કરિયરમાં નવો વળાંક:સમીર વાનખેડેનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂરો થશે, વિવાદોથી ઘેરાયેલો રહ્યો કાર્યકાળ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ (IRS)ના અધિકારી સમીર વાનખેડેનનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)માં કાર્યકાળ 31મી ડિસેમ્બરના રોજ પૂરો થશે. આ સમયગાળો લંબાવવા માટે કોઈ જ માગ કરવામાં આવી નથી. પોતાના કાર્યકાળ દરમિયાન સમીરે 96 લોકોની ધરપકડ કરેલી અને ઓગસ્ટ-ડિસેમ્બર દરમિયાન કુલ 28 કેસ દાખલ કરેલા.

વર્ષ 2021માં તેમણે 234 લોકોની ધરપકડ કરી હતી. 117 કેસ નોંધવામાં આવેલા, આશરે 1000 કરોડ રૂપિયાની કિંમતના 1791 કિલોગ્રામથી વધારે ડ્રગ્સ તથા રૂપિયા 11 કરોડ કરતા વધારેની સંપત્તિ જપ્ત કરી હતી. NCBના ઝોનલ અધિકારી તરીકે વાનખેડેએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ડ્રગ સિન્ડિકેટ સામે કાર્યવાહી કરી હતી, જેમાં બોલીવૂડની અનેક હસ્તીઓનો સમાવેશ થતો હતો.

આ વર્ષે ઓક્ટોબર મહિનામાં વાનખેડેના નેતૃત્વમાં એક ટીમે મુંબઈના તટ પર એક ક્રૂઝ જહાજ પર દરોડા પાડ્યા હતા. તે સમયે અભિનેતા શાહરુખ ખાનનો દીકરો આર્યનને અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. જોકે NCB દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તે સમયે સ્વતંત્ર સાક્ષીઓ અંગે પણ પ્રશ્ન સર્જાયા હતા. આ સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે NCBના અધિકારીઓ દ્વારા શાહરુખ ખાન પાસેથી પૈસા વસુલ કરવા પ્રયત્ન કર્યાં છે.