• Gujarati News
  • National
  • Said Nitish Kumar Is So Attached To Khursi That Favicol Company Should Make Him A Brand Ambassador.

2024 માટે નીતિશના પ્રયાસો પર PKનો કટાક્ષ:કહ્યું- નીતિશકુમાર ખુરસી સાથે એવા ચિપકેલા છે કે ફેવિકોલ કંપનીએ તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ

19 દિવસ પહેલા

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારના CM નીતિશકુમારની અન્ય નેતાઓ સાથેની મુલાકાત પર નિશાન સાધ્યું છે. તેમને કહ્યું કે ચાર નેતાઓને મળવાથી તેમની સાથે ચા પીવાથી કોઈજ ફર્ક નથી પડવાનો. તેનાથી વિપક્ષની એકજુટતા સાબિત નથી થતી. તેમને કહ્યું કે નીતિશ કુમારની દિલ્હી મુલાકાતના અનેક અર્થ કાઢી શકાય છે, પરંતુ આ ઘટનાની નેશનલ પોલિટિક્સમાં કોઈ અસર નથી જોવા મળતી.

PKએ શનિવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમે બિહારમાં અનેક ગઠબંધન બનતાં-તૂટતાં જોયા છે. માત્ર એક કડી નથી તૂટતી, CMની ખુરસી અને નીતિશકુમારની. જે રીતે નીતિશ પહેલા ભાજપની સાથે હતા, પછી તેને છોડી દીધા, ફરી સાથે આવ્યા અને હવે ફરી સાથે છોડ્યો. આ દરમિયાન CMની ખુરસી અને નીતિશ કુમારજી વચ્ચેનું ગઠબંધન ન તૂટ્યું.

તેમને કહ્યું કે તેઓ ખુરસી સાથે ચિપકેલા છે. આવી બાજીગરી નીતિશકુમાર જ કરી શકે છે. કોઈ પણ ગઠબંધન હોય, ગમે તેવી સ્થિતિ હોય, આ સંબંધો નથી તૂટતાં. ફેવિકોલ કંપનીએ તેમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ.

બિહારમાં સરકાર બદલાય તો તેની અસર અન્ય રાજ્યોમાં નહીં
પ્રશાંત કિશોરે બિહારમાં નીતિશના ભાજપ છોડવાના નિર્ણય પર કહ્યું કે આ રાજ્ય આધારિત ઘટના છે. જેની અસર બીજા રાજ્યોમાં નથી જોવા મળતી. તેમને મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતાં કહ્યું કે મહારાષ્ટ્રમાં પહેલા ગઠબંધનની સરકાર હતી, હવે NDAની સરકાર છે. તેની બિહારમાં કોઈ અસર જોવા ન મળી.

મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સાથે મુલાકાત કરતા બિહારના CM નીતિશકુમાર
મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સાથે મુલાકાત કરતા બિહારના CM નીતિશકુમાર

વિપક્ષને એક સાથે લાવવામાં કવાયત કરતા નીતિશ
નીતિશકુમારે પોતાની દિલ્હી મુલાકાત દરમિયાન 5 સપ્ટેમ્બરથી લઈને 7 સપ્ટેમ્બર સુધી વિપક્ષના 10થી વધુ નેતાઓ સાથે મુલાકાત કરી. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, લાલુ યાદવ, JDS નેતા એચડી કુમારસ્વામી, AAP નેતા અરવિંદ કેજરીવાલ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, તેમના પિતા મુલાયમસિંહ યાદવ, CPI મહાસચિવ ડી રાજા, CPM મહાસચિવ સીતારામ યેચુરી, ઈનેલોના ઓમપ્રકાશ ચૌટાલા, NCP અધ્યક્ષ શરદ પવાર અને ભાકપા માલેના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...