તાજમહેલના ભંડકિયામાં 22 રૂમ ખોલવાની અરજી હાઈકોર્ટે ભલે ફગાવી દીધી હોય, પરંતુ આ સુંદર ઈમારત પરનો વિવાદ થમવાનું નામ જ નથી લેતો. તાજમહેલ પર માલિકી હક્કનો દાવો કરનારા જયપુર રોયલ ફેમિલીના રાજકુમારી સાંસદ દિયા કુમારીને મુઘલ વંશના પ્રિન્સ તુસીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. સાથે જ તુસીએ રાજકુમારીના તમામ દાવાઓને સસ્તી પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે.
રાજકુમારી દિયાને તાજમહેલના વારિસ હોવાના નિવેદન પર પ્રિન્સ તુસીએ કહ્યું, 'કોઈ દસ્તાવેજ દેખાડી દો તો હું માની લઈશ. આ માત્ર હવામાં તીર મારવામાં આવ્યું છે. મુઘલ સલ્તનત, પછી બ્રિટિશ હુકુમત અને બાદમાં ભારત આઝાદ થયું. આટલા સમયથી તમને યાદ ન આવ્યું કે તાજમહેલ તમારો છે. મુઘલ સામ્રાજ્યમાં 14માંથી 9 રાણી રાજપૂત હતી. એવામાં અમે તમારા સંબધી થયા. જો તમારામાં રાજપૂતોનું લોહી છે તો તમે કાગળ દેખાડો.'
તુસીએ કહ્યું, 'હાલમાં જ એક ભાજપના નેતાએ કોર્ટમાં એપ્લિકેશન કરી. કાલે તેઓ જ કહેશે કે ગુરુદ્વારા, ચર્ચની તપાસ કરાવો તો શું થશે. મારી દેશની જનતાને એક જ અપીલ છે કે આવા ચીપ લોકો પબ્લિસિટી માટે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોન્ટ્રોવર્સી કરાવવા માગે છે. આવા લોકોની વાતો પર ધ્યાન ન આપો.'
ચાલો હવે પ્રિન્સ તુસીને પણ જાણી લઈએ
પ્રિન્સ તુસી હૈદરાબાદના રહેવાસી છે. તેમનું આખું નામ પ્રિન્સ યાકૂબ હબીબુદ્દીન તુસી છે. પ્રિન્સ તુસી પોતાને મુઘલ બાદશાહ શાહજહાંના વંશજ ગણાવે છે. તેવો દાવો કરે છે કે બહાદુરશાહ ઝફરની છઠ્ઠી પેઢીના છે. તેમને ઘણાં વર્ષો પહેલાં અયોધ્યાની બાબરી મસ્જિદ અને તાજમહેલ પર માલિકી હક્કનો દાવો કર્યો હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. પહેલાં તેમને આગરા આવવા પર પ્રોટોકોલ મળતું હતું પરંતુ હવે ઉર્સ ઈન્તઝામિયા કમિટી અને પુરાતત્વ વિભાગ બંને તેમની અપેક્ષા કરે છે.
પ્રિન્સના તાજમહેલ આવે તો તેમને CISFની સુરક્ષા હજુ પણ મળે છે. પ્રિન્સ તુસીએ જણાવ્યું કે ચાર વર્ષ પહેલાં તેમને હૈદરાબાદ કોર્ટમાં DNA તપાસની અપીલ કરી હતી. જે બાદ તેમને મુઘલ વંશજ માનવામાં આવે છે. જો કે હવે રાજપરિવાર જેવી વ્યવસ્થાઓ ખતમ થઈ ગઈ છે. તેથી તેમને મુઘલ સંપત્તિ પર માલિકી હક્ક ન મળી શકે.
તાજમહેલ પર જયપુર રોયલ ફેમિલીએ કર્યો હતો દાવો
બે દિવસ પહેલાં તાજમહેલ પર જયપુર રોયલ ફેમિલીએ પણ દાવો કર્યો હતો. રોયલ ફેમિલીના સભ્ય અને ભાજપના સાંસદ દિયા કુમારીએ કહ્યું કે તે જગ્યાએ અમારો મહેલ હતો. આ સારી વાત છે કે કોઈએ તાજમહેલના દરવાજા ખોલવાને લઈને અપીલ કરી છે, તેનાથી સત્ય સામે આવશે. અમે પણ હાલ મામલાનું એક્ઝામિન કરી રહ્યાં છીએ.
દિયા કુમારીએ દાવો કર્યો કે તેમની પાસે એવા ડોક્યુમેન્ટ છે, જે જણાવે છે કે પહેલાં તાજમહેલ જયપુરના જૂનાં રાજપરિવારનો પેલેસ હતો, જેના પર શાહજહાંએ કબજો કરી લીધો. જ્યારે શાહજહાંએ જયપુર પરિવારનો આ પેલેસ અને જમીન લીધી તો પરિવાર તેમનો વિરોધ ન કરી શક્યો, કેમકે ત્યારે તેમનું શાસન હતું.
ભગવા વસ્ત્ર અને ધર્મદંડ લઈને પ્રવેશનો વિવાદ પણ કોર્ટમાં
આગરાના તાજમહેલમાં ભગવા વસ્ત્ર અને ધર્મદંડ લઈને પ્રવેશ ન દેવાના મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ધર્મદંડ અને ભગવા વસ્ત્રની સાથે તાજમહેલમાં પ્રવેશની અનુમતિ આપવાની માગ કરાઈ છે. આ અરજી જગદગુરુ પરમહંસ આચાર્ય ધર્મેન્દ્ર ગોસ્વામી દ્વારા દાખલ કરવામાં આવી છે. અયોધ્યા છાવણી તપસ્વી અખાડાના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસાચાર્યને થોડાં દિવસ પહેલાં તાજમહેલમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. જેના પર તેમને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગુરુવારે આગરાના હિન્દુવાદી નેતા ગોવિંદ પારાશરે સુપ્રીમ કોર્ટમાં તાજમહેલને લઈને અરજી કરવાની જાહેરાત કરી છે.
આ પહેલાં તાજમહેલ પર શું થયું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.