ કેસની સુનાવણી વીડિયો કોન્ફોરન્સિંગથી કરી રહી છે

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 05:55 PM IST

નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે કોરોનાવાઈરસના સંકટને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં સ્થિત વકીલોની ચેમ્બર્સને ઓડ-ઈવન આધારિત શરૂ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશ મુજબ વકીલો સવારના 10થી સાંજના કલાક સુધી આંતરે દિવસે ઓડ-ઈવન સ્કીમ મુજબ તેમની ઓફિસ ખોલી શકશે. 

સુપ્રીમ કોર્ટ લોકડાઉન દરમિયાન એટલે કે માર્ચ 25થી અત્યાર સુધી અરજન્ટ કેસની સુનાવણી વીડિયો કોન્ફોરન્સિંગથી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 24ના રોજ કોર્ટે સુપ્રીમ કોર્ટના પરિસરમાં આવેલી વકીલોની ઓફસોને બંધ કરવાનો આદેશ કર્યો હતો.

કોર્ટ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન(SCBA) અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશન(SCAORA)ના ગુરુવારે કરવામાં આવેલા પ્રેઝન્ટેશન બાદ વકીલોની ચેમ્બર્સમાં વ્યક્તિઓના પ્રવેશને લઈને નવી ગાઈડલાઈન્સ બહાર પાડવાનો નિર્ણય કર્યો હતો.

આ અંગેના એક પરિપત્રમાં લોયર્સ ચેમ્બર્સ બ્લોકમાં લોકોના ઘસારાના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે માટે SCBA અને SCAORAને સંયુક્ત રીતે ઓડ-ઈવન ચેમ્બર્સના નંબર્સનો પ્લાન બ્લોક મુજબ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. આ પ્લાન મુજબ જ દર અઠવાડિયના આંતરે દિવસે ઓફિસ ખુલ્લી રાખવાની પણ તેમાં ટકોર કરવામાં આવી છે. આ સિવાય ઓફિસમાં વધુમાં વધુ કેટલા લોકો જઈ શકશે તે અંગેની સંખ્યા પણ નક્કી કરવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી