ગુજરાત સરકાર સામે CJIની કડક ટિપ્પણી:કહ્યું- તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ન તો UAPA કે ન POTA તેમ છતાં એક મહિલા 2 મહિનાથી કસ્ટડીમાં છે

એક મહિનો પહેલા

ગુજરાત રમખાણ સાથે જોડાયેલાં રમખાણના મામલે સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપતી અરજી પર ગુરુવારે સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે સોલિસિટર જનરલને પૂછ્યું- તિસ્તા વિરૂદ્ધ ન તો UAPA લગાડવામાં આવ્યો છે ન તો POTAનો કેસ નોંધાયો છે, તેમ છતાં 2 મહિનાથી કસ્ટડીમાં તમે તેમને રાખ્યા છે. શુક્રવારે બપોરે 2 વાગ્યે ફરી આ મામલે સુનાવણી થશે.

તિસ્તાની જામીનનો વિરોધ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે મામલો હાઈકોર્ટમાં છે, તેથી તમે ત્યાં જ સુનાવણી થવા દો. મહેતાએ આ દરમિયાન કહ્યું કે સુપ્રીમ કોર્ટ સંપૂર્ણપણે આંખ બંધ કરીને ન રાખે, પરંતુ આંખ પૂરી રીતે ખોલે પણ નહીં. સુનાવણી ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેંચમાં થઈ. તિસ્તા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ તો ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલે દલીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોને શું કહ્યું....

કપિલ સિબ્બલઃ તિસ્તા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટે 24 જૂને ટિપ્પણી કરી અને 25 જૂને તેની ગુજરાત પોલીસે ધરપકડ કરી. કોઈ પણ જાતના પુરાવા અને તપાસ વગર.

CJI યૂયૂ લલિતઃ 2 મહિનામાં શું તમે ચાર્જશીટ દાખલ કરી છે કે તમે હજુ તપાસ જ કરી રહ્યાં છો? શું-શું તમને અત્યાર સુધીમાં મળ્યું છે?

SG મહેતાઃ રાજ્ય સરકારે નિયમાનુસાર કાર્યવાહી કરી રહી છે. તપાસ અને તે અંગે અમે હાઈકોર્ટમાં જણાવીશું. તમે આ મુદ્દે હાઈકોર્ટમાં જ કેસ ચાલવા દો.

CJI યૂયૂ લલિતઃ હાઈકોર્ટમાં 3 ઓગસ્ટે જામીન અરજી દાખલ કરવામાં આવી. સુનાવણીની તારીખ 19 સપ્ટેમ્બર છે. 6 સપ્તાહ પછી કોઈની જામીન અરજી પર સુનાવણી થશે? ગુજરાત હાઈકોર્ટની આ જ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે? માની લો કે અમે તિસ્તાને વચગાળાની રાહત આપીએ છીએ અને મામલાની સુનાવણી થવા દઈશું.

SG મહેતાઃ હું તેનો વિરોધ કરીશ. ગુજરાત રમખાણ પછી તિસ્તા ષડયંત્રમાં સામેલ હતી અને તે વાત IPCની કલમ 302થી પણ વધુ ગંભીર છે.

ગુજરાત સરકારે દાખલ કરી હતી એફિડેવિટ
30 ઓગસ્ટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફેડેવિટ દાખલ કરીને તિસ્તાની જામીનનો વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું તિસ્તા વિરૂદ્ધ FIR ન માત્ર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આધારિત છે, પરંતુ પુરાવાઓ દ્વારા સમર્થિત છે.

ગુજરાત રમખાણ કેસમાં તિસ્તા સેતલવાડ (ડાબે) જાકિયા ઝાફરીની સહ અરજદાર હતી.
ગુજરાત રમખાણ કેસમાં તિસ્તા સેતલવાડ (ડાબે) જાકિયા ઝાફરીની સહ અરજદાર હતી.

અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસમાં FIRને યોગ્ય ગણાવવા માટે તે સામગ્રીને રેકોર્ડમાં લાવવામાં આવી છે, જે સ્પષ્ટ કરે છે કે આવેદકે રાજકીય, નાણાકીય અને અન્ય ભૌતિક લાભ પ્રાપ્ત કરવા માટે અન્ય આરોપીઓની સાથે મળીને ગુનાકિય કૃત્ય કર્યા હતા.

SCની ટિપ્પણી પછી ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી
2002ના ગુજરાત રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ ટીમે તત્કાલીન મુખ્યમંત્રીને ક્લીનચીટ આપી હતી. તેને જાકિયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દેતાં કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...