• Gujarati News
  • National
  • SC Hearing On Application For Cancellation Of Examination Adjourned Till Monday, Petitioner's Argument: It Would Be Dangerous To Gather Children At The Center

CBSE 12માંની પરીક્ષા પર શંકા:પરીક્ષા રદ્દ કરવાની અરજી પર સોમવાર સુધી SCની સુનાવણી સ્થગિત, પિટીશનરની દલીલ- બાળકોને સેન્ટર પર એકઠા કરવા જોખમી રહેશે

8 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
ફાઇલ તસવીર
  • CBSE અને અન્ય બોર્ડની 12માં ધોરણની પરીક્ષાઓ અંગે 1 જૂન સુધીમાં નિર્ણય બહાર પાડવામાં આવશે

કોરોના મહામારીને પરિણામે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ની 12માં ધોરણની પરીક્ષાઓ હજુ શંકાઓમાં ઘેરાયેલી છે. પરીક્ષાઓ ઓનલાઇન થશે કે ઓફલાઇન? ઓફલાઇન થશે તો માત્ર પસંદગી કરવામાં આવેલા વિષયોનીજ પરીક્ષાઓ થશે? શું પેપર વિકલ્પોવાળુ હશે?

વિદ્યાર્થીઓના મનમાં વિવિધ પ્રશ્નોનો મારો
ત્રણ કલાકની પરીક્ષાઓ શું 90 મિનિટમાં લેવાશે? કેટલાક આવા જ સવાલો અને જવાબો આપી રહ્યા છે. 3 મેના રોજ પરીક્ષાઓ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

પરીક્ષા અને પરિણામ ઝડપી આપવા અપિલ
આ અરજીમાં પરીક્ષાની સાથે પરિણામને પણ ઝડપી ધોરણે રજૂ કરવાની અપિલ કરી હતી. પિટીશનર એડવોકેટ મમતા શર્માએ કહ્યું હતું કે યૂનેસ્કોના આંકડાઓ અનુસાર 2018માં 7.3 લાખ બાળકોએ 12માં ધોરણ પછી વિદેશમાં અભ્યાસ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. CBSE 12માં ધોરણની પરીક્ષા અંગે આજે સુનાવણી હાથ ધરાશે. તેવામાં જો જૂનના બીજા-ત્રીજા સપ્તાહ સુધી જો પરિણામ ઘોષિત નહીં થાય તો બાળકોનું એક વર્ષ બગડી શકે છે.

ઓનલાઇન અભ્યાસ અને ઓફલાઇન અભ્યાસ કેમ?
મમતા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોનો અભ્યાસ ઓનલાઇન હાથ ધરાયો છે, તો તેઓની પરીક્ષા ઓફલાઇન માધ્યમથી કેમ લેવામાં આવે છે? પરીક્ષા માટે એમના જીવને જોખમમાં ના મુકી શકાય. 1.5 કરોડ બાળકોની વાત કરવા વાળી સરકાર આમના જ અવાજને ગણકારી રહી નથી.

23 મેના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં જે બેઠક યોજાઇ હતી એની પહેલા શિક્ષા મંત્રી રમેશ પોખરિયાસે સોશિયલ મીડિયા પર બાળકોના મત જાણ્યા હતા.

પરીક્ષા રદ્દ કરવાની માગ અંગે પિટીશનરના 5 પ્રમુખ તર્ક

  • પ્રથમ તર્ક આર્ટીકલ 21 એટલે કે જીવવાનો અધિકાર. આમા કહેવામાં આવ્યું હતું કે કોરોના સંક્રમણ જીવલેણ છે. એક સંક્રમિત વ્યક્તિ સેંકડો લોકોને સંક્રમિત કરી શકે છે. તેવામાં ઓફલાન પરીક્ષા યોજીને બાળકોને સેન્ટર પર બોલાવવું ખતરનાક છે. માત્ર બાળકો જ નહીં પરંતુ તેઓના માતા-પિતા, દાદા-દાદીથી લઇને તમામ પરિવારના સભ્યો માટે આ જોખમી છે.
  • કેટલાક પ્રસ્તાવ ગણતરીના વિષયોની પરીક્ષા લેવા માટે અથવા સમય ઓછો કરવા માટે છે. શું સંક્રમણ ફેલાવવા માટે એક સેકન્ડ જ જરૂરી નથી? શું પરીક્ષાના સમયને ઓછો કરવાથી સંક્રમણ નહીં પ્રસરે?
  • દેશના મોટાભાગના પરિવારો અત્યારે સંકટનો સામનો કરી રહ્યા છે. આવામાં બાળકો ભણી શકશે? સંક્રમણના ભય વચ્ચે જે પરીક્ષા લીધી છે, એમા યોગ્ય મુલ્યાંકન થઇ શકશે?
  • પરીક્ષા રદ્દ કરવા પાછળ પિટીશનરે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું વેક્સિનેશન પણ નથી થયું એ તર્ક પણ રજૂ કર્યો હતો.
  • પિટીશનર ઓનલાઇન પરીક્ષાના પક્ષમાં નથી. કારણ કે ગામમાં અને વિવિધ અન્ય પ્રદેશમાં રહેતા બાળકો પાસે યોગ્ય ઇન્ટરનેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી. તેથી પરીક્ષા રદ્દ કરવી એજ બાળકોના હિતમાં છે.

પરીક્ષાઓ રદ્દ થઇ તો શું ચકાસણીનો મોડલ છે?
પિટીશનર મમતા શર્માએ કહ્યું હતું કે ઇન્ટરનલ પરીક્ષાનું એક મોડલ વપરાશમાં થઇ શકે છે. નિષ્ણાતો સાથે વાત કરીને વધુ રીતો દ્વારા કામ કરી શકાય છે. ગયા વર્ષે 10 અને 12ની પરીક્ષામાં કેટલાક પેપરોની પરીક્ષા થઇ શકી નહોતી, તો બીજા પેપરમાં આવેલા માર્ક્સના આધારે બાકીના પેપરોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જો કે, આ વર્ષે પરિસ્થિતિ જુદી છે, આ સમયે બાળકોએ એક પણ પેપર આપ્યા નથી. પરંતુ ગયા વર્ષે તાત્કાલિક કોઇ રસ્તો બહાર લાવવામાં આવ્યો હતો, તેથી જો આપણે જોઈએ તો, આ વખતે પણ વિવિધ રસ્તાઓ બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...