દારૂનાં નશામાં ડૉક્ટરે મહિલાને લાફા માર્યા, VIDEO:કહ્યું- કેમ આટલી પીધી છે, BPની સારવાર કરાવા આવી હતી મહિલા

23 દિવસ પહેલા

છત્તીસગઢના કોરબા જિલ્લામાં દારૂના નશામાં ડોક્ટરે મહિલાને થપ્પડ મારી દીધા હતા. મહિલાનું BP લો થવા પર તે સારવાર માટે મેડિકલ કોલેજ ગઈ હતી. પણ ડોક્ટર તેને થપ્પડ મારવા માંડ્યો. મહિલાના પુત્રએ વારંવાર તેનો વિરોધ કર્યો. તો પણ તે ડોક્ટર માન્યો નહીં અને મહિલાને એક પછી એક થપ્પડ માર્યા. ડોક્ટરે મહિલાને એવું પણ કહ્યુ કે કેમ આટલી પીધી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જો કે પછી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યાં મહિલાની સારવાર ચાલી રહી છે. આ મામલે ડૉક્ટરને 'કારણ બતાવો' નોટિસ ફટકારવામાં આવી છે. અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...