તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આસામ સરકારે 1 એપ્રિલ 2021થી રાજ્યની તમામ મદરેસાઓ અને સંસ્કૃત સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે સરકારે વિધાનસભામાં તે અંગેનો ખરડો પણ રજૂ કર્યો. ખરડામાં હાલ કાર્યરત બે કાયદાઓને જેમાં આસામ મદરેસા એજ્યુકેશન (પ્રોવિન્સલાઈઝેશન) એક્ટ, 1995 અને આસામ મદરેસા એજ્યુકેશન (પ્રોવિન્સલાઈઝેશન ઓફ સર્વિસ ઓફ એમ્પ્લોયઝ એન્ડ રી-ઓર્ગેનાઈઝેશન ઓફ મદરેસા એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ) એક્ટ 2018ને નિરસ્ત કરવાના પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. સરકાર આ મદરેસા અને સંસ્કૃત સ્કૂલોને સામાન્ય સ્કૂલમાં બદલશે. સરકારના આ ખરડા પર વિપક્ષે જોરદાર હોબાળો કર્યો.
બિલમાં શું છે?
સરકારનું શું કહેવું છે?
આસામના શિક્ષણ મંત્રી હેમંત બિસ્વ સરમાએ કહ્યું કે, 'અમે એક ખરડો રજૂ કર્યો છે જે અંતર્ગત તમામ મદરેસાને સામાન્ય શિક્ષણની સંસ્થાઓમાં બદલવામાં આવશે અને ભવિષ્યમાં સરકાર દ્વારા કોઈ મદરેસા સ્થાપિત નહીં કરવામાં આવે. અમે શિક્ષણ પ્રણાલી વાસ્તવમાં ધર્મનિરપેક્ષ પાઠ્યક્રમ લાવવા માટે આ ખરડાને રજૂ કરીને ખુશ છીએ.'
સરમાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ (AIUDF)એ આ ખરડાનો વિરોધ કર્યો છે. પરંતુ અમને વિશ્વાસ છે કે આ ખરડાને પાસ કરાવી લઈશું. થોડાં દિવસ પહેલાં જ આસામ કેબિનેટે આ બિલને મંજૂરી આપી છે.
વિપક્ષનું શું કહેવું છે?
કોંગ્રેસના ધારાસભ્ય નુરૂલ હુડાએ કહ્યું કે અરબી ભાષા સામાન્ય વિષયોથી અલગ છે. કોઈ પણ ભાષાને શીખવાની વાત કોઈ પણ રીતે સાંપ્રદાયિકતા ન હોય શકે. અરબી ભાષા શીખવાને કારણે મોટી સંખ્યામાં યુવાનોને અરબ દેશોમાં નોકરી મળે છે અને તેઓ બહાર જઈને પૈસા મોકલીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરે છે. અરબી શીખવાથી વિશ્વના 52 દેશોમાં ભારતીયો નોકરી કરે છે.
દર વર્ષે સરકાર મદરેસાઓ પર 260 કરોડ રૂપિયા ખર્ચ કરે છે સરકાર
હેમંત બિસ્વા સરમાએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે આસામમાં 610 સરકારી મદરેસાઓ છે. સરકાર આ સંસ્થાઓમાં દર વર્ષે 260 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. તેઓએ કહ્યું હતું કે રાજ્ય મદરેસા શિક્ષણ બોર્ડ આસામને ભંગ કરવામાં આવશે. તમામ સરકારી મદરેસાઓને સામાન્ય સ્કૂલમાં પરિવર્તીત કરવામાં આવશે અને હાલના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સામાન્ય સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓની જેમ હશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.