• Gujarati News
  • National
  • Savarkar's Photo Among Freedom Fighters At The Temple Festival Was Removed Due To Controversy

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મંદિર ઉત્સવમાં સ્વાતંય સેનાનીઓમાં સાવરકરનો ફોટો, વિવાદ થતાં હટાવાયો

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રિસૂરમાં આજથી કેરળનો સૌથી મોટો ઉત્સવ શરૂ થશે

કેરળના ત્રિસૂર પુરમમાં મંગળવારે શરૂ થનાર રાજ્યના સૌથી મોટા મંદિર ઉત્સવમાં વિનાયક દામોદર સાવરકરનો ફોટો લગાવાતા વિવાદ સર્જાયો હતો. મંદિર ઉત્સવમાં યોજાતી કુડામત્તમ પરંપરા દરમિયાન છત્રીઓ પ્રદર્શિત કરાય છે. આ છત્રીઓ પર મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને સુબ્રમણ્યમ ભારતી જેવા સ્વાતંય સેનાનીઓ સાથે સાવરકરનો ફોટો પણ લગાવાયો હતો.

ઉત્સવમાં પ્રદર્શિત કરાતી છત્રીઓ પર સાવરકરનો ફોટો અન્ય સ્વાતંય સેનાનીઓ સાથે લગાવવાનો મામલો સૌથી પહેલા સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. તેના પછી યુથ કોંગ્રેસ અને સીપીઆઈના વિદ્યાર્થી એકમે માર્ગો પર ઉતરી દેખાવ કર્યા. તેમનું કહેવું હતું કે ભાજપ મંદિર ઉત્સવને રાજકીય રંગ આપવા ઈચ્છે છે.

વિરોધ વધતા મંગળવારે જ મંદિર ઉત્સવને જોતા આયોજન સાથે સંકળાયેલા દેવસ્વમ બોર્ડે સમારોહમાં આ ફોટા લાગેલી છત્રીઓને હટાવવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડના અધ્યક્ષ રાજેશ મેનને કહ્યું કે આમ તો આ છત્રીઓનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય વિરોધના કારણે લેવાયો નથી.

સાવરકર સ્વાતંય સેનાનીઓની યાદીમાં સામેલ : બોર્ડ
ત્રિસૂર મંદિર ઉત્સવનું આયોજન પારામેક્કાવુ દેવસ્વમ અને થિરુવમબાડી દેવસ્વમ કરાવે છે. પારામેક્કાવુ બોર્ડના અધ્યક્ષ રાજેશ મેનન કહે છે કે સાવરકરનું નામ કેન્દ્ર સરકારની સ્વાતંય સેનાનીઓની યાદીમાં સામેલ છે. કુડામત્તમની પરંપરા દરમિયાન બોર્ડ તરફથી અત્યાર સુધી ક્યારેય લોકોના ફોટાનો ઉપયોગ કરાયો નથી. મેનનનું કહેવું છે કે તે મંદિરનાં દેવી-દેવતાઓને સર્વોચ્ચ માને છે. મેનને પૂછાયું કે શું તે સાવરકરને સ્વાતંય સેનાની માને છે? તો તેમણે કહ્યું કે હાલ આ મુદ્દે ચર્ચા કરવી યોગ્ય નથી.

આ આઝાદીનો અમૃત ઉત્સવ, સાવરકરનો ફોટો લગાવો : ગોપી
ભાજપના રાજ્યસભા સભ્ય અને મલયાલમ અભિનેતા સુરેશ ગોપીનું કહેવું છે કે આ આઝાદીનો અમૃત ઉત્સવ છે. અમારા તરફથી કુડામત્તમ દરમિયાન છત્રીઓ પર ભાજપના કોઈ પણ નેતાનો ફોટો લગાવવા કહેવાયું નથી. સ્વતંત્રતા આંદોલનમાં સાવરકરના યોગદાનને નકારી ના શકાય.

મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે, કુડામત્તમ મુખ્ય આકર્ષણ
ત્રિસૂર પુરમ મંદિર ઉત્સવમાં છત્રીઓના પ્રદર્શનવાળું કુડામત્તમ સૌથી મોટું આકર્ષણ હોય છે. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. 4 મેથી શરૂ થયેલા આ ઉત્સવનું સમાપન 10 મેના રોજ થશે. ઉત્સવની સમાપ્તિ પર આતશબાજી કરાશે. ત્રિસૂરના થેક્કિનકાડુ મેદામાં યોજાનાર આ ભવ્ય આયોજનમાં હાલના દિવસોમાં કેરળ સહિત પાડોશી રાજ્યોના લોકો પણ ઉમટી રહ્યા છે. લગભગ 250થી વધુ કલાકારો પણ પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...