ભાસ્કર વિશેષ:સંઘે નવી ગેમ લૉન્ચ કરી, તેમાં રામાયણ-મહાભારત અને મહાપુરુષોની ક્વિઝથી બાળકોમાં સંસ્કાર સિંચન

નવી દિલ્હી22 દિવસ પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં 5 વર્ષ બાદ મોટું પરિવર્તન
  • શારીરિકથી માંડીને માનસિક કસરતો પણ જોડાઈ

પોતાના સ્વયંસેવકોને સંસ્કારી, સદગુણ સંપન્ન, ચપળ અને નિર્ણયકુશળ બનાવવાના હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) નવી ક્વિઝ ગેમ્સ મોટા પાયે અપનાવી છે. તે ઇ-શાખાઓમાં સરળતાથી રમી શકાય છે.

સંઘના અખિલ ભારતીય કુટુંબ પ્રમુખ રવીન્દ્ર જોશી જણાવે છે કે બાળકો સહજ જણાતા સવાલના જવાબ પણ નથી આપી શકતાં. દા.ત. લાલ રંગની ગાય લીલું ઘાસ ખાઇને કયા રંગનું દૂધ આપશે? જવાબ લાલ કે લીલો મળે તો અમે વાલીઓને પ્રેરિત કરીએ છીએ કે તેઓ બાળકોને વ્યવહારિક અનુભવ કરાવે. આ જ રીતે રામાયણ અને મહાભારત અંગેની ઘણી ક્વિઝ પણ બનાવાઇ છે. તેમાં સ્વયંસેવકો ગ્રૂપ્સમાં વહેંચાઇને બંને ગ્રંથના 20-20 પાત્રના નામ બોલે છે.

ઇ-શાખાઓને કારણે ગિલ્લી-દંડાની રમત ભૂલાઇ ગઇ છે. પરિવારમાં તે શક્ય પણ નથી. તેના કારણે ઇ-ગેમ્સ કારગત થઇ રહી છે. નોંધનીય છે કે 2016માં ખાખી ચડ્ડીની જગ્યાએ ફુલ પેન્ટ અપનાવાયા બાદ સંઘમાં આ પહેલો મોટો ફેરફાર છે.

સંઘના તમામ 45 પ્રાંતે આ ગેમ્સ ડેવલપ કરી, સ્થાનિક રમતો પણ જોડી

  • ધ્રૂવ ગેમ: તેમાં સ્વયંસેવક રામાયણ કે મહાભારતનું કોઇ પાત્ર વિચારે છે. બાકીના ટીનેજર્સ તેને સવાલ પૂછીને સાચા નામ સુધી પહોંચે છે.
  • શારીરિક વ્યાયામ: નાના-નાના અભ્યાસ જોડાયા છે. જેમ કે જમીન પર બેઠા પછી ટેકો લીધા વિના ઊભા થવું, બંને પગ લાંબા કરીને માથું ઢીંચણ સુધી લાવવું વગેરે.
  • પાઘડી: દેશના મહાપુરુષોનો પરિચય કરાવવા તેમની પાઘડી બતાવાય છે. બધાને પૂછાય છે કે તે નાયક કોણ છે?
  • ગુણ-દુર્ગુણનો કટોરો: સારી-ખરાબ આદતોની ચિઠ્ઠીઓ હોય છે.સ્વયંસેવક ચિઠ્ઠી કાઢીને જણાવે છે કે તે ગુણ/દુર્ગુણ છે કે નહીં? ગુણ અપનાવવા, દુર્ગુણ છોડવા પ્રેરિત કરાય છે.
અન્ય સમાચારો પણ છે...