ગૂગલ ફોર ડૂડલ 2022 કોમ્પિટિશન માટે કોલકાતાના શ્લોક મુખર્જીને વિનર જાહેર કર્યા છે. ઇન્ડિયા ઓન ધ સેન્ટર સ્ટેજ વિષય પર બનાવેલ શ્લોકના ડૂડલને દુનિયાભરમાંથી પસંદ કરેલી 20 એન્ટ્રીમાંથી સૌથી વધુ વોટ મળ્યા છે. ગૂગલ ઇન્ડિયાએ પોતાના હોમપેજ પર 14 નવેમ્બરની રાત્રે લાઇવ કર્યું હતું, જે આગળના દિવસે રાત 12 વાગ્યા સુધી જોવા મળશે.
શ્લોકનું માનવું- દેશ યોગ, વિજ્ઞાન અને અંતરિક્ષના ક્ષેત્રમાં મજબૂત બનશે
પોતાના ડૂડલ વિશે શ્લોક લખે છે, 'આવનારાં 25 વર્ષમાં ભારત માનવાતાની ભલાઇ માટે સાયન્ટિસ્ટ પોતાના ખુદનું ઇકો-ફ્રેન્ડલી રોબોટ વિકસિત કરશે. ભારતના અંતરિક્ષ સુધી રેગ્યુલર અંતરિક્ષ યાત્રાઓ થશે. ભારત યોગ અને આયુર્વેદના ક્ષેત્રમાં વધુ વિકાસ કરશે અને આવનારાં વરસોમાં વધુ મજબૂત થશે.'
ડૂડલ માટે એક લાખથી વધુ એન્ટ્રીઝ
ગૂગલની આ કોમ્પિટિશનમાં દેશનાં 100 શહેરોના ક્લાસ 1થી 10 સુધીનાં બાળકોએ ભાગ લીધો હતો. લગભગ 115,000થી વધુ ક્રિએટિવ આર્ટ વર્કની એન્ટ્રીઝ પહોંચી હતી. કોમ્પિટિશનના 20 ફાઇનાલિસ્ટમાંથી પસંદ કરવા માટે ઓનલાઇન વોટિંગ થયું હતું. નેશનલ વિનર સિવાય 4 ગ્રુપ પણ પસંગ કરવામાં આવ્યા. જેના માટે આશરે 52,000 લોકોએ વોટિંગ કર્યું હતું.
નીના ગુપ્તા હતી કોમ્પિટિશનની જજિંગ પેનલમાં
ગૂગલ ડૂડલ માટે જજિંગ પેનલમાં નીના ગુપ્તા, ટિંકલ કોમિક્સના ચીફ એડિટર કુરિયાકોસ વૈસિયન, યૂટ્યૂબ પ્રોડ્યુસર સ્લેયપોઇન્ટ, એન્ટરપ્રિન્યોર અલીકા ભટ્ટ સિવાય Google ડૂડલની ટીમ પણ સામેલ રહી હતી. ડૂડલ ફોર ગૂગલ કોમ્પિટિશનનો ઉદ્દેશ્ય રચનાત્મકતાને પ્રોસાહિત કરવું અને યુવાઓમાં કલ્પનાનો જશ્ન મનાવવાનો છે.
1998માં બન્યું હતું પ્રથમ ડૂડલ
ગૂગલ માટે પહેલું ડૂડલ બ્લેક રોક સિટી નેવાદામાં થનારી બર્નિંગ મેન ઇવેન્ટને સમર્પિત હતું. આ 30 ઓગસ્ટ 1998એ ગૂગલ પર જોવા મળ્યું હતું. આને લૈરી પેજ અને સર્ગેઇ બ્રિને ડિઝાઇન કર્યું હતું. ગૂગલ ડૂડલ, વર્ષ 2000 સુધી કોન્ટ્રેક્ટ બેઝ પર બનાવવામાં આવતું હતું. ત્યાર બાદ એક ટીમ ડૂડલ માટે કામ કરવા લાગી, જેને ડૂડલર્સ કહેવામાં આવે છે.
ગૂગલે ભારત માટે 2009માં પહેલી વાર ડૂડલ ફોર ગૂગલ હરીફાઇની જાહેરાત કરી. વિનિંગ ડૂડલને 14 નવેમ્બરે ગૂગલ ઇન્ડિયા હોમપેજ પર લાઇવ કરવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.