રાહુલ ગાંધીને જોઈએ છે લવિંગ-ઈન્ટેલિજન્ટ છોકરી:કહ્યું- જ્યારે મળી જશે ત્યારે લગ્ન પણ થઈ જશે; આઇસક્રીમ વધુ પસંદ

6 દિવસ પહેલા
  • રાહુલે કહ્યું- કોઈપણ કામ કરવામાં આવતી મુશ્કેલીઓ જ તપસ્યા છે

ભારત જોડો યાત્રા વચ્ચે રાહુલ ગાંધીએ ફૂડ, લગ્ન, પ્રથમ જોબ અને પરિવાર બાબતે ખૂલીને વાત જણાવી છે. રાહુલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને લગ્ન સામે કોઈ વાંધો નથી. જ્યારે યોગ્ય યુવતી મળશે ત્યારે લગ્ન પણ થઈ જશે. તેમણે પોતાની પ્રથમ જોબ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું, 'મેં મારી પહેલી જોબ લંડનમાં કરી હતી. એ કંપનીનું નામ મોનિટર હતું.

આ ઈન્ટરવ્યૂ તેમણે રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા દરમિયાન યુટ્યૂબ ચેનલ 'કર્લી ટેલ્સ'ની કામ્યા જાનીને આપ્યો હતો. રાહુલનો આ ઈન્ટરવ્યૂ રવિવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. એમાં તેમણે કંઈક રસપ્રદ વાતો પણ જણાવી છે.

સવાલ- જમવાનું શું પસંદ છે?
જવાબ- હું બધું જ ખાઉં છું. જોકે મને ફણસ અને વટાણા પસંદ નથી. જ્યારે હું ઘરે હોઉં છું ત્યારે ખાવા-પીવા અંગે હું ખૂબ જ સખત હોઉં છું. મારી પાસે અહીં કોઈ વિકલ્પ નથી. મુસાફરી દરમિયાન મને જે મળે એ ખાઈ લઉં છું. તેલંગાણામાં લોકો ભોજનમાં વધુ મરચાં ખાય છે. એ ત્યાં થોડું મુશ્કેલ હતું.

મારો જન્મ એક કાશ્મીરી પંડિતના ઘરે થયો હતો, જેઓ ઉત્તરપ્રદેશમાંથી આવ્યાં હતાં. પપ્પાના પિતાજી પારસી હતા. તેથી સામાન્ય જમવાનું ઘરે બનાવવામાં આવતું હતું. બપોરના ભોજનમાં દેશી જમવાનું બનતું હતું. હા, આઈસક્રીમ મને ખૂબ પસંદ છે.

સવાલ- દિલ્હીમાં ખાવા-પીવા માટે તમારું મનપસંદ સ્થળ કયું છે?
જવાબ- હું પહેલાં જૂની દિલ્હી જતો હતો. હવે મોતી મહેલ જાઉં છું. ક્યારેક હું સાગર, સ્વાગત અને સર્વના ભવનમાં પણ જાઉં છું. રાહુલે કહ્યું હતું કે તેમને તંદૂરી ફૂડ ખાવું ગમે છે. ચિકન ટિક્કા, સીખ કબાબ અને આમલેટ ફેવરિટ છે.

સવાલ- તમારો સ્કૂલ ટાઈમ કેવો રહ્યો?
જવાબ- હું બોર્ડિંગ સ્કૂલમાં હતો. દાદીની હત્યા પહેલાં અમને ત્યાંથી ઉઠાડી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઘરે જ સ્કૂલનો અભ્યાસ શરૂ થયો, કારણ કે સુરક્ષાના કારણસર મને સ્કૂલે જતા રોકવામાં આવ્યો હતો.

સવાલ- તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?
જવાબ- મેં સેન્ટ સ્ટીફન કોલેજમાંથી હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ મેં હાર્વર્ડ યુનિવર્સિટી ગયો, ત્યાં મેં ઈન્ટરનેશનલ રિલેશન એન્ડ પોલિટિક્સનો અભ્યાસ કર્યો. બાદમાં પિતાજીનું નિધન થયું. ત્યાર બાદ અમેરિકાની રોલિંસ કોલેજમાં ગયો, ત્યાં મેં ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો. મેં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું છે.

સવાલ- પ્રથમ જોબ અને સેલરી બાબતે જણાવો?
જવાબ- મેં પ્રથમ જોબ લંડનમાં કરી હતી. કંપનીનું નામ મોનિટર હતું. જે એક સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ કંપની હતી. એ સમયે મને જે સેલરી મળતી હતી એ ત્યારના સમય મુજબ સારી હતી. એ બધા જ રૂપિયા ઘરનું ભાડું અને બીજા ખર્ચામાં ખર્ચાઈ જતા હતા. રાહુલે જણાવ્યું હતું કે મને 3000થી 2500 પાઉન્ડ સેલરી મળી હતી. એ સમયે હું 25 વર્ષનો હતો.

સવાલ- તમને રાજકારણનો રસ કેવી રીતે થયો?
જવાબ- હું રાજકારણના પરિવારમાંથી છું. જ્યારે હું નાનો હતો ત્યારે ડાઈનિંગ ટેબલ પર રાજકારણના અનેક મુદ્દા, દેશ બાબતે અને એ સમયે જે ચાલી રહ્યું હતુે એતે અં ચર્ચાઓ ચાલતી હતી. દાદાના નિધન બાદ ઘણું બદલાઈ ગયું. પિતાજીના નિધનની પણ ખૂબ અસર પડી હતી.

સવાલ- લગ્ન ક્યારે કરશો?
જવાબ- જ્યારે કોઈ યોગ્ય છોકરી મળશે તો લગ્ન પણ કરી લઈશ. એક જ શરત છે કે છોકરી લવિંગ અને હોશિયાર હોવી જોઈએ. રાહુલે કહ્યું- મારાં માતા-પિતાના લગ્ન શાનદાર રીતે થયાં હતાં. માટે લગ્ન બાબતે મારા વિચારો પણ ખૂબ જ ઊંચા છે. હું એવી જ જીવનસાથીની શોધમાં છું.

સવાલ- તમને ગુસ્સો આવે ત્યારે કેવા શબ્દો બોલો છો?
જવાબ- જ્યારે મને વધુ ગુસ્સો આવે છે ત્યારે હું શાંત થઈ જાઉં છું અથવા આવું ન કરો કહું છું. રાહુલે વધુમાં કહ્યું હતુ કે પહેલાં હું અને બહેન ખૂબ લડતાં હતાં, પણ પિતાના મૃત્યુ બાદ અમે ઝઘડવાનું બંધ કરી દીધું.

સવાલ- બેડની પાસે શું-શું રાખો છો?
જવાબ- બેડના બાજુના ડ્રોવરમાં પાસપોર્ટ, આઈડી, રુદ્રાક્ષ, શિવજી અને બુદ્ધની તસવીર રાખેલી છે. એની સાથે જ પર્સ અને ફોન પણ હોય છે. રાત્રે જ્યારે સૂઇ જાઉં છું ત્યારે ફોન દૂર મૂકી દઉં છું. રાહુલે જણાવ્યું હતું કે હું સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતો નથી. માત્ર વ્હોટ્સએપ યુઝ કરું છું અને કેટલાક યુવાઓને એડવાઈઝ આપું છું.

સવાલ- તમે દેશના વડાપ્રધાન બનશો તો શું કરશો?
જવાબ- હું શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માગું છું. હું નાના-મોટા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને મદદ કરવા માગું છું. આ સમયે આ વેપારીઓને મોટા બિઝનેસ તરફ લઈ જવાની જરૂર છે. તેમણે કહ્યું- જેઓ ખેડૂતો, મજૂરો અને બેરોજગાર યુવાનો જેઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, હું તેમને સુરક્ષા આપવા માગું છું.

સવાલ- તમે ભારત જોડો યાત્રા કેમ શરૂ કરી?
જવાબ- આપણી સંસ્કૃતિમાં તપસ્યાનું ખૂબ મહત્ત્વ છે. યાત્રા શરૂ કરવા પાછળનું આ પણ એક કારણ છે. કોઈપણ કામ કરવામાં આવતી મુશ્કેલીઓ જ તપસ્યા છે. કેટલાક લોકો કેરળથી યાત્રામાં જોડાયા, કેટલાક મધ્યપ્રદેશથી જોડાયા, કેટલાક આખા રસ્તે તેમની સાથે રહ્યા. લોકો પાસેથી શીખવા મળી રહ્યું છે, તેમની સાથે વાતચીત થઈ રહી છે. લોકોનાં દિલની પીડા સમજી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...