ઝારખંડના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન:કહ્યું- કેન્દ્ર સરકારે યુવતીઓની લગ્ન માટેની ઉંમર વધારવાને બદલે ઘટાડવાની જરુર હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપા સાંસદ બોલ્યા- છોકરીઓ મનસ્વી અને આપખુદી બની જશે

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે યુવક અને યુવતીઓ માટે વિવાહની લઘુત્તમ ઉંમર એક સરખી એટલે કે 21 વર્ષ કરવાના બિલને મંજૂરી આપી છે. જો આ કાયદો બન્યો તો દરેક ધર્મો અને વર્ગોમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર બદલાઈ જશે. મોટાભાગના લોકોએ આ નિર્ણયનું સમર્થન કર્યું છે, પરંતુ ઝારખંડના એક મંત્રી અને ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદે કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં નિવેદન આપ્યું છે.

ઝારખંડના લઘુમતી કલ્યાણ મંત્રી હાફિજુલ હસનનું કહેવું છે કે સરકારને લગ્નની ઉંમર વધારવાની જગ્યાએ ઘટાડવાની જરુર હતી. આજકાલ છોકરીઓની ગ્રોથને જોતા તે ઉંમર 16 વર્ષ કરવી જોઈતી હતી, અને જો તેઓ તે ન કરી શકે તો 18 વર્ષ જ રાખવાની હતી. મંત્રીના આ નિવેદનનો BJPએ વિરોધ કર્યો છે.

બીજી બાજૂ, SPના સાંસદ ડો. શફીકુર્રહમાન બર્કે કહ્યું કે યુવતીઓની લગ્નની ઉંમર વધારવામાં આવશે તો તેઓ મનસ્વી અને આપખુદી બની જશે. ડૉ. બર્કે કહ્યું કે વહેલા લગ્ન થઈ જવાથી છોકરીઓ દરેક પ્રકારની સ્થિતિથી બચી જાય છે. તેઓ સંસદમાં છોકરીઓની લઘુત્તમ ઉંમર વધારવાનો વિરોધ કરશે.

BJPએ કહ્યું- આ નિવેદન યોગ્ય નથી
મંત્રીના નિવેદનનો BJPએ વિરોધ કર્યો છે. વિધાનસભામાં પાર્ટીના નેતા વિરંચી નારાયણે કહ્યું કે એક મંત્રીને આવું નિવેદન ન આપવું જોઈએ. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા પણ છે.

શું છે છોકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020એ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણમાં આ બાબતનું એલાન કર્યું હતું. PMએ આ પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે સરકાર દીકરીઓ અને બહેનોના સ્વાસ્થ્યને લઈને હંમેશા ચિંતિંત રહે છે. દીકરીઓને કુપોષણથી બચાવા માટે તે જરુરી છે કે તેમના લગ્નની ઉંમર યોગ્ય હોય. હાલ, દેશમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને છોકરાઓની 21 વર્ષ છે.

અન્ય સમાચારો પણ છે...