• Gujarati News
  • National
  • MNS Chief Says If Ajaan Is Done On Loudspeaker Then Hanuman Chalisa Will Also Happen, Sharad Pawar Is 'allergic' To Hindu Word

રાજ ઠાકરેની ચેતવણી:MNSના વડાએ કહ્યું- લાઉડસ્પીકર પર અજાન થશે તો હનુમાન ચાલીસા પણ થશે, શરદ પવારને હિંદુ શબ્દથી 'એલર્જી' છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ઔરંગાબાદના સાંસ્ક઼ૃતિક મેદાનમાં એક રેલી યોજી હતી. શહેરમાં લાગેલી કલમ-144 વચ્ચે 16 શરતો સાથે ઔરંગાબાદ પોલીસે આ સભાને મંજૂરી આપી હતી. અહીં આશરે 50 હજાર કરતા વધારે મનસે કાર્યકર્તા પહોંચ્યા છે. જોકે, પોલીસે ફક્ત 15 હજાર કાર્યકર્તાઓને જ રેલીમાં સામેલ થવા મંજૂરી આપી હતી.

સભામાં આશરે દોઢ કલાક મોડા પહોંચેલા રાજ ઠાકરેને જોવા માટે હોટલથી રેલી સ્થળ સુધી હજારોની સંખ્યામાં લોકો માર્ગો પર બન્ને બાજુ ઉભા હતા. રેલીમાં પહોંચ્યા બાદ તેમને ફૂલોનો વિશાળ હાર પહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને માલ્યાર્પણ કરી રેલીની શરૂઆત કરી હતી. તેમણે રાજ્યના લોકોને મહારાષ્ટ્ર દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે જેઓ તેમના ઈતિહાસને યાદ નથી રાખતા તેમના પગ નીચેની જમીન ખસી જાય છે.

રેલીને સંબોધિત કરતાં રાજ ઠાકરેએ કહ્યું-

  • લાઉડસ્પીકરના મુદ્દે કોઈએ પૂછ્યું, ઓચિંતા, મે કહ્યું આ ઓચિંતા જ નથી. મે ફક્ત તેને પર્યાય આપ્યો છે કે જો લાઉડસ્પીકર નહીં હટે તો અમે હનુમાન ચાલીસા વાંચશું.
  • અમે મહારાષ્ટ્રમાં કોઈ તોફાન કરાવવા ઈચ્છતા નથી પણ નાસિકના એક પત્રકારે મને કહ્યું કે લાઉડસ્પીકર પર અજાનથી મારા બાળકો ઘણા પરેશાન થઈ જાય છે. આ એક સામાજીક મુદ્દો છે, ધાર્મિક નથી.
  • રાજ ઠાકરેએ કહ્યું કે જો લાઉડસ્પીકરથી જો અજાન થશે તો હનુમાન ચાલીસા પણ થશે. અમે શાંતિ ઈચ્છીએ છીએ, વિવાદ નહીં. જો તેઓ નહીં માને તો અમે બમણા અવાજથી હનુમાન ચાલીસા વાંચશું.
  • જે દિવસે મેં કહ્યું કે શરદ પવાર નાસ્તિક છે, તે દિવસથી શરદ પવાર ભગવાન સાથે તેમના ફોટો પડાવી રહ્યા છે. તેમની દીકરીએ જ લોકસભામાં કહ્યું હતું કે મારા પિતા નાસ્તિક છે. હું નહીં પણ શરદ પવાર ફેલાવી રહ્યા છે જાતિવાદનું ઝેર. તેમને હિન્દુ શબ્દથી જ એલર્જી છે.