• Gujarati News
  • National
  • Samir Wankhede Removed From Drugs Case After Recovery Charges, Sanjay Singh Gets Probe

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અધિકારી બદલાયા:NCBએ DDGને બનાવ્યા હેડ, ઝોનલ ડાયરેક્ટર વાનખેડે પણ ટીમમાં યથાવત, મલિકે કહ્યું- આ તો હજુ શરૂઆત છે

23 દિવસ પહેલા
આર્યન ખાનને જેલ સુધી પહોંચાડનાર NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને ક્રૂઝ ડ્રગ્સ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા

આર્યન ખાનને જેલ સુધી પહોંચાડનાર NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં લીડ નહીં કરે. મુંબઈ ઝોનલ યુનિટની પાસે હાલ ક્રુઝ કેસ સહિત ડ્રગ્સ સાથે જોડાયેલા 6 કેસની તપાસ માટે NCBના ડાયરેક્ટર જનરલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી છે. SITના હેડ NCBની ઓપરેશન્સ વિંગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DCG) સંજય સિંહને બનાવવામાં આવ્યા છે. જો કે વાનખેડે સહતિ તેમની તપાસ ટીમના તમામ અધિકારી હજુ પણ આ કેસ સાથે જોડાયેલા રહેશે. પરંતુ હવે તેઓ IPS સંજય સિંહના નિર્દેશોનું પાલન કરશે.

વાનખેડેને હટાવ્યા હોવાના સમાચાર આવ્યા બાદ DDGએ સત્તાવાર રીતે નિવેદન આપી સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેઓએ કહ્યું કે કોઈ પણ અધિકારીને હાલના રોલમાંથી નથી હટાવવામાં આવ્યા. તેઓ ઓપરેશન્સ વિંગની તપાસ ટીમને આસિસ્ટ કરશે. તો NCBના સાઉત વેસ્ટર્ન રીઝનના ડેપ્યુટી DG મુથા અશોક જૈને કહ્યું કે અમારા ઝોનમાં આર્યન સહિત કુલ 6 કેસની તપાસ હવે દિલ્હીની ટીમ કરશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વસૂલી સહિત નકલી કાસ્ટ સર્ટિફિકેટના આરોપ પછી વાનખેડે પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. NCBના ઉચ્ચ અધિકારી મામલાની તપાસ પણ કરી રહ્યાં છે. વસૂલી મામલાની તપાસ કરી રહેલા NCBના DDG જ્ઞાનેશ્વર સિંહ સોમવારે ફરી દિલ્હીથી મુંબઈ પહોંચી રહ્યાં છે.

નવાબ મલિકે શું કહ્યું?
NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે વાનખેડેને ડ્રગ્સ કેસની તપાસમાંથી હટાવવા અંગે કહ્યું કે- વાનખેડેને આર્યન સહિત 5 કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ મામલે 26 કેસની તપાસ થવી જોઈએ. આ તો શરૂઆત છે. સિસ્ટમને સાફ કરવા માટે અનેક પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે.

તપાસમાંથી હટાવવામાં આવ્યા બાદ વાનખેડેનું નિવેદન
ડ્રગ્સ કેસની તપાસમાંથી હટાવવામાં આવ્યા બાદ વાનખેડેએ કહ્યું કે મને તપાસમાંથી નથી હટાવવામાં આવ્યો. અદાલતમાં મેં રિટ અરજી કરી હતી મામલાની તપાસ કોઈ કેન્દ્રીય એજન્સી પાસે કરાવવામાં આવે. તેથી આર્યન કેસ અને સમીર ખાન (નવાબ મલિકનો જમાઈ) કેસની તપાસ દિલ્હી NCBની SIT કરશે. આ દિલ્હી અને મુંબઈની NCB ટીમ વચ્ચે એક કોર્ડિનેશન છે.

વાનખેડે પર 8 કરોડની લાંચ લેવાનો આરોપ
કથિત પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટર અને NCBના સાક્ષી કેપી ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સૈલેએ એક સોગંદનામામાં સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની લાંચનો આરોપ લગાવ્યો હતો. પ્રભાકરે દાવો કર્યો હતો કે ગોસાવી અને કોઈ સૈમ ડિસૂઝાને 18 કરોડ રૂપિયાની વાત કરતા સાંભળ્યા હતા અને 18 કરોડ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી. ગોસાવી અને સૈમએ કથિત રીતે 18માંથી 8 કરોડ રૂપિયા NCBના અધિકારી સમીર વાનખેડેને આપવાની વાત કરી હતી. પ્રભાકરે એમ પણ કહ્યું કે તેઓએ કેપી ગોસાવી પાસેથા આ કેશ લઈને સૈમ ડિસૂઝાને આપી હતી. પ્રભાકરે જણાવ્યું કે તેઓએ પંચનામાના પેપર બતાવીને પરાણે 10 ખાલી કાગળો પર સાઈન કરાવી હતી. તેમનું આધર કાર્ડ પણ માગવામાં આવ્યું હતું. તેઓને આ ધરપકડ અંગે કંઈ જ ખ્યાલ ન હતો.

નવાબ મલિકે વાનખેડે પર લગાવ્યા હતા ગભીર આરોપ
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વાનખેડેને નકલી આદમી કહ્યાં હતા. તેઓએ કહ્યું હતું કે બર્થ સર્ટિફિકેટમાં તેમનું નામ સમીર દાઉન વાનખેડે છે. બર્થ સર્ટિફિકેટમાં ટેમ્પરિંગ કરીને તેમના પિતાનું નામ બદલવામાં આવ્યું હતું. જેના આધારે કાસ્ટ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું અને દલિક કેન્ડિડેટનો હક ખાઈને તેઓ IRS બન્યા. મલિકે કહ્યું હતું કે બર્થ સર્ટિફિકેટ મુજબ સમીરની માતા મુસ્લિમ હતી. મલિકના આરોપો બાદ વાનખેડેનો આખો પરિવાર મલિક પર પ્રહારો કરી રહ્યાં છે.