• Gujarati News
  • National
  • Said Some People Are Creating Enmity In The Name Of Religion; We Cannot Remain Silent

કટ્ટરપંથી તાકાત સામે ડોભાલનું નિવેદન:કહ્યું- કેટલાંક લોકો ધર્મના નામે દુશ્મની ઊભી કરી રહ્યાં છે; અમે ચૂપ ન રહી શકીએ

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે કહ્યું કે કેટલાંક લોકો એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે જે દેશની પ્રગતિમાં અડચણ નાખે છે. શનિવારે તેમને કહ્યું કે એવા લોકોની માત્ર નિંદા કરવી જ પૂરતું નથી, પરંતુ તેમના વિરૂદ્ધ એક્શન લેવાની જરૂર છે.

ડોભાલે કહ્યું કે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI) સહિત અન્ય કટ્ટરપંથી તાકાતો વિરૂદ્ધ મળીને કામ કરવાની જરૂર છે. ડોભાલે દિલ્હીમાં અખિલ ભારતીય સૂફી સજ્જાદનશીન પરિષદના ધાર્મિક સંમેલનમાં આ વાત કરી. કાર્યક્રમમાં હાજર મુસ્લિમ નેતાઓએ PFI પર પ્રતિબંધ લગાડવાની માગ કરી.

સંમેલન દરમિયાન NSA અજીત ડોભાલનું સ્વાગત કરતા મુસ્લિમ સમુદાયના લોકો
સંમેલન દરમિયાન NSA અજીત ડોભાલનું સ્વાગત કરતા મુસ્લિમ સમુદાયના લોકો

એકતા માટે ધર્મગુરુ મળીને કામ કરે
ડોભાલે કહ્યું કે કેટલાંક લોકો છે જે ધર્મ અને વિચારધારાના નામે દુશ્મની ઊભી કરે છે. જે દેશ આખાને પ્રભાવિત કરે છે. આવું વાતાવરણ દેશની બહાર પણ ફેલાઈ છે અને દુનિયામાં સંઘર્ષનો માહોલ બને છે. તેની સામે લડવા માટે દેશની એકતા બનાવી રાખવી જરૂરી છે, કે જેથી આપણે સશક્ત દેશ બનવા તરફ આગળ વધી શકીએ. આ માટે ધર્મગુરુઓ મળીને કામ કરે તે જરૂરી છે.

ખોટી ધારણાઓ દૂર કરવાની જરૂરિયાત
અજીત ડોભાલે કહ્યું કે સમાજમાં ખોટી ધારણાઓને દૂર કરવા અને દરેક ધાર્મિક સંસ્થાને તેનો ભાગ બનવા માટે પ્રયાસ કરવાની જરૂરિયાત છે. છેલ્લાં કેટલાંક વર્ષથી દેશ જે વિકાસ કરી રહ્યો છે અને તેનાથી જે ફાયદો થશે, તે દરેક હિન્દુસ્તાનીને મળશે. ધાર્મિક દુશ્મનીનો મુકાબલો કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે.

NSAએ કહ્યું કે આપણે આપણી અવાજને મજબૂત કરવાની સાથે સાથે ગ્રાઉન્ડ લેવલે પોતાના મતભેદ દૂર કરવા જરૂરી છે. આપણે ભારતના દરેક વર્ગને એવો અનુભવ કરાવવાનો છે કે અમે એક સાથે, એક દેશના લોકો છીએ, અમને તે વાત પર ગર્વ છે અને અહીં દરેક ધર્મને સ્વતંત્રતાની સાથે સ્વીકાર કરવામાં આવે છે.

રાષ્ટ્ર વિરોધી સંગઠનો પર પ્રતિબંધ લાગે
અખિલ ભારતીય સૂફ સજ્જાદનશીન પરિષદના ધાર્મિક સંમેલનમાં ધાર્મિક નેતાઓએ PFI અને એવાં જ રાષ્ટ્ર વિરોધ પ્રવૃતિઓમાં સામેલ સંગઠનો પર પ્રતિબંધ લગાડવાના પ્રસ્તાવને પસાર કર્યો.

અખિલ ભારતીય સૂફ સજ્જાદનશીન પરિષદના સંમેલનમાં તમામ ધર્મના ધર્મગુરુ ઉપસ્થિત હતા.
અખિલ ભારતીય સૂફ સજ્જાદનશીન પરિષદના સંમેલનમાં તમામ ધર્મના ધર્મગુરુ ઉપસ્થિત હતા.

નિંદા નહીં, કંઈક કરવાનો સમયઃ ચિશ્તી
પરિષદના અધ્યક્ષ હજરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે કોઈ પણ ઘટના હોય ત્યારે આપણે તેની નિંદા કરીએ છીએ, પરંતુ હવે નિંદા કરવાનો નહીં પરંતુ કંઈક કરી દેખાડવાનો સમય છે. દેશમાં જેટલાં પણ કટ્ટરપંથી સંગઠનનો ફેલાવો થયો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે. તે પછી કોઈ પણ કટ્ટરપંથી સંગઠન હોય, તેના વિરૂદ્ધ પુરાવા હોય તો તેના વિરૂદ્ધ એકશન લેવા જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...