• Gujarati News
  • National
  • Sameer Wankhede Vs Nawab Malik; NCB Zonal Director Sameer Wankhede At SC Commission Office

જાતિ મુદ્દે વિવાદ:સમીર વાનખેડેએ દિલ્હીમાં SC આયોગમાં કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કર્યું, આયોગે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માગ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકના આરોપો બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યાં. તેમણે અનુસૂચિત જાતિ આયોગ (NCSC) પહોંચીને પોતાની કાસ્ટથી જોડાયેલા દસ્તાવેજ જમા કરાવ્યાં. તેમણે આયોગના અધ્યક્ષ વિજય સાંપલા સાથે પણ મુલાકાત કરી હતી. મલિકે વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે તેમણે પોતાની જાતિ દુનિયાથી છુપાવી છે.

આ અગાઉ, સમીર વાનખેડેએ શનિવારે NCSCના ઉપાધ્યક્ષ અરુણ હલદર સાથે મુલાકાત કરી હતી. રવિવારે હલદરે સમીરના પિતા જ્ઞાનદેવ વાનખેડે પાસે તેમના ઘરે જઈને મુલાકાત કરી હતી. તેના પર સવાલ ઉઠાવતા મલિકે હલદરની ફરિયાદ રાષ્ટ્રપતિને કરવાની વાત કરી હતી.

રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ વિજય સાંપલા અને સમીર વાનખેડે વચ્ચેની મુલાકાત આશરે અડધો કલાક ચાલી
રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ વિજય સાંપલા અને સમીર વાનખેડે વચ્ચેની મુલાકાત આશરે અડધો કલાક ચાલી

મલિકનો આરોપ- નોકરી માટે ખોટુ કાસ્ટ સર્ટિફિકેટ બનાવ્યું
મલિકે આરોપ લગાવ્યો હતો કે નોકરી હાંસલ કરવા માટે વાનખેડેએ મુસ્લિમ હોવા છતા દલિતનું ખોટું સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ દરમિયાન આયોગના અધ્યક્ષને મળ્યા બાદ વાનખેડે DDG NCBને મળવા દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા. જણાવી દઈએકે વાનખેડે વિરુદ્ધ NCBની વિજિલેન્સ વિંગ 25 કરોડના લાંચના આરોપની તપાસ કરી રહી છે. ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં સાક્ષી રહેલા પ્રભાકર સેલે આરોપ લગાવ્યો છે કે વાનખેડેના કહેવા પર આ જ મામલના એક અન્ય સાક્ષી કેપી ગોસાવીએ આર્યનને છોડવવાને બદલે શાહરુખ ખાનથી 25 કરોડની લાંચ માગી હતી.

અમે 7 દિવસમાં મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે: સાંપલા
રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ વિજય સાંપલાએ આજની મુલાકાત પર કહ્યું આજે NCBના અધિકારી સમીર વાનખેડે મને મળવા આવ્યાં. તેઓએ 29 ઓક્ટોબરે ફરિયાદ પણ નોંધાવી હતી, જેના આધારે અમે મહારાષ્ટ્રના ગૃહ સચિવ અને અન્ય અધિકારીઓને નોટિસ ફટકારી છે અને 7 દિવસની અંદર તેમનો જવાબ માગ્યો છે. આજે તેમણે અમને પોતાના ધર્મ અને લગ્ન સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો આપ્યા છે. અમે તેને મહારાષ્ટ્ર સરકારને મોકલ્યા છે અને જો આ બધા દસ્તાવેજો સાચા જણાય તો તેમને ખલેલ ન પહોંચાડવી જોઈએ. સમીર વાનખેડેએ કહ્યું કે તે અનુસૂચિત જાતિમાંથી આવે છે. તેઓએ તમામ સંબંધિત દસ્તાવેજો આયોગને આપ્યા છે.

અરુણ હલદરે રવિવારે સમીરના પિતાને ખાતરી આપી હતી કે હવે તેના પરિવારને પરેશાન કરવામાં આવશે નહીં. NCSCના વીસીએ કહ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન હલદરે કહ્યું હતું કે શું કોઈ અધિકારી આયોગ સમક્ષ બનાવટી પ્રમાણપત્ર મૂકી શકે છે? શું અમને કોઈ અનુભવ નથી? મારા અનુભવ મુજબ, તે (સમીર વાનખેડે) બનાવટી પ્રમાણપત્રો રજૂ કરી શકતા નથી કારણ કે તેનાથી તેમને નોકરી ગુમાવવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે મહારાષ્ટ્ર સરકારને આ સમગ્ર મામલે 7 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

વાનખેડેએ પોતાની અને ક્રાન્તિની આ તસવીર પણ આયોગને સોંપી છે
વાનખેડેએ પોતાની અને ક્રાન્તિની આ તસવીર પણ આયોગને સોંપી છે

રામદાસ અઠાવલેએ વાનખેડેનું સમર્થન કર્યું
આ અગાઉ રવિવારે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ અને પિતા જ્ઞાનદેવે રિપબ્લિકન પાર્ટીના વડા રામદાસ આઠવલે સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ આઠવલેએ વાનખેડે સામેના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે સમીર વાનખેડે પર ઇરાદાપૂર્વક હુમલા કરવામાં આવે છે. તેમના અંગત જીવન પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને જાણી જોઈને બદનામ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, "જ્ઞાનદેવ વાનખેડેએ અમને દસ્તાવેજ બતાવ્યો છે કે તેમની પત્ની મુસ્લિમ હતી, તે મહાર જાતિની છે. તેઓએ અમને તેની સાથે સંબંધિત દસ્તાવેજો પણ બતાવ્યા છે.

SC કમીશનના ઉપાધ્યક્ષની રાષ્ટ્રપતિને ફરિયાદ કરશે: મલિક
નવાબ મલિકે કહ્યુ, એસસી કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલદાર પર પણ નવાબ મલિકે ગંભીર આરોપ લગાવ્યો હતો. મલિકે સોમવારે કહ્યું હતું કે અરુણ હલદર તેમના પદની ગરિમા ભૂલી ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હલદરનું વલણ શંકાસ્પદ છે. તેઓ પોતાની જાતિ છુપાવવાના આરોપી વ્યક્તિના ઘરે જાય છે. તે ખૂબ જ આઘાતજનક છે કે વૈધાનિક પદ પર બેસેલ વ્યક્તિ આવું વર્તન કરે છે. જો કોઈનું કાસ્ટ સર્ટિફિકેટ બનાવટી હોય તો નિર્ધારિત કાસ્ટ કમિશનને તેની તપાસ કરવાનો અધિકાર નથી. અમે આ આખી ઘટના અંગે રાષ્ટ્રપતિને ફરિયાદ કરીશું. અરુણ હલદરને કહેવું પડશે કે આટલી ઉતાવળ કેમ છે.

અન્ય સમાચારો પણ છે...