સોનાલી ફોગાટના PA સુધીરે કબૂલ્યું:કહ્યું- ગોવામાં કોઈ શૂટિંગ નહોતું, મેં જ કાવતરું ઘડીને તેને મારી નાંખી

હિસાર22 દિવસ પહેલા
  • સોનાલીની હત્યાનું કાવતરું ઘણા સમય પહેલાં ઘડવામાં આવ્યું હતું.

સોનાલી ફોગાટ હત્યા કેસના મુખ્ય આરોપી સુધીર સાંગવાને રિમાન્ડ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ હત્યાનું કાવતરું ઘડ્યાની પણ કબૂલાત કરી છે. જો કે, ગોવાના DGP જસપાલ સિંહે આ વાતને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે સુધીરે આવી કોઈ વાતને સ્વીકારી નથી. જો આવી કોઈ માહિતી હશે તો મીડિયાને જાણ કરવામાં આવશે.

બીજી તરફ ગોવા પોલીસના એક સૂત્રએ જણાવ્યું છે કે સુધીર સાંગવાને સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘડવાનું કબૂલ્યું છે. સુધીર જ કાવતરું ઘડીને સોનાલીને ગુરુગ્રામથી ગોવા લાવ્યો હતો. ગોવામાં શૂટિંગ કરવાનો કોઈ પ્લાન નહોતો. સોનાલીની હત્યાનું કાવતરું ઘણા સમય પહેલાં ઘડવામાં આવ્યું હતું. ગોવા પોલીસે આ હત્યા કેસમાં કેટલાક નક્કર પુરાવા એકઠા કર્યા છે, જે સુધીર સાંગવાનને દોષિત ઠેરવવા માટે પૂરતા છે. જ્યારે, ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ટૂંક સમયમાં જ ચાર્જશીટ દાખલ કરવાની સૂચના આપી છે.

હત્યા કેસમાં અત્યાર સુધીમાં 5ની ધરપકડ
ગોવાના અંજુના પોલીસ સ્ટેશનની પોલીસ 23 ઓગસ્ટે ગોવાની કર્લીઝ રેસ્ટોરન્ટમાં થયેલા હત્યાકાંડની તપાસ કરી રહી છે. સુધીર-સુખવિન્દર વિરુદ્ધ હત્યાનો અને અન્ય 3 વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચેયની ધરપકડ કરી છે. પાંચ લોકોનાં નામ છે- સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન, તેના પાર્ટનર સુખવિંદર, રૂમબોય દત્તા પ્રસાદ ગાઓંકર, કર્લીઝ ક્લબના માલિક એડવિન અને રમા માંડ્રેકર.

સુધીર અને સુખવિંદરે કાવતરું ઘડીને સોનાલીની હત્યા કરી છે. દત્તા પ્રસાદે સુધીરને 12 હજાર રૂપિયામાં ડ્રગ્સ આપ્યું હતું. આ કામ માટે સુધીરે દત્તાને બે વખત રૂપિયા 5000 અને 7000 રૂપિયા ચૂકવ્યા હતા. એડવિને તેની રેસ્ટોરન્ટમાં ડ્રગ્સના ઉપયોગનો વિરોધ કર્યો ન હતો. રમા માંડ્રેકર ડ્રગ્સ સ્મગલર છે, જેની પાસેથી દત્તા પ્રસાદે ડ્રગ્સ લીધું અને સુધીરને આપ્યું હતુ.

લેડીઝ ટોઇલેટમાં વધેલું ડ્રગ્સ છુપાવ્યું હતું
ગોવાના DGP જસપાલસિંહના જણાવ્યા અનુસાર, સુધીર અને સુખવિંદરે કબૂલાત કરી છે કે તેમણે 22 ઓગસ્ટની રાત્રે સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપ્યું હતું. તેને પ્રવાહીમાં ભેળવીને મેથેમફેટામાઈન કેમિકલ આપવામાં આવ્યું હતું. સુધીર પાણીની બોટલમાંનો બચેલો પદાર્થ કર્લીઝની ક્લબમાં લઈ ગયો. સુધીર બાકીના ડ્રગ્સને પાણીની બોટલમાં ભરીને ક્લબમાં લઈ ગયો હતો. તેણે આ જ પદાર્થ ડાન્સ ફ્લોર પર પીધો હતો. સીસીટીવીમાં સોનાલીને નશીલો પદાર્થ આપતો સુધીર નજરે પડ્યો છે.

સોનાલીની તબિયત લગભગ 2.30 વાગ્યે ડ્રગના ઓવરડોઝને કારણે બગડતાં બંને તેને વોશરૂમમાં લઈ ગયાં હતાં. ત્યાં સોનાલીને ઊલટી થઈ હતી. થોડીવાર પછી તે પાછી આવી અને ડાન્સ કરવા લાગી. સાંજે 4.30 વાગ્યાની આસપાસ ફરી ટોઇલેટમાં ગઈ, પરંતુ તે પોતે ચાલી કે ઊભી પણ રહી શકતી નહોતી. સુધીર-સુખવિંદર તેને લઈને ગયા તો તે ટોઇલેટમાં જ સૂઈ ગઈ હતી. તે બંને ત્યાં જ બેસી રહ્યા હતા. સવારે બંને પહેલા સોનાલીને પાર્કિંગમાં લઈ ગયા હતા, ત્યાંથી ગ્રાન્ડ લિયોની રિસોર્ટ લાવ્યા, જ્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે ડ્રગ્સની બોટલ લેડીઝ ટોઇલેટમાં છુપાવી દીધી હતી.

હત્યાકાંડની કેસ હિસ્ટ્રી તૈયાર
ભાજપ નેતા સોનાલી ફોગાટ હત્યાકાંડની કેસ હિસ્ટ્રી તૈયાર કરવામાં આવી છે. જેમાં ગોવા પોલીસે સોનાલીની હત્યાની કહાની સંભળાવી છે. આ રિપોર્ટ અનુસાર સોનાલી ફોગાટ 22 થી 25 ઓગસ્ટ સુધી ગોવાની ટૂર પર હતી. સોનાલી, સુધીર સાંગવાન અને સુખવિંદર સાથે 22 ઓગસ્ટમાં ફ્લાઈટ દ્વારા ગોવા આવી હતી. સુધીર અને સુખવિંદર દ્વારા સોનાલીને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી. સુધીરે જ ડ્રગ્સ ખરીદ્યું હતુ અને પ્રવાહીમાં ભેળવીને બોટલથી સોનાલીને પીવડાવ્યું હતુ.

ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, સુધીર સાંગવાનની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે સોનાલીને આપવામાં આવેલી દવા મેથામ્ફેટામાઈન એટલે કે MD છે. રિપોર્ટમાં સોનાલીનું ગોવા પહોંચવું, કર્લીઝની રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ મળી આવ્યું, સોનાલીને ડ્રગ્સ આપવામાં આવ્યું, તેની હત્યા, હત્યા સાથે જોડાયેલા પુરાવા, સાક્ષીઓનાં નિવેદન, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ રિપોર્ટ વગેરે માહિતી ઉપલબ્ધ છે. અંજુના પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પ્રશાલ દેસાઈએ આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...