તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • PMC Bank Scam Case: Shivsena ED Asks Sanjay Raut’s Wife Varsha To Appear Before It Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મની લોન્ડરિંગ કેસ:સંજય રાઉતની પત્ની આજે પણ EDની સામે રજૂ નહીં થાય, તેમને ત્રણ વાર સમન્સ મળ્યો હતો

2 મહિનો પહેલા

શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની સામે હાજર થશે નહીં. તેમને ત્રણ વાર સમન્સ આપવામાં આવ્યા છે. આ પહેલાં પણ જ્યારે બે સમન્સ આપવામાં આવ્યા હતા ત્યારે તેઓ ઈડીની સામે હાજર થયા નહતા. ઈડી પીએમસી બેન્ક કૌભાંડની સામે મની લોન્ડરિંગ મામલે તપાસ કરી રહી છે. ઈડી વર્ષાથી તે 55 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન વિશે પૂછપરછ કરવા માંગે છે જે તેમના ખાતામાં જમા થયા હતા.

​​​​​​​

આ સવાલ પુછાઈ શકે છે

 • ED આ મામલે 55 લાખ રૂપિયાની લેણ-દેણની તપાસ કરી રહી છે. ED જાણવા માંગે છે કે, 55 લાખ ખાતામાં જમા થયા તેનો આધાર શું છે?
 • શું તેના માટે વ્યાજ મળતું હતું? હા તો કેટલું?
 • આ પૈસા ક્યારે પાછા આપવાના હતા? શું તેનો કોઈ હપતો ચૂકવવામાં આવ્યો છે?
 • પૈસા આપવાનો હેતુ માત્ર લોન હતો કે બીજો કઈ?
 • સંજય રાઉત પરિવાર સાથે એવી શું ખાસ મિત્રતા હતી કે તેની કારણે લોન આપવામાં આવી? શું તે અન-સિક્યોર્ડ હતી?

મારી સાથે ન ટકરાશો
રાઉતે આગળ કહ્યું કે, આ એક રાજકીય યુદ્ધ છે. અમે માત્ર તેને રાજકીય રીતે લડીશું. મારી સાથે ન ટકરાશો. હું સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેનો શિવસૈનિક થું. હું તમને બધાને ઉઘાડા પાડી દઈશ. મારી પાસે 120 ભાજપ નેતાઓની યાદી છે. ઈડી તેમની તપાસ શરૂ કરશે તો પાંચ વર્ષ સુધી ચાલશે. તેમને નીરવ મોદી અથવા વિજય માલ્યાની જેમ વિદેશ ભાગવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો