બાળકને ફીડિંગ કરાવવા ઊઠી અને નોકરી ગઇ:METAમાં છટણીનો ભોગ બનેલી ગુજરાતી મહિલાએ કહ્યું, સવારે 3 વાગે ઇ-મેઇલ જોઈને ફાળ પડી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફેસબુકે મેટામાં તાજેતરમાં 11 હજાર કર્મચારીઓની છટણી કરી છે. આ વચ્ચે એક પોસ્ટ ચર્ચામાં આવી છે.

આ પોસ્ટ અનેકા પટેલ નામની એક મહિલાની છે. તેણે એક પોસ્ટમાં ખૂબજ ભાવુક થાય તેવી વાત લખી છે. તેણે લખ્યું કે, આ દિવસોમાં તે મેટરનિટી રજાઓ પર હતી. સવારે બાળકને ખવડાવવા આંખ ખુલી ત્યારે મોબાઈલ ચેક કર્યો અને સ્તબ્ધ થઈ ગઈ. તેને મેટા તરફથી ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, છૂટા કરાયેલા કર્મચારીઓમાં તેમનો પણ સમાવેશ થાય છે.

તેમણે પોસ્ટમાં લખ્યું, 'સવારે 5.35 વાગ્યે મને એક ઈ-મેઈલ મળ્યો, જેમાં લખ્યું હતું કે, છૂટા કરાયેલા કર્મચારીઓમાં મારો પણ સમાવેશ થાય છે.' આ વાંચી મારું દિલમાં ફાડ પડી. અનેકા ભારતીય મૂળની મહિલા છે. તેણે આગળ લખ્યું, 'હવે શું થશે? આ ખૂબ મુશ્કેલ સવાલ છે. મારી મેટરનિટી રજાઓ ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહી છે. પાછલા કેટલાક મહિનાઓ મારા માટે અઘરા રહ્યા છે. અનેકાની કહાની તે હજારો લોકોમાંથી એક છે જેમને તાજેતરમાં મેટામાંથી છૂટા કરવામાં આવ્યા છે.

પહેલા ઝડપી ભરતી, હવે રાતોરાત છટણી
અનેકાને મે 2020માં મેટામાં નોકરી મળી હતી. કોવિડ પછી ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ વધ્યો હતો. જેને કારણે મેટાએ 2 વર્ષની અંદર પોતાના સ્ટાફને ડબલ કર્યો. આ દરમિયાન મેટાનો સ્ટાફ 90 હજાર પહોંચી ગયો હતો. પરંતુ ગ્રોથની આશા અનુસાર રહ્યો નહતો. આ વાત પોતે કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગે કરી છે. અનેકા મેટામાં કામ કરવા માટે તેના લંડનના ઘરેથી યુએસ શિફ્ટ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, 'હું મારી દીકરીના ઉછેરમાં થોડો સમય પસાર કરવા માંગુ છું. નવા વર્ષ સાથે, હું કામ કરવા માટે તૈયાર થઈશ.

છટણની બીજી કહાની
આ સિવાય અન્ય એક કર્મચારી હિમાંશુ વીએ પણ તેમની વાર્તા સંભળાવી. તેણે કહ્યું હતું કે જ્યારે તેને મેટાની નોકરીની ઓફર કરવામાં આવી ત્યારે તે પણ ભારતથી કેનેડામાં શિફ્ટ થઈ ગયો હતો. તેણે એક LinkedIn પોસ્ટમાં પોતાનું દર્દ પણ શેર કર્યું હતું. તેણે લખ્યું કે, 'મને કેનેડા ખસેડવામાં આવ્યો હતો. META માં જોડાયાના બે દિવસમાં, META સાથેની મારી સફર પૂરી થઈ ગઈ. હું પણ મોટી છટણીનો એક ભાગ બન્યો.

મેટાવર્સમાં ઇન્વેસ્ટમેન્ટથી નુકસાન
પાછલા મહિનાના અંતમાં, મેટાએ ડિસેમ્બરમાં ક્વાર્ટરના રેવેન્યૂ આઉટ લુકની ઘોષણા કરી હતી. કંપનીએ કહ્યું હતું કે આગલા વર્ષે મેટાવર્સમાં ઇન્વેસ્ટમેન્ટના કારણે તેને ઘણું નુકસાન થશે. આ જાણકારી સામે આવ્યા બાદ કંપનીના શેરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. મેટાનો શેર આ વર્ષે 70%થી વધુ તૂટી ચૂક્યો છે.

જોકે મેટાના CEO માર્ક ઝકરબર્ગે રોકાણકારોને બ્રાન્ડમાં વિશ્વાસ કરવા માટે કહ્યું છે. તેમણે દાવો કર્યો, જે કંપનીની સાથે રહેશે તેમને તેનો ફાયદો જરૂર મળશે.

કર્મચારીઓને ત્રણ પ્રકારના ઇમેલ
ટ્વિટરના કર્મચારીઓને ત્રણ પ્રકારના ઇમેલ મોકલ્યા છે. એક ઇમેલ એ લોકો માટે છે જેમને છૂટા કર્યા નથી, એક તે લોકો માટે છે જેમને નિકાળી દેવાયા છે, જ્યારે એક મેલ એ લોકો માટે છે જેમની નોકરી હજુ પણ અધ્ધરતાલ છે.

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે મંગળવારે કંપનીની છટણીની યોજનાઓ પર એક બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે તેમની યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે મંગળવારે કંપનીની છટણીની યોજનાઓ પર એક બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે તેમની યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ઝકરબર્ગે લીધી ખોટાં પગલાંની જવાબદારી
વોલ સ્ટ્રીટ જર્નલે એક રિપોર્ટમાં લખ્યું - ઝકરબર્ગ મંગળવારની મિટિંગમાં નિરાશ દેખાઇ રહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ કંપનીનાં ખોટાં પગલાં માટે જવાબદાર છે. ઝકરબર્ગે કહ્યું કે કંપનીના ગ્રોથને લઇને તેમનું બહુ આશાવાદી થવાને કારણે ઓવરસ્ટાફિંગ થયું. તેમણે બતાવ્યું કે સૌથી વધુ એમ્પ્લોઇ રિક્રૂટિંગ અને બિઝનેસ ટીમમાંથી નિકાળી કાઢ્યા છે.

અન્ય સમાચારો પણ છે...