આત્મહત્યા પહેલાં CA પત્ની માટે બનાવ્યો VIDEO:કહ્યું-'તું ખોટી નથી, તારા પરિવારે ખોટું કર્યું'; એક વર્ષ પહેલાં કર્યા હતા લવ-મેરેજ

25 દિવસ પહેલા

રૂપમ તું ખોટી નથી. તારા પરિવારે મારી સાથે શું કર્યું... તને જાણ નથી, હું દરેક પળ મરી રહ્યો છું. મારા ગયા પછી તારા પરિવાર પાસે જવાબ માગજે...

સાસરિયાંથી પરેશાન 25 વર્ષના યુવકે આત્મહત્યા કરતાં પહેલાં વીડિયો બનાવીને તેની CA પત્નીને આ વાતો કહી. આ વીડિયો યુવકે આપઘાત કરતાં પહેલાં તેની પત્ની માટે બનાવ્યો હતો. તેની પત્ની બે મહિનાથી તેના પિયરમાં રહેતી હતી. વીડિયોમાં યુવકે જણાવ્યું છે કે તેની પત્નીના પરિવારજનો તેને ખૂબ હેરાન કરે છે અને તેને આત્મહત્યા કરવા મજબૂર કરે છે.

વાસ્તવમાં 4 જાન્યુઆરીની રાતે જહાજપુરમાં રહેનાર મુકેશ કુમાર ટાંકે પોતાના રૂમમાં ફાંસી લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું. મુકેશની પત્ની રૂપમ તેને બે મહિનાથી છોડીને પિયર જતી રહી હતી. એને કારણે મુકેશ ખૂબ પરેશાન હતો. સુસાઈડ કરતાં પહેલાં તેણે નોટ લખીને બે વીડિયો પણ બનાવ્યા. વીડિયોમાં મુકેશે તેની પત્નીને નિર્દોષ ગણાવી.

જહાજપુર પોલીસ સ્ટેશનના પ્રભારી દુલીચંદ ગુર્જરે જણાવ્યું હતું કે મુકેશની આત્મહત્યા બાદ તેના નાના ભાઈ અશોક પુત્ર રાધેશ્યામ ટાંકે રૂપમના પિતા રામજસ મુંદડા, માતા કૌશલ્યા, પાર્થ મુંડડા, ઘનશ્યામ ગૌર, વિશાલ મુંદડા, મહેશ મુંદડા અને અંકિત મુંદડા વિરુદ્ધ મુકેશને હેરાન કરવાનો પ્રયાસ અને આત્મહત્યા માટે ઉશ્કેરવા તેમની વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

એક વર્ષ પહેલાં કર્યા હતા લવ-મેરેજ
મૃતક મુકેશ ટાંક અને તેની પત્ની રૂપમ મુંદડાના લગ્ન 20 જાન્યુઆરી 2022ના રોજ આર્ય સમાજ મંદિરમાં થયા હતા. એ પ્રેમ લગ્ન હતા. એક વર્ષ સુધી બંને રાજી-ખુશીથી જીવતાં હતાં.

બંનેએ આર્ય સમાજના મંદિરમાં પ્રેમ લગ્ન કર્યાં હતાં.
બંનેએ આર્ય સમાજના મંદિરમાં પ્રેમ લગ્ન કર્યાં હતાં.

બંને જયપુરમાં નોકરી કરતાં હતાં
માહિતી અનુસાર, બે મહિના પહેલાં મુકેશ કોઈ કામ માટે તેના ગામ જહાજપુર આવ્યો હતો. રૂપમ મુકેશને જાણ કર્યા વગર પિયર જતી રહી. આ પછી મુકેશે રૂપમનો સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ રૂપમ પાછી આવી નહીં.

મુકેશ ટાંક પત્ની રૂપમ મુંદડા સાથે જયપુરમાં રહેતો હતો.
મુકેશ ટાંક પત્ની રૂપમ મુંદડા સાથે જયપુરમાં રહેતો હતો.

સુસાઇડ નોટ પહેલાં મુકેશે શું કહ્યું...
પહેલો વીડિયો-રૂપમ પ્લીઝ... આવીજા. હું ખૂબ પરેશાન છું. મારું મગજ કામ નથી કરતું. મને કંઈ સમજાતું નથી. રૂપમ પ્લીઝ... પાછી આવીજા. હું કંઈ નહીં કરું. હું તને ખુશ રાખીશ. પ્લીઝ... તું પાછી આવીજા. તું ખાલી એક વખત મારી સાથે વાત કરીલે, મને બીજું કંઈ નથી જોઈતું.

બીજો વીડિયો-મારું નામ મુકેશ કુમાર ટોક છે. આજે હું સુસાઈડ કરી રહ્યો છું. એનું કારણ રૂપમનો પરિવાર છે. રૂપમના પરિવારના લોકો મને ધમકી આપે છે. મને મારી નાખવાવી ધમકી આપે છે. અવારનવાર મને ધમકી આપે છે. મને હેરાન કરી રાખ્યો છે. મને અવારનવાર કહે છે, મારી છોકરીનો હાથ છોડી દે, તેના ફોટા હટાવી દે, તારે પૈસા જોઈએ તો બોલ, નહીંતર તને ગોળી મારી દઈશું. તને બદનામ કરી નાખીશું. તારા પરિવારને પતાવી દઈશું. હું રોજ મરી રહ્યો છું.

જગદીશચંદ્ર મુંદડા, રામજસ મુંદડા, રૂપમની માતા કૌશલ્યા, પાર્થ, મહેશ કુમાર, ભાવના મુંદડા, નીરજ માહેશ્વરી અને વિશાલ મુંદડાએ મને હેરાન કરતા હતા. વિશાલે મારી પાસે ઘણા પૈસા લીધા છે. અવારનવાર મેં પૈસા આપ્યા છે. રૂપમ તું વિશાલભાઈ પાસેથી પૈસાનો હિસાબ લેજો. તું પરિવારને પૂછજે... મને આટલી ધમકી કેમ આપી. તને જાણ ન થવા દીધી રૂપમ, તારી પાછળ શું થઈ રહ્યું હતું. મને અવારનવાર ટોર્ચર કર્યું, આથી હું પોતાને જ પતાવી રહ્યો છું. તારા પરિવારના લોકો આરોપી છે. તે લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. રૂપમ તને કોઈ કંઈ નહીં બોલે. આમાં રૂપમનો કંઈ વાંક નથી. બધો વાંક રૂપમના પરિવારનો છે.

અને બીજી એક વાત... મેં લાઈવ આવીને આત્મહત્યા નથી કરી, કારણ કે હું તારી બદનામી સહન ન કરી શકું તેમજ હું તને બદનામ કરવા માગતો નથી. તેથી જ હું ફોન પર બધું રેકોર્ડ કરું છું. આ બાબત ફક્ત તારા સુધી જ રહે. તારા પરિવારના સભ્યોએ મારી સાથે ઘણું ખોટું કર્યું છે.

મુકેશ ટાંકે આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી હતી.
મુકેશ ટાંકે આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી હતી.
અન્ય સમાચારો પણ છે...