• Gujarati News
  • National
  • IG SSP Says Murder Case Was Registered, 8 Calls Came In 45 Minutes Of Press Conference

કપૂરથલા હત્યા કેસમાં પોલીસનો યુ-ટર્ન:IG-SSPએ કહ્યું- હત્યાનો કેસ નોંધવામાં આવ્યો, 45 મિનિટની પત્રકાર પરિષદમાં 8 ફોન આવ્યા તો તેમની વાત પરથી ફરી ગયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપૂરથલામાં અપમાનના આરોપમાં યુવક સાથે થયેલા મોબ લિંચિગની ઘટનામાં પંજાબ સરકાર અને પોલીસ વિવાદમાં ઘેરાઈ છે. IG ગુરિંદર સિંહ ઢિલ્લો અને SSP એચપીએસ ખખે અગાઉ કહ્યું હતું કે હત્યા કરનારા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે FIR નંબર અંગે પણ માહિતી આપી હતી. આ સાથે વધુમાં એવી પણ માહિતી આપેલી કે 4 લોકોના નામ FIRમાં લખવામાં આવ્યા જ્યારે 100 લોકો અપરિચિત છે.

જોકે ત્યારબાદ તેમના ઉપર ફોન આવવા લાગ્યા. પત્રકાર પરિષદ સમયે 45 મિનિટમાં 8 ફોન આવ્યા. તેમા 5 ફોન IG અને 3 ફોન SSPએ સાંભળ્યા. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદમાં જ કેસ નોંધવા અંગેની અગાઉની માહિતીથી પલટી મારી દીધી હતી.

અગાઉ SSPએ કહ્યું હતું કે 2 FIR નોંધવામાં આવી છે. કપૂરથલાના SSP એચપીએસ ખખે કહ્યું કે નિઝામપુર મોડમાં ડેરા ચલાવનારે નિવેદન આપ્યું છે કે યુવક ચોરીના ઈરાદાથી આવ્યો હતો. તેણે નીચેથી નિશાન સાહિબના કપડા ખોલી અપમાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક કેસ આ અંગે નોંધવામાં આવ્યો છે.

આ ઘટનામાં FIR નંબર 305 નોંધવામાં આવ્યો છે. અન્ય એક FIR 306 નંબર હત્યા કેસમાં નોંધવામાં આવ્યો છે. તેમા પોલીસને ડ્યુટીથી અટકાવવા, પોલીસ કર્મચારીઓને મારી નાંખવાનો પ્રયત્ન કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમે સોશિયલ મીડિયામાં પણ તપાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા મારફતે સમગ્ર ઘટનાને ભડકાવવામાં આવી છે.

IGએ કહ્યું- 4 લોકોના નામ નોંધવામાં આવેલા છે
ત્યારબાદ IG એ કહ્યું કે કેસ SHOનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જેની ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે પ્રવાસી શ્રમિક લાગે છે. તેને મારઝૂડ કરીને મારી નાંખવામાં આવ્યો છે. તેનો વીડિયો બનાવવામાં આવ્યો અને ભીડ એકત્રિત થતી રહી. ત્યારબાદ તેને મારી નાંખવામાં આવ્યો.

જ્યારે પોલીસ ગઈ તો પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો. પોલીસ લોકોને શાંત કરાવી રહી હતી. પણ લોકોને એકત્રિત થવા માટે મેસેજ શેર કરવામાં આવ્યા. IGએ કહ્યું કે 306 નંબર FIRમાં 4 લોકોના નામ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 100 જેટલા લોકો અજ્ઞાત છે. જોકે, તેમણે આ અંગે નામ આપ્યા ન હતા અને આ માહિતી સંવેદનશીલ હોવાની કહી હતી.

ફરીથી IGએ કહ્યું- કોઈ FIR નોંધવામાં આવી નથી
ત્યારબાદ IGએ યુ-ટર્ન લીધો અને કહ્યું કે અત્યારે 306 નંબર FIR નોંધવામાં આવી નથી. ફક્ત 305 નંબર નોંધવામાં આવી છે. અત્યારે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. તેમના નિવેદનોને લખવામાં આવી રહ્યા છે. અત્યારે 302 એટલે કે હત્યાને લગતો કેસ નોંધવામાં આવ્યો નથી. આ પૈકી અત્યારે આરોપીઓની ઓળખ થઈ નથી.