• Gujarati News
  • National
  • Samajwadi Party Will Give Rs 25 Lakh To Families Of Martyrs If It Comes To Power, Explicitly Denies Electoral Alliance With Owaisi

UPમાં રાજકીય સમીકરણો:સ.પા. અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું- 'આપ' અને અન્ય નાના રાજકીય પક્ષો સાથે જોડાણ કરવા તૈયાર, ઓવૈસી સાથે ગઠબંધનનો ઈન્કાર

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમજાવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ (ફાઈલ ફોટો) - Divya Bhaskar
સમજાવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ (ફાઈલ ફોટો)
  • આમ આદમી પાર્ટીના સંજય સિંહે કહ્યું- ઉત્તર પ્રદેશની સત્તા પરથી ભાજપને હટાવી દેવા અમે કામ કરી રહ્યા છીએ

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો લોકલક્ષી જાહેરાતો કરવા સાથે જોડ-તોડની રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કૃષિ કાયદા પાછા ખેંચીને કેન્દ્ર સરકારે વિપક્ષની તમામ બાજીને ઉંધી વાળી દીધી છે ત્યારે સમાજવાદી પાર્ટી (SP) ખેડૂતોમાં પોતાની પહોંચને વિસ્તારવા એક મહત્વની જાહેરાત કરી છે. અખિલેશ યાદવે કૃષિ કાયદા સામે આંદોલન કરતી વખતે શહીદ થયેલા ખેડૂતોના પરિવારોને રૂપિયા 25-25 લાખ આપવાનું વચન આપ્યું છે.

SP અધ્યક્ષે બુધવારે આ અંગે સોશિયલ મીડિયા પર કહ્યું કે ખેડૂતોનું જીવન અનમોલ છે, કારણ કે તેઓ અન્યના જીવન માટે અનાજ ઉગાડે છે. આ સંજોગોમાં અમે વચન આપી છીએ કે વર્ષ 2022માં સમાજવાદી પાર્ટીની સરકાર આવતાની સાથે જ ખેડૂત આંદોલનના શહીદોને રૂપિયા 25 લાખ કિસાન શહાદત સન્માન રકમ આપવામાં આવશે. SPએ આ ઉપરાંત અન્ય એક મહત્વનો નિર્ણય લેતા તમામ નાના પક્ષો સાથે ગઠબંધન કરવાના દરવાજા ખોલ્યા છે, તેમાં આમ આદમી પાર્ટી (AAP)નો પણ સમાવેશ થાય છે. જોકે પક્ષે અસદુદ્દીન ઓવૈસીની ઈન્ડિયન મજલિસ-એ-ઈત્તાહુલ મુસ્લિમીન પાર્ટી માટે ગઠબંધનના દરવાજા બંધ કરી દીધા છે.

શહીદ ખેડૂતના પરિવારને રૂપિયા 25 લાખ આપવાનું વચન
અખિલેશ યાદવે કૃષિ કાયદા સામે આંદોલન કરતી વખતે શહીદ થયેલા ખેડૂત પરિવારને રૂપિયા 25-25 લાખ આપવાનું વચન આપ્યું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે બુધવારે કહ્યું કે ખેડૂતોનું જીવન અનમોલ હોય છે, કારણ કે તેઓ અન્યના જીવન માટે અન્ન ઉગાડે છે. આ સંજોગોમાં અમે વચન આપી છીએ કે વર્ષ 2022માં સમાજવાદી પાર્ટીની સરકાર આવતા જ ખેડૂત આંદોલનના શહીદોને રૂપિયા 25 લાખની ખેડૂત શહાદત સન્માન રકમ આપશે.

આંદોલન સમયે 700 ખેડૂતો માર્યા ગયાનો દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત બાદ ખેડૂત આંદોલનમાં મૃત્યું પામનારા ખેડૂતોને વળતર આપવા માટે માગ થઈ રહી છે. કૃષિ કાયદા સામે આંદોલન કરનારા સંયુક્ત કિસાન મોરચાએ કાયદા પાછા ખેંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લઈ અનેક માગ કરી હતી. તેમા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન સમયે મૃત્યુ પામનારા ખેડૂતોના પરિવાર માટે વળતરની માગનો સમાવેશ થતો હતો.

સંયુક્ત કિસાન મોરચાના મતે એક વર્ષથી વધારે સમય ચાલેલા ખેડૂત આંદોલન સમયે આશરે 700 ખેડૂત શહીદ થઈ ચુક્યા છે. તેમના પરિવારોનો વળતર અને પુનર્વસન વ્યવસ્થા કરવામાં આવે. શહીદ ખેડૂતોની યાદમાં એક શહીદ સ્મારક બનાવવા માટે સિંધૂ બોર્ડર પર જમીનની વ્યવસ્થા કરવામાં આવે.

આ ઉપરાંત દિલ્હી, હરિયાણા, ચંડીગઢ,UP તથા અનેક રાજ્યોમાં હજારો ખેડૂતોને આ આંદોલન દરમિયાન સેંકડો કેસ ફસાવવામાં આવેલ છે. આ કેસોને પાછા ખેંચવાની પણ માગ કરવામાં આવી છે.

ઓવૈસીની SP ગઠબંધનમાં નો એન્ટ્રી
UPમાં ઓવૈસીની પાર્ટીને ગઠબંધન માટે જવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સુનીલ સાજને જમાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સ્પષ્ટ કરી ચુક્યા છે કે અસદુદ્દીન ઓવૈસી સાથે કોઈ જ પ્રકારનું ગઠબંધન કરવામાં આવશે નહીં. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે અખિલેશ કોઈ જ સંજોગોમાં ઓવૈસી સાથે હાથ મિલાવવા તૈયાર નથી. પણ તેઓ નાના પક્ષો સાથે સતત જોડાણ કરવાની તૈયારી દર્શાવી છે. UPમાં અત્યાર સુધી SPનું RLD, ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટી, મહાન દળ તથા જનવાદી પાર્ટી સાથે ગઠબંધન નક્કી છે.

કૃષ્ણા પટેલ-સંજય સિંહએ અખિલેશ સાથે મુલાકાત કરી
બીજી બાજુ આમ આદમી પાર્ટી અને અપના દળ સાથે અખિલેશ યાદવ ગઠબંધન માટે વાતચીત શરૂ કરી દીધી છે. અપના દળના અધ્યક્ષ કૃષ્ણા પટેલ તથા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે બુધવારે અખિલેશ યાદવ સાથે લખનઉમાં મુલાકાત કરી હતી અને જોડાણ અંગે ચર્ચા કરી હતી. સંજય સિંહે કહ્યું ઉત્તર પ્રદેશની સત્તા પરથી ભાજપને હટાવવા માટેની રણનીતિ પર અમે કામ કરી રહ્યા છીએ. આ અંગે અખિલેશ યાદવ સાથે વાતચીત થઈ છે.

ઓવૈસીને સાથે લેવાથી શા માટે SP દૂર રહે છે
હકીકતમાં SP ભાજપને ધ્રુવીકરણની કોઈ તક આપવા ઈચ્છતું નથી. SP જો ઓવૈસી સાથે મેદાનમાં ઉતરશે તો પણ મુસ્લિમ તરફી તથા કટ્ટરપંથી પાર્ટી સાથે હોવાનો આરોપ લાગશે. આ જ કારણથી ઓવૈસી સાથે બિહાર તથા પશ્ચિમ બંગાળ બાદ હવે UPના વિપક્ષ તેમની સાથે જોડાવા ઈચ્છતા નથી.