• Gujarati News
  • National
  • Said The Dalit Family Was Instructed By The Officials To Give Only Branded Tea To The CM.

કોંગ્રેસે કર્ણાટકના CM બોમ્મઈ પર નિશાન સાધ્યું:કહ્યું- દલિત પરિવારને અધિકારીઓ દ્વારા CMને માત્ર બ્રાન્ડેડ ચા આપવાની સૂચના અપાઈ હતી.

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસે કર્ણાટકના CM બસવરાજ બોમ્મઈ પર નિશાન સાધ્યું હતું. નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સીએમ દલિતના ઘરે ભોજન કરે એ પહેલાં પરિવારને જરૂરી સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે મુખ્યમંત્રીને માત્ર બ્રાન્ડેડ ચા જ આપવામાં આવે. કોંગ્રેસે એનો વીડિયો પણ શેર કર્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે સીએમના આગમન પહેલાં SI સાથે એક અધિકારી દલિતના ઘરે પહોંચે છે અને પરિવારને પૂછે છે કે તમે મુખ્યમંત્રીને કઈ ચા પીવડાવો છો. મહિલા પેકેટ બતાવે છે તો સેમ્પલ જોયા બાદ અધિકારી કહે છે કે CM બસવરાજ અને તેમની ટીમને સિમ્પલ ચાની જગ્યાએ માત્ર બ્રાન્ડેડ ચા જ આપવામાં આવે. કોઈપણ કંપનીની 250 ગ્રામ ચા લઈ આવો. તમારી ચા જુદી રાખો. એનો ઉપયોગ કરશો નહીં, સાથે પાણીની બંધ બોટલ લાવવાનું પણ કહેવામાં આવ્યું. આ વીડિયો એક સ્થાનિક અખબારના રિપોર્ટ બતાવતાં સમાપ્ત થાય છે.

કોંગ્રેસે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે શું CM ત્યાં દલિતોની મજાક ઉડાવવા ગયા હતા. દલિતના ઘરે ભોજન લેવાના સમગ્ર નાટકમાં સંઘ પરિવારની માનસિકતા દેખાય છે. દલિત પરિવારના ઘરે ભોજન લેવું એ ભાજપ માટે અપમાન હતું અને હવે તો તેમને શંકા પણ છે.

2023માં યોજનારી ચૂંટણીની તૈયારી
કર્ણાટકમાં આવતા વર્ષે એપ્રિલ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એક તરફ કોંગ્રેસ ભારત જોડો યાત્રા કરી રહી છે. તેના જવાબમાં ભાજપે 11 ઓક્ટોબરથી 'જન સંકલ્પ યાત્રા' શરૂ કરી છે, જેને લઈ ગુરુવારે CM બોમ્મઈ, ભાજપ નેતા BS યેદિયુરપ્પા, પર્યટનમંત્રી આનંદ સિંહે હોસપેટ નજીકના એક ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તમામ લોકો એક દલિત પરિવારના ત્યાં ગયા હતા અને ચા પીને ભોજન લીધું હતું. મુખ્યમંત્રી કાર્યાલયે આ ફોટો અને વીડિયો પણ શેર કર્યો છે.

સિદ્ધારમૈયાએ કહ્યું- ભાજપે દલિતો માટે કંઈ કર્યું નથી
કર્ણાટકમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ પણ આ કિસ્સામાં CM પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે BJP સરકારે દલિતો અને પછાત લોકો માટે કંઈ કર્યું નથી. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ પણ ટ્વિટર પર જઈને ચિક્કમંગલુરુમાં દલિત કાર્યકર્તાઓ પર હુમલો અને બંધકો બનાવવાનો ઉલ્લેખ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તમને જણાવી દઈએ કે સુરજેવાલા પાર્ટીના કર્ણાટક પ્રભારી પણ છે.

અન્ય સમાચારો પણ છે...