તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

EDની મોટી કાર્યવાહી:સાંડેસરા ગ્રુપની પ્રોપર્ટી જપ્ત; અહમદ પટેલના જમાઈ સહિત અભિનેતા ડિનો મોરિયા, સંજય ખાન અને ડીજે અકીલની કરોડોનો પ્રોપર્ટી પણ સીઝ કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાંડેસરા ગ્રુપ મની લોન્ડ્રિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકી સહીત ચાર લોકોની સંપત્તિ જપ્ત કરી છે. અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકી ઉપરાંત ત્રણ લોકોમાં અભિનેતા ડિનો મોરિયા, સંજય ખાન અને ડીજે અકીલનો સમાવેશ થાય છે, જેઓની પણ કરોડો સંપત્તિ જપ્ત કરી છે.

8.79 કરોડની સંપત્તિ જપ્ત
સાંડેસરા ગ્રુપ કેસમાં EDએ PMLA એક્ટના સેક્શન 5 અંતર્ગત અહેમદ પટેલના જમાઈ સહીત કુલ ચાર લોકોની 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરેલી આ સંપત્તિઓમાં 3 વાહનો, વિવિધ બેંક એકાઉન્ટ, શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણોનો સમાવેશ થાય છે.

અહેમદ પટેલના જમાઈ સહિત આ ચાર લોકોની સંપત્તિ જપ્ત
સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં EDએ સંજય ખાનની 3 કરોડની સંપત્તિ, ડીનો મોરિયાની 1.4 કરોડની સંપત્તિ, અકીલ બચુલીની 1.98 કરોડની અને અહેમદ પટેલના જમાઈ અહેમદ સિદ્દીકીની 2.41 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

EDની તપાસમાં આ હકીકત સામે આવી છે કે સાંડેસરા બ્રધર્સે આ ચાર લોકોને વિવિધ સંપત્તિઓ ટ્રાન્સફર કરી હતી જેમાં સંજય ખાનને 3 કરોડ, ડીનો મોરિયાને 1.4 કરોડ, અકીલ બચુલીને 12.54 કરોડ અને અહેમદ સિદ્દીકીને 3.51 કરોડની સંપત્તિ આપ્યાનો ખુલાસો થયો છે.

સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં EDએ સંજય ખાનની 3 કરોડની સંપત્તિ, ડીનો મોરિયાની 1.4 કરોડની સંપત્તિ, અકીલ બચુલીની 1.98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે
સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં EDએ સંજય ખાનની 3 કરોડની સંપત્તિ, ડીનો મોરિયાની 1.4 કરોડની સંપત્તિ, અકીલ બચુલીની 1.98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતાની ત્રણ વખત પૂછપરછ કરાઈ હતી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના વિશ્વાસુ ગણાતા અહેમદ પટેલને પોતાના જીવનના અંતિમ દિવસોમાં તપાસ એજન્સીની પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો. ED સાંદેસરા કૌભાંડમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલને ગત જૂન-જુલાઈમાં ત્રણ વખત પૂછપરછ કરી હતી. કોઈ દિવસે આ પૂછપરછ 10 કલાક સુધી તો ક્યારેક આઠ કલાક સુધી ચાલી હતી. પૂછપરછ બાદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે EDએ મને 128 સવાલ પૂછ્યા હતા.

કોંગ્રેસના નેતા જુલાઈના બીજા સપ્તાહમાં થયેલી અંતિમ પૂછપરછ બાદ કહ્યું હતું કે, 'EDએ મને કહ્યું કે મારી પૂછપરછ પુરી થઈ ગઈ છે, મેં તેમને કહ્યું કે તમે જેટલા દિવસ ઈચ્છો તેટલા દિવસ મારી પૂછપરછ કરી શકો છો. જો કે તેઓ સીનિયર સિટીઝન છે અને કોવિડ-10ની ગાઇડલાઈનને કારણે તપાસ એજન્સીની ઓફિસમાં હાજરી નહીં આપી શકે. જે બાદ ઘરે પહોંચેલી તપાસ એજન્સીની ટીમને 70 વર્ષના અહેમદ પટેલે અનેક સવાલો કર્યા હતા, જેના જવાબ તેઓએ આપ્યા હતા.

સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ કુલ 16,000 કરોડની છેતરપીંડિનો આરોપ
સાંડેસરા ગ્રુપ પર બેન્કો સાથે રૂ.14,500 કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે. આ અગાઉ CBIએ રૂ.5000 કરોડની છેતરપીંડીનો પણ કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. EDની તપાસમાં સામે આવ્યું હતું કે સાંડેસરા ગ્રુપે વિદેશમાં રહેલી ભારતીય બેન્કોની શાખાઓમાંથી પણ લગભગ રૂ.9000 કરોડની લોન લીધી છે.

અન્ય સમાચારો પણ છે...