• Gujarati News
  • National
  • Said Motilal Vora Used To Take All Financial Decisions, No Evidence Can Be Given About This

હેરાલ્ડ કેસમાં તમામ નેતાએ વોરાનું નામ લીધુ:કહ્યું- તમામ આર્થિક નિર્ણય મોતીલાલ વોરા લેતા હતા, આ અંગે પૂરાવા આપી શકાય તેમ નથી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસના તમામ નેતાઓએ આર્થિક વ્યવહારો અંગેની માહિતીથી પોતાને અલગ કરી લીધા છે. ED સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે તથા પવન બંસલે કહ્યું છે કે મોતીલાલ વોરા આર્થિક વ્યવહારને લગતી બાબતોમાં દરેક નિર્ણય કરતા હતા. આ અંગે તેઓ પૂરાવા આપી શકે તેમ નથી.

તપાસમાં EDને અનેક બોગસ કંપનીઓની ભાળ મળી
કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના એક માત્ર કર્મચારી છે. આ સંજોગોમાં ED પાસે પૂછપરછ માટે કૉંગ્રેસ નેતા ખડગેને બોલાવવા ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ રહ્યો ન હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેસની તપાસ દરમિયાન EDને અનેક બોગસ કંપનીઓ મળી આવી છે. જેના મારફતે યંગ ઈન્ડિયા સાથે વ્યવહાર કરવામાં આવતા હતા. આ સાથે કંપનીના રૂપિયા 90 કરોડના વ્યવહાર પણ EDની શંકાના ઘેરાવામાં છે. ​​​​​​​

EDએ ખડગેની 8 કલાક સુધી પૂછપરછ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેની 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીએ તેમને યંગ ઈન્ડિયાના કાર્યાલયમાં જ પૂછપરછ કરી હતી. પૂછપરછ બપોરે 12:30 વાગે શરૂ થઈ હતી. પૂછપરછ સમયે જ કાર્યાલયમાં પણ તપાસ કરવામાં આવી હતી.

ખડગે 8 કલાક બાદ રાત્રે 8:30 વાગે કાર્યાલયની બહાર નિકળ્યા હતા. બીજી બાજુ, ED દ્વારા પાઠવવામાં આવેલા સમન્સ મુદ્દે રાજ્યસભામાં ખડગેએ ગુરુવારે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું સંસદની કાર્યવાહી સમયે તેમને બોલાવવા તે યોગ્ય વાત છે? આ અંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જવાબ આપ્યો કે કોઈ વ્યક્તિ ખોટુ કામ કરશે તો તપાસ એજન્સીઓ પગલાં ચોક્કસપણે ભરશે. ત્યારબાદ ગૃહમાં આ મુદ્દે ઉગ્ર ચર્ચા થવા લાગી હતી. ​​​​​​​

યંગ ઈન્ડિયાનું કાર્યાલય સીલ કરવામાં આવ્યું
આ અગાઉ બુધવારે પણ અહીં તપાસ કામગીરી આગળ વધી હતી. દરોડા બાદ EDએ નેશનલ હેરાલ્ડની ઈમારતમાં યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના કાર્યલાયને સીલ કરી દીધુ હતું. ત્યારબાદ કૉંગ્રેસ નેતાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને દેશમાં લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો છે.

મોતીલાલ વોરા કોણ છે
મોતીલાલ વોરા કૉંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેઓ બે વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા. વર્ષ 2000થી 2018 સુધી (18 વર્ષ) પાર્ટીના ખજાનચી પણ રહ્યા હતા. 21 ડિસેમ્બર 2021માં તેમનું અવસાન થયું હતું. વર્ષ 1970માં કૉંગ્રેસમાં સામેલ થયા હતા. વર્ષ 1972માં કૉંગ્રેસની ટિકિટથી ધારાસભ્ય બનાવ્યા. ત્યારબાદ 1977 તથા 1980માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. અર્જુન સિંહની કેબિનેટમાં પ્રથમ ઉચ્ચ શિક્ષણ વિભાગમાં રાજ્યમંત્રી રહ્યા.

13 ફેબ્રુઆરી 1985માં વોરાને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 13 ફેબ્રુઆરી,1988ના રોજ મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી 14 ફેબ્રુઆરી 1988ના રોજ કેન્દ્રમાં સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. એપ્રિલ 1988માં વોરા મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. 26 મે 1993થી 3 મે 1996 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહ્યા.